Multibagger Stock: 5 વર્ષમાં 2476% નું રિટર્ન, 2 વર્ષમાં 1278% ભાગ્યો શેર
- આ શેરે પોતાના રોકાણકારોને કરાવી છે કરોડોની કમાણી
- 31 રૂપિયાનો શેર ખુબ જ ટુંકા ગાળામાં 800 રૂપિયા થયો
- 1 લાખ રૂપિયાના રોકાણના અત્યારે 26 લાખ રૂપિયા થઇ ગયા
Multi Bagger Share : કાસ્ટિંગ્સ અને પોર્જિંગ્સ ઇન્ડસ્ટ્રીની એક કંપનીના શેરમાં ગત્ત 5 વર્ષોમાં રોકાણકારોની સંપત્તીમાં 26 ટકાનો વધારો થઇ ચુક્યો છે. શેર એક સમયે 31 રૂપિયાનો હતો પરંતુ હવે તે લગભગ 800 રૂપિયાના લેવલ પર પહોંચી ચુક્યો છે. એક વર્ષમાં શેરની કિંમતમાં 219 ટકા અને 2 વર્ષોમાં 1278 ટકા વધ્યો છે. આ શેર છે બાલૂ ફોર્જ ઇન્ડસ્ટ્રીઝ (Balu Forge Industries)
કંપની વિવિધ કોમ્પોનેન્ટ બનાવે છે
કંપની ફુલી ફિનિશ્ડ અને સેમી ફિનિશ્ડ ફોર્જ્ડ ક્રેંકશાફ્ટ અને ફોર્જ્ડ કોમ્પોનેન્ટ્સ બનાવે છે. તેની માર્કેટ કેપ 8700 કરોડ રૂપિયા છે. સપ્ટેમ્બર 2024 ના આખર સુધી પ્રમોટર્સની પાસે કંપનીમાં 54.71 ટકાની હિસ્સેદારી હતી.
આ પણ વાંચો : Banaskantha : પાલનપુરમાં યુવતીએ જીવનલીલા સંકેલી, વીડિયો વાયરલ કરી કોની માંગી માફી?
5 વર્ષમાં 2476 ટકાનું રિટર્ન
બીએસઇના ડેટા અનુસાર 16 ડિસેમ્બર 2019 ના રોજ શેરની કિંમત 31 રૂપિયા હતી. 13 ડિસેમ્બર 2024 માં શેર 798.70 રૂપિયા પર બંધ થયો. આ પ્રકારે 5 વર્ષમાં રિટર્ન આપ્યું 2476.45 ટકા થયું. જો કોઇએ 5 વર્ષ પહેલા આ શેરમાં 25000 રૂપિયાનું રોકાણ કર્યું હોત તો અત્યારે તે પૈસા 6 લાખ રૂપિયા કરતા વધારે થઇ ગયા હોય. આ પ્રકારે 50000 રૂપિયા 13 લાખ અને 1 લાખ રૂપિયાના 26 લાખ થઇ ચુક્યા હોત .
બોનસ શેર
બાલૂ ફોર્જ ઇન્ડસ્ટ્રીઝના શેરે બીએસઇ પર 52 અઠવાડીયાના ઉચ્ચ સ્તર 890 રૂપિયા 24 સપ્ટેમ્બર 2024 ના રોજ જોયું હતું. માત્ર 2 અઠવાડીયામાં શેરની કિંમત 7 ટકા ઉછળી છે. 6 મહિનામાં 164 ટકાનું રિટર્ન મળ્યું.
આ પણ વાંચો : Vijay Diwas : આજના દિવસે ભારતે બાંગ્લાદેશને કરાવ્યું હતું પાકિસ્તાનથી આઝાદ
BALU FORGE નું સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં નફો 32 કરોડ રૂપિયા
બીએસઇ હાલના ડેટા અનુસાર કંપનીનું જુલાઇ-સપ્ટેમ્બર 2024 ત્રિમાસિકમાં સ્ટેન્ડઅલોન રેવેન્યૂ 157.38 કરોડ રૂપિયા રહ્યું. બીજી તરફ શુદ્ધ નફો 31.92 કરોડ રૂપિયા નોંધાયો. વર્ષ 2023-24 માં રેવન્યું 388.08 કરોડ રૂપિયા અને શુદ્ધ નફો 67.15 કરોડ રૂપિયા રહ્યો હતો.
આ પણ વાંચો : IND vs AUS 3rd Test Day LIVE : ગાબા ટેસ્ટમાં ભારતની હાલત ખરાબ, 4 વિકેટ ધડામ, ઋષભ OUT