New India Co-operative બેંકના ગ્રાહકોને RBI એ આપી મોટી રાહત
- રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહકોને આપી રાહત
- બેંકની તરલતાની સ્થિતિની સમીક્ષા કર્યા
- ગ્રાહકો 25,000 રૂપિયા સુધી ઉપાડી શકે
RBI:રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ સોમવારે ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકના (New India Co-operative Bank)થાપણદારોને 25,000 રૂપિયા સુધીની રકમ ઉપાડવાની મંજૂરી આપી છે. RBI દ્વારા નિયુક્ત એડમિનિસ્ટ્રેટર સાથે પરામર્શ કરીને બેંકની તરલતાની સ્થિતિની સમીક્ષા કર્યા પછી, ભારતીય રિઝર્વ બેંકે 27 ફેબ્રુઆરી, 2025 થી પ્રતિ થાપણકર્તા દીઠ ₹ 25,000સુધીની ડિપોઝિટ ઉપાડની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.
બેંકને નિર્દેશ આપ્યો
અગાઉ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 13 ફેબ્રુઆરી, 2025 ના રોજ ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, મુંબઈ પર દિશાનિર્દેશો (એઆઈડી) લાગૂ કર્યા હતા અને બેંકને નિર્દેશ આપ્યો હતો કે બચત બેંક અથવા ચાલુ ખાતા અથવા થાપણદારના અન્ય કોઈપણ ખાતામાંથી કોઈપણ રકમ ઉપાડવાની મંજૂરી ન આપે.
તમે ATM દ્વારા પણ ઉપાડી શકો છો
સમાચાર અનુસાર, આ છૂટ સાથે, કુલ થાપણદારોમાંથી 50 ટકાથી વધુ તેમની સંપૂર્ણ બેલેન્સ ઉપાડી શકશે અને બાકીના થાપણદારો તેમના જમા ખાતામાંથી ₹25,000 સુધી ઉપાડી શકશે. થાપણદારો આ ઉપાડ માટે બેંકની શાખા તેમજ એટીએમ ચેનલનો ઉપયોગ કરી શકે છે, જો કે, ઉપાડી શકાય તેવી કુલ રકમ થાપણકર્તા દીઠ રૂ. 25,000 અથવા તેમના ખાતામાં ઉપલબ્ધ બેલેન્સ બેમાંથી જે ઓછું હોય તે હશે.
RBI permits the withdrawal for depositors of New India Co-operative Bank Limited, Mumbai to ₹25,000https://t.co/MQt87t10lg
— ReserveBankOfIndia (@RBI) February 24, 2025
આ પણ વાંચો - Bybit Crypto Hack:એક બે નહીં પરંતુ આ હેકરે કરી હજારો કરોડના ક્રિપ્ટોકરન્સીની ચોરી, આંકડો સાંભળી ચોંકી જશો
RBI પ્રતિબંધના નિર્ણયની સમીક્ષા કરશે.
13 ફેબ્રુઆરી, 2025 ના રોજ, ભારતીય રિઝર્વ બેંકે ન્યુ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકમાં મોટા પાયે ગેરરીતિઓને કારણે તેના કાર્ય પર અનેક બેંકિંગ વ્યવસાય સંબંધિત પ્રતિબંધો લાદ્યા. RBIની આ કડકાઈ પછી, ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક ન તો ગ્રાહકોને કોઈ લોન આપી શકશે અને ન તો ગ્રાહકો પાસેથી થાપણો સ્વીકારી શકશે. આરબીઆઈના આ નિર્ણય બાદ બેંક થાપણદારોની મુશ્કેલીઓ વધી ગઈ હતી. બેંક ખાતાધારકો તેમના ખાતામાંથી પૈસા ઉપાડવાની હવે મંજૂરી આપી છે. RBI એ હાલમાં બેંક પર છ મહિના માટે આ પ્રતિબંધ લાદ્યો છે અને આ સમયગાળા દરમિયાન બેંકની સ્થિતિ સુધારવાના પ્રયાસો કરવામાં આવશે. છ મહિના પછી, RBI પ્રતિબંધના નિર્ણયની સમીક્ષા કરશે.
આ પણ વાંચો - Stock Market: શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 856 પોઇન્ટ તૂટ્યો
RBI એ સ્પષ્ટતા કરી છે કે 13 ફેબ્રુઆરી, 2025 ના રોજ બેંકનો વ્યવસાય બંધ થયા પછી, બેંક તેની પરવાનગી વિના કોઈપણ લોન અથવા એડવાન્સ રકમ આપશે નહીં અથવા રિન્યૂ કરશે નહીં. ઉપરાંત, કોઈપણ બેંકને કોઈ રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં કે તે થાપણો સ્વીકારવા સહિતની કોઈ જવાબદારી લેશે નહીં.