Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં $4.3 બિલિયનનો વધારો, કંપનીઓના શેર વધ્યા

અદાણી ગ્રુપ (Adani Group)ના ચેરમેન ગૌતમ અદાણી (Gauam Adani)ની સંપત્તિ $4.3 બિલિયન વધીને $64.9 બિલિયન પર પહોંચી ગઈ છે. અમીરોની યાદીમાં તે 17મા સ્થાને છે. છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં ગ્રૂપ કંપનીઓના સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશનમાં આશરે રૂ. 70,000 કરોડનું નુકસાન થયું છે.સાત કંપનીઓના શેર મજબૂત બંધ રહ્યાબુધવારે અદાણી જૂથની મોટાભાગની કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. અદાણી એન્ટરપ્રાઈઝ લગભગ 20% વધ્યો. કુલ સા
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં  4 3 બિલિયનનો વધારો  કંપનીઓના શેર વધ્યા
અદાણી ગ્રુપ (Adani Group)ના ચેરમેન ગૌતમ અદાણી (Gauam Adani)ની સંપત્તિ $4.3 બિલિયન વધીને $64.9 બિલિયન પર પહોંચી ગઈ છે. અમીરોની યાદીમાં તે 17મા સ્થાને છે. છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં ગ્રૂપ કંપનીઓના સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશનમાં આશરે રૂ. 70,000 કરોડનું નુકસાન થયું છે.
સાત કંપનીઓના શેર મજબૂત બંધ રહ્યા
બુધવારે અદાણી જૂથની મોટાભાગની કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. અદાણી એન્ટરપ્રાઈઝ લગભગ 20% વધ્યો. કુલ સાત કંપનીઓના શેર મજબૂત બંધ રહ્યા હતા. ત્રણના ભાવમાં ઘટાડો જોવા મ્યો હતો. આ સાથે ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિ $4.3 બિલિયન વધીને $64.9 બિલિયન પર પહોંચી ગઈ છે. અમીરોની યાદીમાં તે 17મા સ્થાને છે. છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં ગ્રૂપ કંપનીઓના સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશનમાં આશરે રૂ. 70,000 કરોડનું નુકસાન થયું છે.

ટોટલ એનર્જીઝએ રોકી $50 બિલિયનની હાઇડ્રોજન ભાગીદારી
અદાણી જૂથમાં સૌથી મોટા વિદેશી રોકાણકારો પૈકીના એક ફ્રાન્સની ટોટલ એનર્જીએ જણાવ્યું હતું કે તેણે તેના 50 અબજ ડોલરના હાઇડ્રોજન પ્રોજેક્ટમાં જૂથ સાથેની ભાગીદારી હાલ માટે સ્થગિત કરી દીધી છે. હિંડનબર્ગ રિસર્ચ દ્વારા જૂથ પર છેતરપિંડીનો આરોપ મૂક્યા પછી ટોટલ એનર્જીનું પગલું આવ્યું છે.

અદાણી વિલ્મરના નફામાં 16 ટકાનો વધારો થયો છે
ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં અદાણી વિલ્મરનો કોન્સોલિડેટેડ નફો 16 ટકા વધીને રૂ. 246.16 કરોડ થયો છે. કુલ આવક રૂ. 14,398.08 કરોડથી વધીને રૂ. 15,515 કરોડ થઈ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.