Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gold Tea: શું છે રૂ.1 લાખની ચાના કપનું રહસ્ય, ક્યાં મળે છે આ સોનાની કડક ચા?

ચાને 24 કેરેટ સોનાના પાનથી શણગારેલા શુદ્ધ ચાંદીના કપમાં પીરસવામાં આવે છે
gold tea  શું છે રૂ 1 લાખની ચાના કપનું રહસ્ય  ક્યાં મળે છે આ સોનાની કડક ચા
Advertisement
  • ભારતીય મૂળની સુચેતા શર્મા દુબઈમાં બોહો કેફેમાં ગોલ્ડ કડક (Gold Tea) ચા વેચે છે
  • ગોલ્ડ કડક ચાના એક કપની કિંમત 1 લાખ રૂપિયાથી વધુ છે
  • આ ચા સાથે ગોલ્ડ ડેકોરેટેડ ક્રોસન્ટ્સ અને ચાંદીના વાસણો પણ ઉપલબ્ધ છે

ભારતીય મૂળની સુચેતા શર્મા દુબઈ (Dubai)માં બોહો કેફેમાં ગોલ્ડ કડક (Gold Tea) ચા વેચે છે. ગોલ્ડ કડક ચાના એક કપની કિંમત 1 લાખ રૂપિયાથી વધુ છે. આ ચા સાથે ગોલ્ડ ડેકોરેટેડ ક્રોસન્ટ્સ અને ચાંદીના વાસણો પણ ઉપલબ્ધ છે. તમે આને ઘરે લઈ જઈ શકો છો. કાફે મેનુ પર સસ્તું ભારતીય સ્ટ્રીટ ફૂડ પણ ઓફર કરાય છે.

ભારતીય મૂળની સુચેતા શર્માના કાફેને દુબઈ (Dubai)માં ઓછા સમય ખ્ચાતિ મળી

ભારતીય મૂળની સુચેતા શર્માના કાફેને દુબઈ (Dubai)માં ઓછા સમય ખ્ચાતિ મળી છે. 'ગોલ્ડ કડક ચા' (Gold Tea) તેમના કેફેમાં 5000 AED એટલે કે અંદાજે રૂ. 1.14 લાખમાં ઉપલબ્ધ છે. આ કાફે DIFC ના અમીરાત ફાઇનાન્સિયલ ટાવર્સમાં બોહો નામથી ખોલવામાં આવ્યો છે. આ ચા 24 કેરેટ ગોલ્ડ લીફથી શણગારેલા ચાંદીના કપમાં પીરસવામાં આવે છે. આ કાફે ચા પ્રેમીઓમાં ચર્ચાનો વિષય બની રહે છે. સામાન્ય રીતે એક કપ મસાલા ચાની કિંમત 10 થી 500 રૂપિયા હોય છે. પરંતુ, દુબઈમાં લોકો ગોલ્ડ કડક ચા માટે એક લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરી રહ્યા છે.

Advertisement

ચાને 24 કેરેટ સોનાના પાનથી શણગારેલા શુદ્ધ ચાંદીના કપમાં પીરસવામાં આવે છે

સુચેતા શર્મા દુબઈ (Dubai) સ્થિત ભારતીય ઉદ્યોગસાહસિક છે. તેણે હાલમાં જ બોહો નામનું કેફે ખોલ્યું છે. આ કેફે તેના અનોખા અને મોંઘા મેનૂ માટે ચર્ચામાં છે. આમાં સૌથી વધુ ચર્ચિત વસ્તુ 'ગોલ્ડ કડક ચા' (Gold Tea) છે. આ ચાની કિંમત 5000 AED છે, જે ભારતીય ચલણમાં અંદાજે 1.14 લાખ રૂપિયા છે. ચાને 24 કેરેટ સોનાના પાનથી શણગારેલા શુદ્ધ ચાંદીના કપમાં પીરસવામાં આવે છે.

Advertisement

તમે કપને ઘરે લઈ જઈ શકો છો

બોહો કાફે બે પ્રકારના મેનુ ઓફર કરે છે. એક સામાન્ય લોકો માટે સસ્તું ભારતીય સ્ટ્રીટ ફૂડ અને સમૃદ્ધ લોકો માટે લક્ઝરી આઇટમ. સુચેતા જેઓ લક્ઝરી શોધી રહ્યા છે તેમના માટે કંઈક ખાસ બનાવવા માંગતી હતી. તે સામાન્ય લોકોની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવા માંગતી હતી. બોહોમાં સૌથી ખાસ છે ગોલ્ડ કડક ચા (Gold Tea). તેની કિંમત એક લાખ રૂપિયાથી વધુ છે. આ સાથે તમને સોનાથી શણગારેલા ક્રોઈસન્ટ્સ અને ચાંદીના વાસણો પણ મળે છે. તમે આને તમારી સાથે સંભારણું તરીકે રાખી શકો છો. કોફી પ્રેમીઓ માટે, ગોલ્ડ કોફી પણ કાફેમાં સમાન કિંમતે ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: ભારતની તિજોરીઓ ખાલીખમ હોવા છતા મનમોહન સિંહે દેશ ચાલાવ્યો

કાફેમાં વિવિધ વિકલ્પ ઉપલબ્ધ છે

અહેવાલો પ્રમાણે, જો તમે વધારે ખર્ચ કર્યા વિના સોનાનો સ્વાદ ચાખવા માંગો છો, તો તમે 150 AED (લગભગ રૂ. 3,500)માં સિલ્વર કપ વિના ગોલ્ડ ચા (Gold Tea) મેળવી શકો છો. કાફેની અન્ય લક્ઝરી વસ્તુઓમાં ગોલ્ડ વોટર, ગોલ્ડ બર્ગર (વેજ અને ચીઝના વિકલ્પો સાથે) અને ગોલ્ડ આઈસ્ક્રીમનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Abhishek Bachchan ને SBI દર મહિને આપે છે 19 લાખ રૂપિયા, જાણો કેમ?

Tags :
Advertisement

Related News

featured-img
બિઝનેસ

હોળી પર દારૂના મોટા કૌભાંડનો પર્દાફાશ, ભ્રષ્ટાચારના મળ્યા પુરાવા

featured-img
બિઝનેસ

Share market: સતત ત્રીજા દિવસે શેરબજાર લાલ નિશાનમાં બંધ,સેન્સેક્સ 200 પોઈન્ટ તૂટયો

featured-img
બિઝનેસ

Gold Price Today: હોળીના દિવસે સોનાના ભાવમાં ઉછાળો...જાણો નવો ભાવ!

featured-img
Top News

Starlink : પહેલા સ્વાગત કર્યું અને પછી પોસ્ટ ડિલીટ કરી, સ્ટારલિંકની એન્ટ્રી પર આટલી મૂંઝવણ?

featured-img
બિઝનેસ

Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, જાણો કેટલો થયો વધારો

featured-img
બિઝનેસ

Retail Inflation Rate Decreased :છૂટક ફુગાવાના દરમાં ઘટાડો, 6 મહિનામાં પહેલી વાર 4%થી નીચે

×

Live Tv

Trending News

.

×