Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mark Zuckerberg : માર્ક ઝુકરબર્ગે ભારતના કર્યા વખાણ, કહી આ મોટી વાત

વિશ્વના સૌથી અમીર લોકોમાંના એક અને ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગનું નામ એ પ્રભાવશાળી લોકોમાં સામેલ કરવામાં આવ્યું છે જેઓ ભારતને માન આપી ચૂક્યા છે. માર્ક ઝકરબર્ગ આ પહેલા પણ ભારતના વખાણ કરી ચૂક્યા છે. તાજેતરના કિસ્સામાં, તેમણે ભારતને વિશ્વ નેતા...
09:47 AM Sep 21, 2023 IST | Hiren Dave

વિશ્વના સૌથી અમીર લોકોમાંના એક અને ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગનું નામ એ પ્રભાવશાળી લોકોમાં સામેલ કરવામાં આવ્યું છે જેઓ ભારતને માન આપી ચૂક્યા છે. માર્ક ઝકરબર્ગ આ પહેલા પણ ભારતના વખાણ કરી ચૂક્યા છે. તાજેતરના કિસ્સામાં, તેમણે ભારતને વિશ્વ નેતા ગણાવ્યું. તેમણે કહ્યું કે ભારતના લોકો અને કંપનીઓ ટેકનોલોજી અપનાવવામાં સૌથી આગળ છે.

 

માર્ક વર્ચ્યુઅલ રીતે સંબોધન કરી રહ્યા હતા

મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે બુધવારે એક ઇવેન્ટમાં પેમેન્ટ સોલ્યુશન્સ અને અન્ય ઘણા ફીચર્સ લોન્ચ કર્યા. વોટ્સએપ અને ફેસબુક હવે મેટા કંપનીનો ભાગ છે, જેના સીઈઓ માર્ક ઝકરબર્ગ છે. તેઓ મુંબઈમાં આયોજિત વોટ્સએપ કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરી રહ્યા હતા. આ સંબોધન દરમિયાન તેમણે ભારતની પ્રશંસામાં ટિપ્પણીઓ કરી હતી.

 

કંપનીઓ માટે વેરિફિકેશન

આ પ્રસંગે WhatsAppએ PayU અને Razorpay સાથે હાથ મિલાવવાની જાહેરાત કરી હતી. આ સહયોગથી WhatsApp યુઝર્સને ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, UPI એપ વગેરે દ્વારા પેમેન્ટ કરવાની સુવિધા મળશે. આ સિવાય માર્ક ઝકરબર્ગે વ્હોટ્સએપ પર બિઝનેસ માટે વેરિફિકેશનની સુવિધા શરૂ કરી હતી. તેમણે કહ્યું કે ઘણી ભારતીય કંપનીઓ તેમની પાસેથી આવી સુવિધાની માંગ કરી રહી છે, જેથી ગ્રાહકો અસલી અને નકલી ઓળખી શકે.

 

વોટ્સએપનું નવું ફીચર 'ફ્લો'

આ કાર્યક્રમ દરમિયાન માર્ક ઝકરબર્ગે વોટ્સએપ ફ્લોઝ નામનું નવું ફીચર પણ રજૂ કર્યું હતું. આ ફીચર કંપનીઓને ચેટને કસ્ટમાઇઝ અને પર્સનલાઇઝ કરવાની મંજૂરી આપશે. ઝકરબર્ગે એક ઉદાહરણ આપીને આ ફીચર સમજાવ્યું. ધારો કે કોઈ બેંક છે, તો આ સુવિધા દ્વારા તે ગ્રાહકોને બેંક ખાતું ખોલવાની અથવા ચેટ દ્વારા જ તેની અન્ય કોઈપણ સેવાઓનો લાભ લેવાની સુવિધા પ્રદાન કરી શકે છે. એ જ રીતે, એરલાઇન્સ ટિકિટ બુક કરવાની સુવિધા આપી શકે છે. આમાં, ગ્રાહકો ચેટ છોડ્યા વિના સેવાનો લાભ લઈ શકશે.

 

આ બાબતોમાં ભારત સૌથી આગળ છે

તેમના સંબોધનમાં, Meta CEOએ ભારતે ડિજિટલ પેમેન્ટને કેવી રીતે અપનાવ્યું છે તેની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ભારતના લોકો અને ભારતીય કંપનીઓ ટેક્નોલોજી અપનાવવામાં સૌથી આગળ છે. લોકો અને કંપનીઓ વિવિધ કાર્યોને પૂર્ણ કરવા માટે મેસેજિંગનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે તેમાં પણ ભારત વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે.

 

આ પણ  વાંચો - AKASA AIR ના પાઇલોટે અચાનક એકસાથે રાજીનામું આપ્યું, શું એરલાઇન બંધ થવાના આરે છે?

 

Tags :
adopting messaging in businessbusinesses using WhatsAppmark zuckerbergMark Zuckerberg in IndiaMark Zuckerberg in Mumbaimessaging in businessMetaWhatsAppWhatsApp FlowsZuckerberg
Next Article