Money Rules Changing: 1 મેથી બદલાઇ જશે પૈસા સંબંધિત આ નિયમો
યસ બેંકના બચત ખાતાના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે
ICICI બેંકના નિયમો બદલાયા
ICICI બેંકે તેના બચત ખાતા સાથે સંબંધિત સર્વિસ ચાર્જના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ડેબિટ કાર્ડ માટે ગ્રાહકોએ ગ્રામીણ વિસ્તારોમાં 99 રૂપિયા અને શહેરી વિસ્તારોમાં 200 રૂપિયા વાર્ષિક ફી ચૂકવવી પડશે. હવે તમારે બેંકની 25 પેજની ચેકબુક માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. આ પછી તમારે 4 રૂપિયા પ્રતિ પેજની ફી ચૂકવવી પડશે. હવે IMPSની ટ્રાન્ઝેક્શનની રકમ પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. 2.50 થી રૂ. 15 વચ્ચે નક્કી કરવામાં આવી છે.
HDFC બેંકે વિશેષ FD સ્કીમની સમયમર્યાદા લંબાવી
HDFC બેંક, દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંકે વરિષ્ઠ નાગરિકોને ઓફર કરવામાં આવતી વિશેષ FD યોજના એટલે કે HDFC બેંક સિનિયર સિટીઝન કેર FD માટેની અંતિમ તારીખ 10 મે સુધી લંબાવી છે. આ યોજના હેઠળ, બેંક વરિષ્ઠ નાગરિકોને 0.75 ટકા વધુ વ્યાજ દર ઓફર કરે છે. આવી સ્થિતિમાં ગ્રાહકોને 5 થી 10 વર્ષ માટે FD સ્કીમ પર 7.75 ટકા વ્યાજ દરનો લાભ મળી રહ્યો છે. આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકો 5 કરોડ રૂપિયા સુધી જમા કરાવી શકે છે.
આ પણ વાંચો - Indian Jewelry Exports : વિદેશોમાં ભારતીય જ્વેલરીની માગ ઘટી, સામે આવ્યાં ચોંકાવનારા આંકડા
આ પણ વાંચો - Gold Rates: એક તોલા સોનાની કિંમત 1.68 લાખ સુધી પહોંચશે, ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે મોટી આગાહી
આ પણ વાંચો - Share Market : 4 દિવસના ઘટાડા બાદ શેરબજારમાં તેજી,Nifty 22000 ને પાર