Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Share Market Holiday: આ સપ્તાહમાં શેરબજાર ત્રણ દિવસ રહેશે બંધ,જાણો કારણ

શેરબજાર આ સપ્તાહમાં રહેશે બંધ સ્વતંત્રતા દિવસની જાહેર રજા' શનિવાર અને રવિવારે બજાર બંધ રહેશે Share Market Holiday: જો તમે શેર માર્કેટ (Share Market Holiday) માં નાણાંનું રોકાણ કરો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. આગામી સપ્તાહે...
share market holiday  આ સપ્તાહમાં શેરબજાર ત્રણ દિવસ રહેશે બંધ જાણો કારણ
  1. શેરબજાર આ સપ્તાહમાં રહેશે બંધ
  2. સ્વતંત્રતા દિવસની જાહેર રજા'
  3. શનિવાર અને રવિવારે બજાર બંધ રહેશે

Share Market Holiday: જો તમે શેર માર્કેટ (Share Market Holiday) માં નાણાંનું રોકાણ કરો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. આગામી સપ્તાહે શેરબજારમાં ત્રણ દિવસની રજા રહેશે. નોંધનીય છે કે શનિવાર અને રવિવારની રજાઓ સિવાય વધુ એક દિવસ શેરબજાર બંધ રહેશે. ઓગસ્ટ મહિનામાં તહેવારોની ભરમાર હોય છે. આવી સ્થિતિમાં સ્વતંત્રતા દિવસ 2024ની (Independence Day 2024) રજાના કારણે આગામી સપ્તાહે બેન્કો તેમજ શેરબજારમાં રજા રહેશે.

Advertisement

5મી ઓગસ્ટના કારણે માર્કેટમાં કોઈ ટ્રેડિંગ નહીં થાય

આગામી સપ્તાહે ગુરુવારે દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે. આવી સ્થિતિમાં આ રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે સમગ્ર દેશમાં રજા રહેશે. બેન્કો અને શાળાઓની સાથે શેરબજાર પણ બંધ રહેશે. સાપ્તાહિક રજાના કારણે શનિવાર અને રવિવારે બજાર બંધ રહેશે. સ્વતંત્રતા દિવસ નિમિત્તે બજાર બંધ હોવાને કારણે ઈક્વિટી, ઈક્વિટી ડેરિવેટિવ, SLB, કરન્સી ડેરિવેટિવ અને ઈન્ટરેસ્ટ ડેરિવેટિવ બજારો બંધ રહેશે.

આ પણ  વાંચો -Hindenburg Report : યુએસ કંપનીના આરોપો પર SEBI ચીફે કહ્યું તમામ આરોપો પાયાવિહોણા...

Advertisement

ઓગસ્ટમાં શેરમાર્કેટ આટલા દિવસો સુધી બંધ રહેશે

  1. 15મી ઓગસ્ટ - સ્વતંત્રતા દિવસના દિવસે શેરબજાર બંધ રહેશે.
  2. 17મી ઓગસ્ટ - શનિવાર રજા રહેશે
  3. 18મી ઓગસ્ટ-રવિવાર રજા રહેશે
  4. 24મી ઓગસ્ટ - શનિવારના કારણે રજા રહેશે
  5. 25મી ઓગસ્ટ - રવિવારના કારણે રજા રહેશે.
  6. 31મી ઓગસ્ટ - શનિવારના કારણે રજા રહેશે

બેન્કોમાં પણ રજા રહેશે

15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના કારણે સમગ્ર દેશમાં રજા રહેશે. 18મી ઓગસ્ટે રવિવારની રજા રહેશે. 19 ઓગસ્ટના રોજ દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે. આ કારણે અમદાવાદ, જયપુર, કાનપુર, લખનૌ જેવા શહેરોમાં બેન્કો બંધ રહેશે. 20 ઓગસ્ટે શ્રી નારાયણ ગુરુ જયંતિ પર કોચ્ચિ અને તિરુવનંતપુરમમાં બેન્ક રજા રહેશે.

આ પણ  વાંચો -Adani Group એ હિંડનબર્ગના અહેવાલને નકાર્યો, કહ્યું- અમારી પ્રતિષ્ઠાને બદનામ કરવાનો પ્રયાસ...

Advertisement

અદાણી જૂથને નિશાન બનાવનાર હિંડેનબર્ગે આ વખતે બજાર નિયામક સેબી પર સીધો હુમલો કર્યો છે. હિંડનબર્ગે રિપોર્ટમાં જણાવાયું છે કે સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ પણ અદાણી ગ્રુપ સાથે સંકળાયેલા છે. આ જ કારણ છે કે તેઓએ 18 મહિનામાં પણ અદાણી ગ્રુપ સામે કાર્યવાહી કરી નથી. હિંડનબર્ગ રિસર્ચે સવારે સોશિયલ મીડિયા X પર આ ઘટસ્ફોટની જાહેરાત કરી હતી. છેવટે, ફરી એકવાર અદાણી ગ્રુપ હિંડનબર્ગના નિશાના પર છે. ગુપ્ત દસ્તાવેજોને ટાંકીને હિંડનબર્ગ રિસર્ચએ જણાવ્યું છે કે અદાણી કૌભાંડમાં ઉપયોગમાં લેવાતી ઓફશોર એન્ટિટીમાં સેબીના અધ્યક્ષનો હિસ્સો હતો.ગુજરાત ફર્સ્ટ ન્યૂઝઆ દસ્તાવેજોની પુષ્ટિ કરતું નથી કે જેના આધારે હિંડનબર્ગે સેબી અધ્યક્ષ પર આ આરોપો મૂક્યા છે.

Tags :
Advertisement

.