રજિસ્ટર્ડ કસ્ટમર બેઝનો આંક 300 Million ગ્રાહકોના સીમાચિહ્નને સર કર્યો
200 શહેરોમાં આવેલા 220 મેટ્રો સ્ટોર્સ સહયોગ આપે છે
ગ્રાહકોની વૈવિધ્યપૂર્ણ ફેશન જરૂરીયાતો પૂરી કરવામાં મદદ કરે છે
બિગ-બૉક્સ રિલાયન્સ ડિજિટલ ફોર્મેટનું વિસ્તારણ કર્યું છે
Reliance Retail's Food : મજબૂત નફાની વૃદ્ધિની અમારી ધરી પર આગળ વધતા, અમે YoY 28.4% ની વૃદ્ધિ સાથે 23,082 કરોડનો (US$2.8 બિલિયન) EBITDA અને YoY 21% ની વૃદ્ધિ સાથે 11,101 કરોડનો (US$ 1.3 બિલિયન) ચોખ્ખો નફો નોંધાવ્યો છે. EBITDA માર્જિન, 8.5% રહીને સુધારો દર્શાવવાનું ચાલુ રાખતા YoY 70 બીપીએસ વધ્યો છે. અમારા સ્ટોર્સમાં એક બિલિયનથી વધુ ફૂટ ફોલ્સ જોવા મળ્યા છે, અને અમારી ચેનલ્સમાં 1.25 બિલિયનથી પણ વધુ ટ્રાન્ઝેક્શન્સ નોંધાયા છે. રજિસ્ટર્ડ કસ્ટમર બેઝનો આંક 300 Million ગ્રાહકોના સીમાચિહ્નને સર કરી ગયો છે, જે લગભગ અમેરિકાની વસતિ જેટલો છે.
200 શહેરોમાં આવેલા 220 મેટ્રો સ્ટોર્સ સહયોગ આપે છે
ગ્રોસરીમાં અમે માત્ર સૌથી મોટા જ નહીં પરંતુ સૌથી ઝડપી વિકાસ પામનાર રિટેલર્સ પણ છીએ, જે બાકીના આધુનિક વેપારની વૃધ્ધિની તુલનામાં 2.5 ગણી ઝડપે વિસ્તરણ પામે છે. અમારી વૃદ્ધિનું મુખ્ય કારણ એ છે કે અમે નાના નગરો પર ધ્યાન કેન્દ્રિત કરીરહ્યા છીએ, જ્યાં અમારા બે તૃતિયાંશ નવા સ્ટોર્સ ખુલી રહ્યાં છે. મેટ્રો ઇન્ડિયા કેશ એન્ડ કેરીના હસ્તાંતરણ સાથે, અમે અમારા કિરાણા અને HoReCa સહયોગીઓને વિશાળ શ્રેણી પૂરી પાડીને અમારી ઓમ્ની ચેનલ ક્ષમતાને સુદૃઢ કરી છે. અમને ખુશી છે કે અમારા ન્યૂ કોમર્સ બિઝનેસમાં 4 Million કિરાણા સહયોગી નોંધાયેલા છે, જેમને 200 શહેરોમાં આવેલા 220 મેટ્રો સ્ટોર્સ સહયોગ આપે છે.
અમારા Consumer બ્રાન્ડ્સ વ્યવસાયમાં, સમગ્ર ભારતમાં વધારે વપરાશને પ્રોત્સાહન આપવા ઉચ્ચ-ગુણવત્તા ધરાવતા ઉત્પાદનોને કિફાયતી કિમતે તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. અમે ઘણી લોકપ્રિય બ્રાન્ડ્સ જેમ કે કેમ્પા, લોટસ ચોકોલેટ્સ અને સોસ્યો ફરીથી રજૂ કરી છે. આ તમામ બ્રાન્ડ્સને મળેલી શરૂઆતી સફળતા અમને વિશ્વાસ અપાવે છે કે અમે યોગ્ય રાહ પર છીએ.
આ પણ વાંચો: Jio Home IoT Solutions તમારા ઘરને વધુ આધુનિક-બુદ્ધિશાળી બનાવશે
ગ્રાહકોની વૈવિધ્યપૂર્ણ ફેશન જરૂરીયાતો પૂરી કરવામાં મદદ કરે છે
ફેશન અને લાઇસ્ટાઇલમાં, અમારું ડિઝાઇનિંગ અને કપડાંની ખરીદીથી માંડીને લોજિસ્ટીક્સ અને વિતરણ સુધીનું વર્ટીકલ ઇન્ટીગ્રેટેડ ઓપરેશન ટ્રેન્ડ સેટ કરવામાં અને સમગ્ર દેશના અમારા ગ્રાહકોની વૈવિધ્યપૂર્ણ ફેશન જરૂરીયાતો પૂરી કરવામાં મદદ કરે છે. અમે ભારતમાં એકમાત્ર ફેશન પ્લેયર છીએ જેની માસ માર્કેટથી માંડીને પ્રિમિયમ અને લક્ઝરી સેગમેન્ટ્સ સુધીના આવકના પિરામીડના દરેક સેગમેન્ટમાં નોંધપાત્ર હાજરી છે. Consumer Electronicsમાં વ્યક્તિગત ગ્રાહક અનુભવો પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અને અનુરૂપ ઉકેલો આપવાને કારણે અમે માર્કેટલીડર રહીએ છીએ. અમારા માટે મુખ્ય તફાવત એ છે કે અમારી ઇન-હાઉસસર્વિસ કંપની, resQ દ્વારા પ્રદાન કરવામાં આવતી ઉચ્ચગુણવત્તાયુક્ત વેચાણ અને વેચાણ પછીની સેવા.
બિગ-બૉક્સ રિલાયન્સ ડિજિટલ ફોર્મેટનું વિસ્તારણ કર્યું છે
અમે સમગ્ર ભારતમાં Electronics માટેની અમારી ઑન-ડિમાન્ડ સેવાઓને ઝડપથી વિસ્તારી છે અને નવીનતમ મોબાઇલ અને લેપટોપ માટે નવા, ઉત્પાદકતા-કેન્દ્રિત ફોર્મેટની સાથે અમારા બિગ-બૉક્સ રિલાયન્સ ડિજિટલ ફોર્મેટનું વિસ્તારણ કર્યું છે. બ્યુટીમાં, અમે ટીરા, સેફોરા, કિકો મિલાનો અને બ્લશલેસ જેવા મલ્ટીપલ ફોર્મેટ્સમાં ઓમ્ની-ચેનલ સ્ટ્રેટેજી દ્વારા અમારી હાજરી મજબૂત બનાવી રહ્યા છીએ. અમે અમારા વર્તમાન ફોર્મેટ્સ – ગ્રોસરી, ફેશન, અને ફાર્મા – ઓનલાઇન અને ઓફલાઇન એમ બંનેમાં અમારા બ્યુટી અને પર્સનલ કેર ઓફરીંગ્સ વધારી રહ્યાં છીએ. ઇનસાઇટ કોસ્મેટીક્સમાં અમારું રોકાણ અમને અમારા પોતાના બ્રાન્ડ પોર્ટફોલિયોનું નિર્માણ કરવા સક્ષમ બનાવે છે.
આ પણ વાંચો: Jio Cloud Storage મળશે મફત, Google અને Microsoft થી મળશે રાહત