RBI: અચાનક RBI એ લિક્વિડિટી વધારવા માટે કરી મોટી જાહેરાત
- ભારતીય રિઝર્વ બેંકથી એક મોટી અપડેટ
- RBIએ લિક્વિડિટી વધારવાની કરી જાહેરાત
- બેંકિંગ સિસ્ટમમાં 7 લાખ કરોડ રૂપિયા ઠાલવ્યા
RBI Government Securities : ભારતીય રિઝર્વ બેંકથી એક મોટી (RBI Government Securities )અપડેટ સામે આવી છે. વાસ્તવમાં RBIએ શુક્રવારે જણાવ્યું કે, તે 17 એપ્રિલના રોજ વિવિધ પાકતી મુદતની સરકારી સિક્યોરિટીઝ ખરીદશે જેની કુલ કિંમત 40,000 કરોડ રૂપિયા છે. બેંકિંગ સિસ્ટમમાં પ્રવાહિતા વધારવાના ઉદ્દેશ્ય સાથે ચાલુ નાણાકીય વર્ષમાં રિઝર્વ બેંક દ્વારા સિક્યોરિટીઝની આ ત્રીજી ઓપન માર્કેટ ઓપરેશન (OMO) ખરીદી હશે. 20,000 કરોડ રૂપિયાની પહેલી ખરીદી ૩ એપ્રિલે કરવામાં આવી હતી જ્યારે એટલી જ રકમની બીજી ખરીદી 8 એપ્રિલે કરવામાં આવી હતી.
RBI એ બેંકિંગ સિસ્ટમમાં લગભગ 7 લાખ કરોડ રૂપિયા નાખ્યા
સત્તાવાર આંકડા દર્શાવે છે કે, જાન્યુઆરી 2025 થી અત્યાર સુધીમાં રિઝર્વ બેંકે બેંકિંગ સિસ્ટમમાં લગભગ 7 લાખ કરોડ રૂપિયા ઠાલવ્યા છે. વધતી જતી તરલતાની સાથે રિઝર્વ બેંકે ફેબ્રુઆરી અને એપ્રિલમાં બે વાર રેપો રેટમાં પણ ઘટાડો કર્યો. આના કારણે બેંકો અને NBFCs તરફથી લોન પરના વ્યાજ દરમાં ઘટાડો થયો છે. નોંધનિય છે કે, બેંકિંગ સિસ્ટમમાં લિક્વિડિટી વધારવા માટે RBI ઓપન માર્કેટ ઓપરેશન (OMO), ડોલર-રૂપિયા સ્વેપ અને વેરિયેબલ રેપો રેટ (VRR) જેવી ઘણી પદ્ધતિઓ અપનાવે છે.
આ પણ વાંચો -એપ્રિલ-2025ના 3જા અઠવાડિયે શેરબજાર માત્ર 3 જ દિવસ રહેશે કાર્યરત
શું છે આ ઓપન માર્કેટ ઓપરેશન ?
આ નીતિ હેઠળ RBI નાણાં પુરવઠાને નિયંત્રિત કરવા માટે બોન્ડ, સિક્યોરિટીઝ જેવી સરકારી સિક્યોરિટીઝ ખરીદે છે અથવા વેચે છે. બેંકિંગ સિસ્ટમમાં પ્રવાહિતા વધારવા અને અર્થતંત્રને વેગ આપવા માટે RBI સરકારી સિક્યોરિટીઝ ખરીદે છે જેનાથી બેંકોમાં પૈસા આવે છે. બેંકોને વધુ લોન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આનાથી આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે. તેવી જ રીતે અર્થતંત્રમાં વધારાની તરલતા ઘટાડવા માટે RBI સરકારી સિક્યોરિટીઝ વેચે છે જેનાથી બેંકોની લોન આપવાની ક્ષમતા ઘટશે અને તેથી બજારમાં ઓછા પૈસા પહોંચશે. ઓપન માર્કેટ ઓપરેશન્સ એ એક સાધન છે જેનો ઉપયોગ કેન્દ્રીય બેંકો ફુગાવા, વ્યાજ દર અને નાણાં પુરવઠાને નિયંત્રિત કરવા માટે કરે છે.