Pakistan stock market crashes: પહેલગામ હુમલા બાદ ભારતની કાર્યવાહીથી સતત બીજા દિવસે પાકિસ્તાનના શેરબજારમાં કડાકો
- પાકિસ્તાન શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો
- ભારતના કડક રાજદ્વારી પગલાંથી પાકિસ્તાન પરેશાન
- રોકાણકારો ખૂબ જ સાવધ બની ગયા
Share Market Update: કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓના મોત બાદ ભારત દ્વારા લેવામાં આવેલા કડક રાજદ્વારી પગલાંથી પાકિસ્તાન હવે પરસેવો પાડી રહ્યું છે. પાકિસ્તાનના શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો ચાલુ રહ્યો છે. ગુરુવારે પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ ખુલતાની સાથે જ, પ્રારંભિક ટ્રેડિંગના પાંચ મિનિટમાં, બેન્ચમાર્ક (કરાચી સ્ટોક એક્સચેન્જ) KSE-100 ઇન્ડેક્સ લગભગ 2.12 ટકા અથવા 2,485.85 પોઈન્ટ ઘટીને 114,740.29 પર પહોંચી ગયો.
સતત બે દિવસથી ઘટાડાનો ટ્રેન્ડ
પ્રાદેશિક તણાવ વચ્ચે પાકિસ્તાનના શેરબજારમાં રોકાણકારો હાલમાં ખૂબ જ નર્વસ લાગે છે. બુધવારે, ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાન વિરુદ્ધ અનેક મહત્વપૂર્ણ પગલાં લેવાના નિર્ણયની જાહેરાત કરી હતી, જેમાં સિંધુ જળ સંધિ રદ કરવાનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં પ્રવર્તતા ભયના વાતાવરણને કારણે લોકો ઝડપથી પોતાના પૈસા ઉપાડી રહ્યા છે, આ જ કારણ છે કે સતત બે દિવસથી ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ છે.
આ પણ વાંચો : Pahalgam Terrorist Attack : કાશ્મીરની ટૂરિઝમ ઈન્ડસ્ટ્રીની તૂટી ગઈ 'બેકબોન' ...વાંચો એક તાર્કિક વિશ્લેષણ
એક દિવસ પહેલા બુધવારે પાકિસ્તાનના શેરબજારમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. કરાચી સ્ટોક એક્સચેન્જ (KSE-100 ઇન્ડેક્સ) 1,303.29 પોઈન્ટ અથવા 1.10% ઘટીને 1,17,127.06 પર બંધ થયો. આ ઘટાડો એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ભારતના આ પગલાને લઈને પાડોશી દેશમાં ભારે ભયનું વાતાવરણ છે.
મુખ્ય શેરો પર પણ અસર
પાકિસ્તાનના અસ્થિર વાતાવરણમાં રોકાણકારો ખૂબ જ સાવધ બની ગયા છે. આનાથી પાકિસ્તાનના મુખ્ય શેરો પર પણ અસર પડી જેમ કે - યુનાઇટેડ બેંક લિમિટેડ (UBL), હબ પાવર કંપની (HUBC), હબીબ મેટ્રો બેંક (HMB), મારી પેટ્રોલિયમ (MARI) અને એન્ગ્રો કોર્પ (ENGRO) જેવી મોટી કંપનીઓના શેર ઘટ્યા છે.
આ પણ વાંચો : Stock Market Closing: શેરબજાર તેજી સાથે બંધ,સેન્સેકમાં આટલા પોઈન્ટનો ઉછાળો