Tata Cliq અને તેના CBO સામે પ્રખ્યાત ફેશન બ્રાંડે હાઈકોર્ટમાં કર્યો કેસ
Tata Cliq સામે Nykaa એ કેસ દાખલ કર્યો
Gopal Asthana નું નામ ફેશન-રિટેલ ક્ષેત્રે ઘણું પ્રખ્યાત
2019 માં તે CBO તરીકે Nykaa ફેશનમાં જોડાયો હતાં
Nykaa sues Tata Cliq CBO : TATA ગ્રુપની કંપની Tata Cliq અને લાઈફસ્ટાઈલ કંપની Nykaa વચ્ચે વિવાદ ગરમાયો છે. Nykaa એ Contract Breach ને લઈ Tata Cliq ના સીઈઓ Gopal Asthana પર કેસ દાખલ કર્યો છે. Gopal Asthana એ Tata Cliq માં આવ્યા પહેલા Nykaa ના CBO હતાં. જોકે Nykaa એ ફેશન પ્રોડક્ટનું વેચાણ કરતી કંપની છે. ત્યારે Nykaa એ Gopal Asthana પર ગોપનિયતા ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે. તે ઉપરાંત કંપનીની પ્રસિદ્ધિને પણ નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.
Tata Cliq સામે Nykaa એ કેસ દાખલ કર્યો
ત્યારે Gopal Asthana પર Nykaa એ આરોપ લગાવ્યો છે કે, Tata Cliq સામેલ થયા પહેલા Gopal Asthana એ Nykaa માં એ કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી. જે તેમની સાથે અંગત રીતે લાંબા સયમથી કાર કરી રહ્યા હતાં. ત્યારે Nykaa એ આ મામલે મુંબઈની હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે. તેમાં Nykaa એ જણાવ્યું છે કે, Gopal Asthana એ કર્મચારી સ્ટોક ઓપશન તરીકે 19 કરોડ અને કંપનીની પ્રસિદ્ધિને નુકસાન પહોંચાડવા માટેના 5 કરોડ રૂપિયાનું ભુગતાન કરવું પડશે. તે ઉપરાંત Gopal Asthana ને કોઈપણ Nykaa ની કંપની સાથે જોડાયેલી વ્યવસાયિક પ્રણાલીનો ઉપયોગ કરવો ન જોઈએ.
આ પણ વાંચો: Scam કરવામાં આ 22 વર્ષનો યુવક છે હર્ષદ મહેતાનો પણ બાપ
Gopal Asthana નું નામ ફેશન-રિટેલ ક્ષેત્રે ઘણું પ્રખ્યાત
Nykaa અને Tata Cliq ફેશન, બ્યુટી અને એસેસરીઝ બિઝનેસમાં એકબીજાના મુખ્ય રીતે હરીફ છે. Nykaa ના સ્થાપક Falguni Nayar છે. આ બિઝનેસમાં રિલાયન્સની Ajio, Flipkart ની Myntra અને Amazon Fashion પણ સામેલ છે. Tata Cliq એ Tata Neu, Tata ગ્રૂપની સુપરએપના મુખ્ય વર્ટિકલ્સમાંનું એક છે. તો Gopal Asthana નું નામ ફેશન અને રિટેલ ક્ષેત્રે ઘણું પ્રખ્યાત છે.
2019 માં તે CBO તરીકે Nykaa ફેશનમાં જોડાયો હતાં
વર્ષ 1998 માં Gopal Asthana શોપર્સ સ્ટોપ કેટેગરી હેડ તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. Gopal Asthana એ 21 વર્ષથી વધુ સમય સુધી કામ કર્યું અને અનેક હોદ્દાઓ સંભાળ્યા હતાં. નવેમ્બર 2019 માં તે CBO તરીકે Nykaa ફેશનમાં જોડાયો હતાં. Gopal Asthana અહીં 3 વર્ષ અને 8 મહિના કામ કર્યું હતું. આ પછી તેમને જાન્યુઆરી 2023 માં Tata ના ઈ-કોમર્સ સાહસ Tata Cliq ના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતાં.
આ પણ વાંચો: મુંબઈએ બેઈજિંગને આપી ટક્કર, બન્યું એશિયાનું સૌથી Richest City