7 Telecom કંપનીઓ પર સંચાર રાજ્ય મંત્રીએ કાયદાનો ઉલ્લંઘન કરવાનો લગાવ્યો આરોપ!
Telecom કંપનીઓ વિરુદ્ધ કોઈ પગલા લેવામાં આવ્યા નથી
એકાઉન્ટ એક ચીની વ્યક્તિ દ્વારા હેક કરવામાં આવ્યું
Data વેચાણ સહિત નોંધપાત્ર ઘટનાઓને સંસદમાં કરાઈ રજૂ
Telecom Data Breach: તાજેતરના લોકસભા સત્રમાં સંદેશાવ્યવહાર રાજ્ય મંત્રી પેમ્માસાની ચંદ્ર શેખરે Telecom ક્ષેત્રમાં Data ભંગનો ખુલાસો કર્યો હતો. અગાઉના બે વર્ષથી કુલ સાત બનાવો સામે આવ્યા છે. તેમાં પણ ખાસ કરીને 2023-24 માં 2 બનાવો અને 2024-25 માં પાંચ બનાવો સામે આવ્યા છે. તે ઉપરાંત આ ઘટના અંગે રાજ્ય મંત્રી દ્વારા સંસદમાં અહેવાલ પર રજૂ કરવામાં આવ્યો હતો. સંચાર રાજ્ય મંત્રી પેમ્માસાની ચંદ્ર શેખરે બુધવારે લોકસભામાં માહિતી આપી હતી.
કંપનીઓ વિરુદ્ધ કોઈ પગલા લેવામાં આવ્યા નથી
સંચાર રાજ્ય મંત્રી પેમ્માસાની ચંદ્ર શેખરે જણાવ્યું છે કે, આ બનાવો પાછણના યોગ્ય સાયબર કારણો જાણવા અશક્ય છે. તે ઉપરાંત Telecom Company સામે પણ કોઈપણ રીતે કાયદાકીય પગલા લેવામાં આવ્યા નથી. શું Telecom Company દ્વારા ગ્રાહકોના જે Data લીક કરવામાં આવે છે, તેના અંગે સરકાર પાસે કોઈ પણ પ્રકારના અહેવાલો છે, અને જે લોકોના અંગત Data લીક કરવામાં આવ્યા છે. તે કંપનીઓ વિરુદ્ધ કોઈ પગલા આજદીન સુધી કેમ લેવામાં આવ્યા નથી.
Govt confirms data breach at BSNL, forms panel to audit telecom networks
The government has confirmed a data breach at BSNL and has formed a panel to audit telecom networks. The breach raises concerns about the security of telecom infrastructure, prompting immediate action to… pic.twitter.com/IexFpWDvY7
— CRUXX | News App (@CRUXX_Ind) July 25, 2024
એકાઉન્ટ એક ચીની વ્યક્તિ દ્વારા હેક કરવામાં આવ્યું
રાજ્ય સંચાર મંત્રી દ્વારા સરકારને સાયબર સુરક્ષાએ ચિંતા વ્યક્ત કરવાનું સૂચન કર્યું છે. તે ઉપરાંત સાયબર મોનિટર કરવા માટે યોગ્ય સુરક્ષાનની તકનીકોમાં ફેરફાર કરવા માટે માગ કરવામાં આવી છે. કારણ કે.... તાજેતરમાં X પ્લેટફોર્મ પર @digitaldutta એ પોસ્ટ કર્યું હતું કે, Airtel data વહેંચવામાં આવી રહ્યા છે. પરંતુ આ માહિતી ખોટી હતી. કારણે કે... આ એકાઉન્ટ એક ચીની વ્યક્તિ દ્વારા હેક કરવામાં આવ્યું હતું.
Data વેચાણ સહિત નોંધપાત્ર ઘટનાઓને સંસદમાં કરાઈ રજૂ
તે ઉપરાંત BSNL, એરટેલ અને Tata Tele subscribers સાથે સંકળાયેલા Data વેચાણ સહિત નોંધપાત્ર ઘટનાઓને સંસદમાં રજૂ કરવામાં આવી હતી. જોકે CERT-In અને NCIPC ના અહેવાલોએ આ ઘટનાઓની ગંભીરતાને ધ્યાનમાં લેવામાં આવી હતી. ત્યારે સંચાર રાજ્ય મંત્રી પેમ્માસાની ચંદ્ર શેખરે સાયબર સુરક્ષામાં ખામી હોવાના અનેક અહેવાલા જુદા-જુલા તકનીકી માધ્યોમો દ્વારા જાહેર કર્યા હતાં.
આ પણ વાંચો: Microsoft down: માઈક્રોસોફ્ટની ઓફિસ અને ક્લાઉડ સર્વિસમાં ફરી સર્જાઈ ખામી !