Jio Home IoT Solutions તમારા ઘરને વધુ આધુનિક-બુદ્ધિશાળી બનાવશે
Jio TvOS ને તમારા વિશાળ ટીવી સ્ક્રીન માટે બનાવાયું છે
એક જ યુનિફાઈડ પ્લેટફોર્મ દ્વારા તેને નિયંત્રિત કરાય
860 લાઈવ ટીવી ચેનલ્સ સુધી પહોંચ પ્રાપ્ત થશે
કોલને રેકોર્ડ કરીને તેને Jio ક્લાઉડમાં સ્ટોર કરી શકે છે
આજે Jio હોમના તદ્દન નવા ફીચર્સ જણાવતા અમે રોમાંચ અનુભવી રહ્યા છીએ, જેનાથી તમારું ઘર વધુ કનેક્ટેડ, સુગમ અને પહેલા કરતાં વધુ સ્માર્ટ બનશે. Jio એ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ડિજિટલ હોમ સર્વિસની સિકલ બદલી નાંખી છે. હવે લાખો લોકો અલ્ટ્રાફાસ્ટ ઈન્ટરનેટ, સીમલેસ વીડિયો સ્ટ્રીમિંગ, અને ટોચની ઓટીટી એપ્લિકેશન્સનો આનંદ માણી રહ્યા છે, જે અમારા Jio બ્રોડબેન્ડને Jio સેટ ટોપ બોક્ષની તાકાતથી સજ્જ છે.-આકાશ અંબાણી
Jio TvOS ને તમારા વિશાળ ટીવી સ્ક્રીન માટે બનાવાયું છે
આજે અમે Jio TvOS ને પ્રસ્તુત કરતા રોમાંચિત છીએ, જે Jio STB માટે અમારી 100% હોમ-ગ્રોન ઓપરેટિંગ સિસ્ટમ છે. Jio TvOS ને તમારા વિશાળ ટીવી સ્ક્રીન માટે બનાવાયું છે, જે તમને ઝડપી, આરામદાયક અને વધુ પર્સનલાઈઝ અનુભૂતિ પ્રદાન કરશે. આ જાણે કસ્ટમ-મેડ એન્ટરટેઈન્મેન્ટ સિસ્ટમને ઘરે લઈ આવવા જેવી વાત છે. Jio TvOS અલ્ટ્રા એચડી 4કે વીડિયો, ડોલ્બી વિઝન અને ડોલ્બી એટોમ્સ જેવા અત્યાધુનિક હોમ એન્ટરટેઈન્મેન્ટ ફીચર્સને સપોર્ટ કરે છેઃ કિરણ થોમસ,પ્રેસિડેન્ટ, Reliance Jio
એક જ યુનિફાઈડ પ્લેટફોર્મ દ્વારા તેને નિયંત્રિત કરાય
Jio TvOS થી સંપૂર્ણ સજ્જ, Jio હોમ IoT સોલ્યુશન્સ, તમારા ઘરને વધુ બુદ્ધિશાળી તેમજ તમારી જરૂરિયાતોને પ્રતિસાદ આપનારું બનાવશે. અમારા મેટર-કમ્પ્લાયન્ટ સોલ્યુશન્સ, કે જે લેટેસ્ટ ઈન્ડસ્ટ્રી માપદંડો મુજબના છે, તેના દ્વારા Jio હોમ IoT સુનિશ્ચિત કરશે કે તમારા બધા સ્માર્ટ ડિવાઈસીસ એક સાથે મળીને સીમલેસ કામગીરી કરે અને એક જ યુનિફાઈડ પ્લેટફોર્મ દ્વારા તેને નિયંત્રિત કરાય: કિરણ થોમસ
આ પણ વાંચો: Jio Cloud Storage મળશે મફત, Google અને Microsoft થી મળશે રાહત
860 લાઈવ ટીવી ચેનલ્સ સુધી પહોંચ પ્રાપ્ત થશે
ચાલો, તો આપણે હવે Jioટીવી અને ડિજિટલ એન્ટરટેઈન્મેન્ટના ભવિષ્ય માટે આપણી પરિકલ્પના વિશે વાત કરીએ. Jioટીવી તમારું સઘળું હોમ એન્ટરટેઈન્મેન્ટ લઈને આવે છે- જેમાં લાઈવ ટીવી, ઓન-ડિમાન્ડ શો, અને એપ્સ- બધું સાથે મળીને એક જ ઉપયોગ-માં-સરળ પ્લેટફોર્મ પર આવે છે. Jio ટીવી સાથે, તમને 860 લાઈવ ટીવી ચેનલ્સ સુધી પહોંચ પ્રાપ્ત થશે,જેમાં અદભુત હાઈ ડેફિનિશનમાં તમામ અગ્રણી ચેનલ્સ, વત્તા એમેઝોન પ્રાઈમ વીડિયો,ડિઝની , અને હોટસ્ટાર જેવી એપ્સનું શ્રેષ્ઠ કન્ટેન્ટ- આ બધું એક જ સ્થળે મળશેઃ આકાશ અંબાણી
કોલને રેકોર્ડ કરીને તેને Jio ક્લાઉડમાં સ્ટોર કરી શકે છે
આજે અમે જેને વિકસાવી રહ્યા છીએ તે નવી સેવા વિશે વાત કરવાનો અમને ખૂબ આનંદ છે, જે એઆઈનો ઉપયોગ કરવાનું કોઈ ફોન કોલ કરવા જેટલું સરળ બનાવી દે છે. અમે આ સર્વિસને Jio ફોનકોલ એઆઈ કહીને બોલાવીએ છીએ, જેનાથી તમે દરેક ફોન કોલ સાથે એઆઈનો ઉપયોગ કરી શકશો. Jio ફોનકોલ એઆઈ કોઈ પણ કોલને રેકોર્ડ કરીને તેને Jio ક્લાઉડમાં સ્ટોર કરી શકે છે તેમજ આપમેળે તેને ટ્રાન્સક્રાઈબ કરી શકે છે, જેનો મતલબ એ થયો કે તે આ કોલને અવાજમાંથી લખાણ એટલે કે ટેક્સ્ટમાં રૂપાંતરિત કરી શકે છે. તે કોલની યાદી બનાવી શકે છે, અને તેનું અન્ય ભાષામાં ભાષાંતર પણ કરી શકે છેઃ આકાશ અંબાણી