Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gold Rate : સોનાના ભાવમાં તેજી,જાણો 10 ગ્રામનો ભાવ કેટલો થયો

Gold Rate  : સોનાના ભાવમાં (Gold Rate) ઐતિહાસિક સ્તરે પહોંચી છે ત્યારે બુલિયન માર્કેટમાં જોરદાર ખરીદીને કારણે સોનાની કિંમત 67,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 2172...
gold rate   સોનાના ભાવમાં તેજી જાણો 10 ગ્રામનો ભાવ કેટલો થયો

Gold Rate  : સોનાના ભાવમાં (Gold Rate) ઐતિહાસિક સ્તરે પહોંચી છે ત્યારે બુલિયન માર્કેટમાં જોરદાર ખરીદીને કારણે સોનાની કિંમત 67,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 2172 ડોલર પ્રતિ ઔંસના ઐતિહાસિક ઉચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે, જેના કારણે સ્થાનિક બુલિયન માર્કેટમાં પણ સોનાના ભાવમાં વધારો થયો છે.

Advertisement

સોનું રેકોર્ડ ઊંચાઈ પર

Advertisement

છેલ્લા 18 દિવસમાં સોનાના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે. ફેબ્રુઆરી 2024ના ચોથા અઠવાડિયામાં સોનું 62,000 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું. પરંતુ તે સ્તરથી સરાફા બજારમાં સોનાની કિંમત 5000 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો છે અને હવે કિંમત 67,000 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહી છે. ચેન્નાઈમાં સોનાની કિંમત 67,000 રૂપિયાથી ઉપર છે જ્યારે દિલ્હીમાં કિંમત 66,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે.

Advertisement

સોનાની કિંમત 70,000 રૂપિયાને પાર કરે તેવી શક્યતા

સોનાની કિંમતમાં સતત વધારો અટકવાનો નથી, બજારના નિષ્ણાતોનું કહેવું છે કે, '2024માં સોનું 70,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચને પાર કરી શકે છે.'

સોનાના ભાવ કેમ વધી રહ્યા છે?

તાજેતરના સમયમાં વિશ્વભરની કેન્દ્રીય બેંકો સ્થાનિક ચલણને મજબૂત કરવા માટે સોનાની ખરીદી કરી રહી છે. કેન્દ્રીય બેંકો દ્વારા ખરીદીને કારણે માંગમાં વધારો થયો છે જેના કારણે સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તેના ઉપર, યુએસ સેન્ટ્રલ બેંક વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે, જેનો તેણે પહેલેથી જ સંકેત આપ્યો છે. વ્યાજદરમાં ઘટાડાથી ડોલર સસ્તો થશે જેના કારણે સોનાના ભાવમાં વધારો થશે. આ સંભાવનાને કારણે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ફેડરલ રિઝર્વ બેંકના ચેરમેન જેરોમ પોવેલે ગયા અઠવાડિયે ફરી સંકેત આપ્યો હતો કે યુએસ સેન્ટ્રલ બેંક આ વર્ષે વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે. તેમણે કહ્યું કે સેન્ટ્રલ બેંકનો ઉદ્દેશ્ય વધુ રોજગારીનું સર્જન કરવાનો અને અમેરિકન નાગરિકો માટે કિંમતોમાં સ્થિરતા લાવવાનો છે જેથી લોકોને મોંઘવારીમાંથી રાહત મળી શકે.

આ  પણ  વાંચો  - Electoral Bonds : SBI એ માહિતી આપવા માટે વધુ સમય માંગ્યો, SC એ કહ્યું- વિગતો આપવામાં 4 મહિના કેમ લાગશે?

આ  પણ  વાંચો  - Electoral Bonds પર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, SBI ની અરજી ફગાવી, 12 માર્ચ સુધીમાં ડેટા આપવા કહ્યું…

આ  પણ  વાંચો  - Threat : 12 માર્ચ સુધીમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં થઇ શકે છે કંઇક મોટું, તપાસ એજન્સીઓ દોડતી થઇ…

Tags :
Advertisement

.