ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

ભારતના એક્શનની અસર! પાકિસ્તાનના શેરબજારમાં 'ભડકો', PSXની વેબસાઈટ પણ થઈ ઠપ

પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ (PSX)માં હાહાકાર પાકિસ્તાનના શેરબજારમાં તબાહી મચી પાકિસ્તાની શેરબજાર 2,500થી વધુનો કડકો pakistan stock exchange crash: પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ (PSX)માં હાહાકાર મચી ગયો છે. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાનના શેરબજારમાં (pakistan stock exchange crash)તબાહી મચી...
04:13 PM Apr 25, 2025 IST | Hiren Dave
પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ (PSX)માં હાહાકાર પાકિસ્તાનના શેરબજારમાં તબાહી મચી પાકિસ્તાની શેરબજાર 2,500થી વધુનો કડકો pakistan stock exchange crash: પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ (PSX)માં હાહાકાર મચી ગયો છે. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાનના શેરબજારમાં (pakistan stock exchange crash)તબાહી મચી...
featuredImage featuredImage
PSX's website crashes

pakistan stock exchange crash: પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ (PSX)માં હાહાકાર મચી ગયો છે. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાનના શેરબજારમાં (pakistan stock exchange crash)તબાહી મચી ગઈ છે. છેલ્લા બે દિવસમાં પાકિસ્તાની શેરબજાર 2,500થી વધુ પોઈન્ટ્સ તૂટ્યું છે. તો રોકાણકારોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે.શુક્રવારે ટ્રેડિંગ શરૂ થયાના 5 મિનિટની અંદર જ કરાચી સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ઈન્ડેક્સ KSE-100, જેમાં પાકિસ્તાનની ટોચની લિસ્ટેડ કંપનીઓ સામેલ છે, તેમાં 2.12 ટકાનો ઘટાડો જોવા મળ્યો. જે બાદ ઈન્ડેક્સ 1,14,740.29 પોઈન્ટ પર આવી ગયો હતો. ટ્રેડિંગના અંતે KSE-100 ઈન્ડેક્સ 2,206.33 પોઈન્ટ્સ (1.88%) ઘટીને 115,019.81 પર બંધ થયો હતો. ગુરુવારે (24 એપ્રિલ) ઈન્ડેક્સ 1,086.51 પોઈન્ટ્સ (0.93%) ઘટીને 116,139.63 પર હતો, અને બપોરે 2:56 વાગ્યે તે 2,116.92 પોઈન્ટ્સ (1.81%) ઘટીને 115,109.22 પર પહોંચ્યો હતો.

 

પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ વેબસાઈટ ઠપ

આ ઉપરાંત, પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જની સત્તવાર વેબસાઈટ (www.psx.com.pk) આજે થોડા સમય માટે ઠપ થઈ ગઈ હતી, વેબસાઈટ પર 'We'll be back soon'નો મેસેજ દેખાતો હતો. આ ઘટનાએ રોકાણકારોને ચિંતામાં નાખી દીધા હતા.

 

પાકિસ્તાનનો વિકાસ દર અંદાજ પણ ઘટ્યો

ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)એ તેના વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂકમાં પાકિસ્તાનના વિકાસ દરનો અંદાજ ઘટાડીને 2.6 ટકા કર્યો છે. વાસ્તવમાં, કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહીએ પાકિસ્તાનના શેરબજારમાં ઉથલપાથલ મચાવી છે.

આ પણ  વાંચો -Pahalgam Attack: પહેલગામ હુમલામાં ઘાયલ થયેલા લોકોની મદદે આવ્યા મુકેશ અંબાણી,કરી મોટી જાહેરાત

ભારત અને પાકિસ્તાન બોર્ડર પર તણાવ

ભારતે સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો નિર્ણય લીધો, અટારી-વાઘા બોર્ડરને બંધ કરી દીધી, અને પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરી દીધા, સાથે જ કડક રાજદ્વારી અને આર્થિક કાર્યવાહીની પણ જાહેરાત કરી. આનાથી ભારત અને પાકિસ્તાનની સરહદ પર તણાવ વધ્યો છે.

આ પણ  વાંચો -Pakistan Share Market: PM મોદીના નિર્ણય બાદ પાકિસ્તાનના શેરબજારમાં હાહાકાર

ભારતના કડક નિર્ણયોથી પાકિસ્તાનના શેરબજાર હચમચી ગયા

હકીકતમાં, પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતની પ્રતિક્રિયા અને કડક નિર્ણયોને કારણે, પાકિસ્તાનના શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે, ભારત સરકારે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત કરવાની, વાઘા-અટારી સરહદ બંધ કરવાની અને પાકિસ્તાની નાગરિકો માટે સાર્ક હેઠળ વિઝા મુક્તિ રદ કરવાની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે સિંધુ નદીનું પાણી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને પડોશી દેશ મોટાભાગે તેના પાણી પર નિર્ભર છે.

 

 

 

Tags :
Business Newsindian-stock-marketpakistan stock exchangePSX's website crashesSTOCK EXCHANGEStock Marketstock market tips