ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kotak Bank Share: કોટક બેંકના શેરમાં રોકાણ કરતા પહેલા આ જરુર વાંચજો, નહીંતર થઈ જશો...

Kotak Bank Share: તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંકે (RBI) કોટક મહિન્દ્ર બેંક (Kotak Mahindra Bank) વિરુદ્ધ નિયમોનું પાલન નહીં કરવાને લઈ મોટી કાર્યવાહી કરી હતી. આ તપાસને લઈ RBI એ કોટક બેંક (Kotak Bank) ને લઈ એક આદેશ જાહેર કર્યો હતો....
04:23 PM Apr 27, 2024 IST | Aviraj Bagda
Kotak Mahindra Bank, Share Market, RBI

Kotak Bank Share: તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંકે (RBI) કોટક મહિન્દ્ર બેંક (Kotak Mahindra Bank) વિરુદ્ધ નિયમોનું પાલન નહીં કરવાને લઈ મોટી કાર્યવાહી કરી હતી. આ તપાસને લઈ RBI એ કોટક બેંક (Kotak Bank) ને લઈ એક આદેશ જાહેર કર્યો હતો. તેમાં જાહેર કરવામાં આવ્યું હતું કે, કોટક બેંક (Kotak Bank) દ્વારા આપવામાં આવતા નવા ક્રેડિટ કાર્ડ (Cradit Card) પર રોક લગાવવામાં આવી હતી અને કહેવામાં આવ્યું કે, હવેથી નવા આ ક્રેડિક કાર્ડ (Cradit Card) ગ્રાહકને આપવામાં આવશે નહીં.

તો નિર્ણય બાદ બજારમાં Kotak Bank ને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. RBI એ જ્યારથી Kotak Bank વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે, ત્યારથી તેના શેરમાં મોટા પ્રમાણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. એક અહેવાલ અનુસાર અંદાજે બે દિવસની અંદર 13 ટકાનો શેરમાં ઘડાટો જોવા મળ્યો છે. તેને કારણે કોટક બેંકમાં રોકાણ કરેલા ગ્રાહકોને ભારે નાણાંકીય જોખમનો સામનો કરવો પડ્યો છે.

Kotak Bank Share

આ પણ વાંચો: PM Modi વિશે JP Morgan ચીફે કહી આ મોટી વાત, જાણો શું કહ્યું…

ટોચની બેંકની શ્રેણીમાંથી કોટક બેંકનું સ્થાન રહ્યું નથી

હાલમાં, Kotak Bank ના શેરની કિંમત 1614.70 રૂપિયા આંકવામાં આવી રહી છે. તો Kotak Bank ના સ્મોલ કેપમાં પણ 3.19 લાખનો ઘટાડો નોંધાયો છે. તો દિવસે અને દિવસે જે રીતે શેર બજાર (Share Market) માં Kotak Bank ને નુકસાની થઈ રહી છે, તેને કારણે દેશમાં સૌથી ટોચની બેંકની શ્રેણીમાંથી Kotak Bank નું સ્થાન રહ્યું નથી. RBI ની તપાસ પહેલા દેશની ચોથી સૌથી વિશ્વાસુ અને સધ્ધર બેંક Kotak Bank હતી, પણ તેના સ્થાન પર Axis Bank આવી ગઈ છે.

આ પણ વાંચો: Gujarat First ના Conclave માં વેપારીઓ સાથે વિશેષ ચર્ચા, Rajkot ના બિઝ્નેસમેનનો શું છે મિજાજ ?

અંદાજે કુલ 47000 કરોડ રુપિયાનું કોટક બેંકને નુકસાન

RBI ની તપાસ પહેલા 24 એપ્રિલના રોજ કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank) ની માર્કેટ કૈપિટલાઈઝેશન 3.66 લાખ કરોડ હતી. પરંતુ છેલ્લા બે દિવસની અંદર કિંમત ઘટીને 3.19 લાખ કરોડ નોંધાય છે. ત્યારે અંદાજે કુલ 47000 કરોડ રુપિયાનું Kotak Bank ને નુકસાન થયું છે. તો 25 એપ્રિલના રોજ Kotak Bank ના માર્કેટ કેપની કિંમતમાં 36 હજાર કરોડનો ઘટાડો નોંધાયો હતો.

આ પણ વાંચો: Go First Airlines Planes: દિલ્હી હાઈકોર્ટની તપાસમાં 54 વિમાનને અલવિદા કહેવું પડશે…!

Tags :
BankbuisnessCradit CardgujaratfirtKotak BankKotak Bank ShareKotak Mahindra BankRBIShare Priceshare-market
Next Article