Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Share Market Close : ભારતીય શેરબજારમાં તેજી,નિફ્ટી 22100 ને પાર

Share Market Close  : ભારતીય શેરબજારમાં બુધવારે જબરદસ્ત તેજી (Share Market Close) જોવા મળી હતી. જેના કારણે BSE સેન્સેક્સ 526.01 પોઈન્ટ અથવા 0.73 ટકા વધીને 72,996.31 પોઈન્ટ અને નિફ્ટી 118 પોઈન્ટ અથવા 0.54 ટકા વધીને 22,123 પોઈન્ટ પર બંધ થયો...
05:14 PM Mar 27, 2024 IST | Hiren Dave
Share Market

Share Market Close  : ભારતીય શેરબજારમાં બુધવારે જબરદસ્ત તેજી (Share Market Close) જોવા મળી હતી. જેના કારણે BSE સેન્સેક્સ 526.01 પોઈન્ટ અથવા 0.73 ટકા વધીને 72,996.31 પોઈન્ટ અને નિફ્ટી 118 પોઈન્ટ અથવા 0.54 ટકા વધીને 22,123 પોઈન્ટ પર બંધ થયો હતો. બેન્કિંગ શેર્સમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. આજે બજારમાં 3932 કંપનીઓના શેરનો વેપાર થયો હતો. તેમાંથી 1574 કંપનીઓના શેરમાં વધારો જોવા મળ્યો હતો જ્યારે 2254 કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. 104 કંપનીઓના શેરમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. બેંક અને ઓટો શેરોમાં  તેજી  જોવા  મળી  હતી.

 

936 શેર લીલા નિશાનમાં બંધ

આજે બજારમાં ઘટતા શેરોની સંખ્યા વધુ હતી. 1322 શેર ઘટીને અને 936 શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. ઓટો, ફિનસર્વિસ, રિયલ્ટી, એનર્જી, પ્રાઈવેટ બેંક, ઈન્ફ્રા અને સર્વિસ સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. આઈટી, પીએસયુ બેન્ક, ફાર્મા અને મેટલ શેર દબાણ હેઠળ બંધ થયા છે. તે જ સમયે, નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 29 પોઇન્ટ અથવા 0.06 ટકાના નજીવા વધારા સાથે 47,837 પોઇન્ટ પર અને નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 145.55 પોઇન્ટ અથવા 0.96 ટકાના ઘટાડા સાથે 15,263 પોઇન્ટ પર બંધ રહ્યો હતો.

 

30 શેરોમાં  જબરજસ્ત ઉછાળો

અંતમાં BSE ના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 526.01 અંક એટલે કે 0.73% ની મજબૂતીની સાથે 72996.31 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 119 અંક એટલે કે 0.54% ની વધારાની સાથે 22123.70 ના સ્તર પર બંધ થયા છે. આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.42-0.85 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.40 ટકા વધીને 46,785.95 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક અને હેલ્થકેર શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો

 

કયા શેરમાં નફો અને નુકસાન

રિલાયન્સ, મારૂતિ સુઝુકી, બજાજ ઑટો, બજાજ ફાઈનાન્સ, ટાઈટન, અદાણી પોર્ટ્સ, HDFC બેંક અને કોટક મહિન્દ્રા બેંક 1.21-3.49 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં યુપીએલ, હિરો મોટોકૉર્પ, વિપ્રો, અપલો હોસ્પિટલ, ડૉ.રેડ્ડીઝ, ટાટા કંઝ્યુમર અને ગ્રાસિમ 1.12-2.07 ટકા સુધી ઘટીને બંધ થયો છે. મિડકેપ શેરોમાં સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, ન્યુ ઈન્ડિયા એસ્યોર, એન્ડયોરન્સ ટેક્નોલોજી, ઈન્ડિયા હોટલ્સ અને વેદાંત ફેશન્સ 3.08-3.96 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં સોલાર ઈન્ડસ્ટ્રીઝ, કોલગેટ, આરઈસી, રાજેશ એક્સપોર્ટ્સ અને પીબી ફિનટેક 2.63-3.24 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

 

વૈશ્વિક બજારોની સ્થિતિ

એશિયાના બજારોમાં ટોક્યો, તાઈપેઈ અને બેંગકોકના બજારોમાં તેજી જોવા મળી રહી છે. તે જ સમયે, સિયોલ, જકાર્તા, શાંઘાઈ અને હોંગકોંગના બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. યુરોપિયન બજારોમાં તેજીનો તબક્કો છે. જો કે મંગળવારના ટ્રેડિંગ સેશનમાં યુએસ માર્કેટ લાલ નિશાનમાં બંધ થયા છે.

 

આ  પણ  વાંચો - The Adani : ધ અદાણી ગ્રીન એનર્જી સાયન્સ મ્યુઝિયમ ગેલેરી લંડનમાં ખુલ્લી મુકાઇ

આ  પણ  વાંચો - Amul Milk : હવે અમેરિકામાં ‘અમૂલ ‘ દૂધ વેચાશે ! કંપનીએ કહી આ વાત

આ  પણ  વાંચો - Gold Rate Today : સોનાના ભાવમાં તેજી,જાણો 10 ગ્રામનો ભાવ કેટલો થયો

 

 

 

Tags :
latest share market newslive share marketmarket analysismarket outlookmarket trendsMarket-Newspre market analysispre market reportshare market basics for beginnersshare market newsshare market news todayshare-marketStock MarketStock Market Newsstock market updatetoday market newstoday share market newstoday stock market analysistoday stock market news
Next Article