Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gita Gopinath એ કર્યો દાવો, 2027 સુધીમાં ભારત વિકસિત દેશ બનશે

IMF એ પણ જીડીપી અંદાજ 6.8 ટકાથી વધારીને 7 ટકા કર્યો વિકસિત India માત્ર એક શબ્દ નથી, તે એક સ્વપ્ન છે દરેક દેશવાસી પોતાના સપના વિશે જણાવે છે IMF's Gita Gopinath: આંતરરાષ્ટ્રીય મોનેટરી ફંડની ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર Gita Gopinath...
gita gopinath એ કર્યો દાવો  2027 સુધીમાં ભારત વિકસિત દેશ બનશે
Advertisement
  • IMF એ પણ જીડીપી અંદાજ 6.8 ટકાથી વધારીને 7 ટકા કર્યો

  • વિકસિત India માત્ર એક શબ્દ નથી, તે એક સ્વપ્ન છે

  • દરેક દેશવાસી પોતાના સપના વિશે જણાવે છે

IMF's Gita Gopinath: આંતરરાષ્ટ્રીય મોનેટરી ફંડની ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર Gita Gopinath એ મોટો ખુલાસો કર્યો છે. Gita Gopinath એ 2027 સુધી India ને દુનિયામાં 3 સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા અંગે દાવો કર્યો છે. Gita Gopinath એ India ના આર્થિક વિકાસમાં બહોળો ઉછાળો નોંધ્યો છે. જોકે હાલ, India વિશ્વની સૌથી વિકસિત આર્થિક વ્યવસ્થા ધરાવતા દેશની શ્રેણીમાં 5 મું સ્થાન ધરાવે છે. કારણ કે... India ની ડિજિટલ ક્ષેત્રમાં સુધારો આવ્યો છે.

IMF એ પણ જીડીપી અંદાજ 6.8 ટકાથી વધારીને 7 ટકા કર્યો

એક અહેવાલ અનુસાર Gita Gopinath એ મીડિયા સાથે વાર્તાલાપ કરતા India ની અર્થવ્યવસ્થા અપેક્ષા કરતા વધુ સારી પ્રગતિ જોવા મળી છે. જે દેશની અર્થવ્યવસ્થા માટે આ સારા સંકેતો છે. આ વખતે દેશમાં ચોમાસું પણ સારું રહ્યું છે. આવી પરિસ્થિતિમાં કૃષિ આવકમાં પણ વધારો જોવા મળી શકે છે. ગીતાએ આ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વતંત્રતા દિવસના ભાષણ પછી કહી હતી. ગઈ કાલે લાલ કિલ્લા પરથી ભાષણ આપતાં પીએમ મોદીએ કહ્યું હતું કે વિકસિત India કોઈ સ્લોગન નથી, તેની પાછળ દેશવાસીઓની મહેનત છે. એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા India ની જીડીપી 7 ટકા રાખવામાં આવી છે. IMF એ પણ જીડીપી અંદાજ 6.8 ટકાથી વધારીને 7 ટકા કર્યો છે.

Advertisement

આ પણ વાંચો: વર્ષ 2022 માં દરરોજ સરેરાશ આશરે 86 Rape Case નોંધાયા: NCRB

Advertisement

વિકસિત India માત્ર એક શબ્દ નથી, તે એક સ્વપ્ન છે

જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ ભાષણમાં India ના વિકાસને લઈને પોતાના વિચારો જાહેર કર્યા હતાં. તેમણે કહ્યું કે 2047 સુધીમાં વિકસિત India માત્ર એક શબ્દ નથી, તે એક સ્વપ્ન છે. આ સપનું પૂરું કરવા માટે સખત મહેનત કરવામાં આવી રહી છે. દેશના વિવિધ વિભાગો પાસેથી સૂચનો માંગવામાં આવી રહ્યા છે. આ ખુશીની વાત છે કે દેશવાસીઓ પણ વિકાસના આ સપનાને સાકાર કરવામાં પોતાનું સંપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.

દરેક દેશવાસી પોતાના સપના વિશે જણાવે છે

અત્યાર સુધી સોશિયલ મીડિયા દ્વારા અસંખ્ય સૂચનો આવ્યા છે. દરેક દેશવાસી પોતાના સપના વિશે જણાવે છે. આ સૂચનમાં સરકાર પોતાના મુહિતમાં પ્રતિબિંહ કરે છે. વર્ષ 2047 માં જ્યારે દેશ આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે, ત્યારે દરેક વર્ગના લોકો પછી ભલે તે આદિવાસી હોય, દલિત હોય, પહાડી હોય, વનવાસી હોય, વૃદ્ધો હોય, યુવાનો હોય, મહિલાઓ હોય કે અન્ય કોઈ હોય, તેઓ વધુ ગર્વ અનુભવશે.

આ પણ વાંચો: કોલકાતા બાદ હવે આ શહેરમાં હિંસા ભડકી,કલમ 144 લાગૂ, જાણો શું છે કારણ ?

Tags :
Advertisement

Trending News

.

×