સપ્તાહના 3 દિવસે પણ રોકાણકારોને 72 હજાર કરોડનું આવ્યું નુકસાન
BSE Sensex માં 149.85 પોઈન્ટનો ઘટાડો આવ્યો
રોકાણકારોને કુલ 72,000 હજાર કરોડનું નુકસાન થયું
BSE ના કુલ 4036 શેર કરોબાર કરતા જોવા મળ્યા હતાં
Share Market Closing Bell: આ સપ્તાહના 3 દિવસે શેરબજારમાં કારોબારની સ્થિતિ સ્થિર જોવા મળી હતી. કારણ કે.. આજરોજ BSE Sensex એ 150 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. તો Nifty માં સ્થિતિ સપાટ રહી હતી. તો બીજી તરફ Mid Cap અને Small Cap માં નહિવત ઘટાડો જોવા મળ્યો છે. તે ઉપરાંત ભારતીય રોકાણકારોને આજે 72 હજાર કરોડનું નુકસાન પણ આવ્યું છે. જોકે આજના દિવસે ભારતીય IT Shares માં વધારો જોવા મળ્યો હતો.
BSE Sensex માં 149.85 પોઈન્ટનો ઘટાડો આવ્યો
ત્યારે આજરોજ BSE Sensex માં 149.85 પોઈન્ટના ઘટાડા સાથે 79,105.88 ની સપાટીએ બંધ થયો હતો. ત્યારે NSE ના 50 શેરવાળા Nifty માં 4.75 પોઈન્ટના ઘટાડા સાથે 24,143.75 સપાટીએ પહોંચ્યો હતો. તો અમેરિકન આર્થિક બજારના કારણે 13 IT કંપનીના શેરમાં વધારો નોંધાયો હતો. IT ઇન્ડેક્સ 1.5% વધ્યો હતો, જેમાં TCS, HCLTech અને L&T ટેક્નૉલૉજી સર્વિસિસને સૌથી વધુ ફાયદો થયો હતો. બીજી તરફ મેટલ, પાવર, યુટિલિટી, ફાર્મા અને બેન્કિંગ સેક્ટરના સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા હતાં.
Sensex settles 150 pts higher, Nifty above 24,140
આ પણ વાંચો: Google Pixel 8: ભારતમાં Google Pixel 8નું ઉત્પાદન શરૂ,અશ્વિની વૈષ્ણવે ટ્વિટ કરી આપી માહિતી
રોકાણકારોને કુલ 72,000 હજાર કરોડનું નુકસાન થયું
તો BSE કંપનીઓની બજારકિંમત ઘટીને 444.58 લાખ કરોડના સ્તર પહોંચ્યો છે. તો ગઈકાલે આ આંકડો 445.30 લાખ કરોડ હતો. એટલે આજરોજ ભારતીય રોકાણકારોને કુલ 72,000 હજાર કરોડનું નુકસાન થયું છે. તો બીજી તરફ BSE Sensex ના કુલ 30 શેર પૈકી 15 શેરમાં વધારો જોવા મળ્યો હતો. તેમાં પણ સૌથી વધુ વધારો TCS શેરમાં 2.29% નો નોંધાયો હતો. તે ઉપરાંત HCL Tech, Tech Mahindra, Infosys અને M&M ના શેરમાં ક્રમશ: 1.08% થી લઈને 2.09% નો વધારો નોંધાયો હતો.
BSE ના કુલ 4036 શેર કરોબાર કરતા જોવા મળ્યા હતાં
BSE Sensex ના કુલ 30 શેર પૈકી 15 શેરમાં ઘટાડો નોંધાયો હતો. તેમાં પણ સૌથી વધુ ઘટાડો UltraTech Cement ના શેરમાં 2.46% નો નોંધાયો હતો. તે ઉપરાંત JSW Steel, Tata Steel, Adani Ports અને Power Grid ના શેરમાં 1.02% થી લઈને 1.85% નો વધારો નોંધાયો હતો. ત્યારે આજરોજ BSE ના કુલ 4036 શેર કરોબાર કરતા જોવા મળ્યા હતાં. ત્યારે સૌથી વધુ વધારો કુલ 1531 શેરમાં આવ્યો હતો.
આ પણ વાંચો: Share Market :શેરબજારમાં શાનદાર શરૂઆત,સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી