ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

New Rules આજથી બદલાઈ ગયા આ નિયમો, સામાન્ય જનતાને કરશે અસર

આજથી બદલાઈ ગયા આ નિયમો આ 7 મોટા નિયમો બદલાય સામાન્ય જનતાના ખિસ્સા પર અસર કરશે   New Rules:નવા વર્ષ 2025ની શરૂઆત થઈ ગઈ છે. અને જાન્યુઆરીના પ્રથમ દિવસથી જ દેશભરમાં કેટલાક નવા નિયમો આજથી લાગુ. આ નવા નિયમો...
07:44 AM Jan 01, 2025 IST | Hiren Dave
featuredImage featuredImage
New Rules from January 1

 

New Rules:નવા વર્ષ 2025ની શરૂઆત થઈ ગઈ છે. અને જાન્યુઆરીના પ્રથમ દિવસથી જ દેશભરમાં કેટલાક નવા નિયમો આજથી લાગુ. આ નવા નિયમો સામાન્ય જનતાના ખિસ્સા પર અસર કરશે. આ આર્ટિકલમાં જાણો કે 1 જાન્યુઆરી, 2025થી દેશભરમાં કયા મહત્વપૂર્ણ નવા નિયમો અમલમાં આવી રહ્યા છે.

 

ખેડૂતોની લોન સંબંધિત ફેરફારો

1 જાન્યુઆરી 2025થી RBI ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન ગેરંટી વગર આપશે. પહેલા આ મર્યાદા 1.6 લાખ રૂપિયા હતી.

 

UPI સંબંધિત નિયમ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ફીચર ફોનથી ઓનલાઈન પેમેન્ટની સુવિધા પૂરી પાડવા માટે UPI 123પેની શરૂઆત કરવામાં આવી હતી. 1 જાન્યુઆરી, 2025થી ફીચર ફોન યુઝર્સ 10,000 રૂપિયા સુધીનું ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. અત્યાર સુધીમાં આ ટ્રાન્ઝેક્શન લિમિટ 5000 રૂપિયા સુધીની હતી.

આ પણ  વાંચો -LPG Price:LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો નવો ભાવ

કારના કિંમતોમાં થશે વધારો

વર્ષ 2025માં કારના કિંમતોમાં વધારો થવાનો છે. 1 જાન્યુઆરી, 2025 થી, મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, મહિન્દ્રા, હોન્ડા, મર્સિડીઝ-બેન્ઝ, ઓડી અને BMW જેવી મોટી ઓટોમોબાઈલ કંપનીઓ વાહનોના ભાવમાં 3% સુધીનો વધારો કરશે.

આ પણ  વાંચો -New Year:આ વસ્તુઓનું દાન કરવાથી ક્યારેય નહીં કરે કોઈ ગ્રહ પરેશાન !

EPFO સંબંધિત નિયમ

1 જાન્યુઆરી, 2025 થી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) થી સંબંધિત નિયમમાં બદલાવ થવાનો છે. EPFOના પેન્શનરો માટેના નવા નિયમ પ્રમાણે,હવે પેન્શનધારકો દેશની કોઈપણ બેંકમાંથી તેમની પેન્શનની રકમ ઉપાડી શકશે. આ માટે તેમને કોઈપણ પ્રકારના વધારાના વેરિફિકેશનની જરૂર પડશે નહીં. પેન્શનધારકોને સેન્ટ્રલ સિસ્ટમ પેન્શન પેમેન્ટની સુવિધા મળશે.

 

એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપ માટે નવા નિયમ

એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપના નવા નિયમો હેઠળ, 1 જાન્યુઆરી, 2025થી પ્રાઇમ વીડિયો એક પ્રાઇમ એકાઉન્ટમાંથી માત્ર બે ટીવી પર સ્ટ્રીમ કરી શકાશે. અગાઉ, પ્રાઇમ મેમ્બર્સ એક એકાઉન્ટમાંથી પાંચ જેટલા ડિવાઇસ પર વીડિયો સ્ટ્રીમ કરી શકતા હતા.

 

સ્ટોક માર્કેટ એક્સપાયરી નિયમોમાં ફેરફાર

સેન્સેક્સ, સેન્સેક્સ-50 અને બેન્કેક્સના એક્સપાયરી શેડ્યૂલમાં 1 જાન્યુઆરીથી બદલાવ આવશે. શુક્રવારે એક્સપાયર થવાને બદલે હવે આ કોન્ટ્રાક્ટ દર અઠવાડિયે મંગળવારે સમાપ્ત થશે. ત્રિમાસિક અને અર્ધવાર્ષિક કરાર સંબંધિત મહિનાના છેલ્લા મંગળવારે સમાપ્ત થશે. જ્યારે નવા નિયમ મુજબ નિફ્ટી 50ના માસિક કોન્ટ્રાક્ટ ગુરુવારે સમાપ્ત થશે.

 

GSTમાં ફેરફાર

જાન્યુઆરી 2025થી વ્યવસાયોએ GST પોર્ટલ પર લોગિન કરવા માટે મલ્ટિ-ફેક્ટર ઓથેન્ટિકેશન (MFA) અપનાવવું ફરજિયાત રહેશે, જેમાં OTP જેવા વધારાના વેરિફિકેશન સ્ટેપ્સ દ્વારા સુરક્ષા વધારાશે. સાથે જ, ઇ-વે બિલ (EWBs) હવે માત્ર છેલ્લા 180 દિવસમાં જારી કરાયેલા ડોક્યૂમેન્ટ માટે જ જનરેટ કરી શકાશે, જે લોજિસ્ટિક્સ અને ઇન્વોઇસિંગના રેકોર્ડને વધુ અપડેટ અને સચોટ બનાવશે.

 

Tags :
ATM WithdrawalsBank HolidaysEpfoFDGujarat FirstHiren daveLPG PriceNew Rules fromNew Rules from January 1PFRation Card & UPI Changes