Gold નો ભાવ 1 લાખને કરી જશે પાર,જાણો આજનો ભાવ
- સોનાનો ભાવ રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે
- કિંમત ટૂંક સમયમાં 1 લાખને પાર કરશે
- સેન્ટ્રલ બેંકો સોનાની ભારે ખરીદી કરી
Gold Rate :સોનાના ભાવમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી સોનાના (Gold Rate Today)ભાવ સતત વધી રહ્યા છે અને હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં 10 ગ્રામ સોનું 1 લાખ રૂપિયાનો આંકડો પણ પાર કરી શકે છે. આજે, 20 માર્ચ 2025ના રોજ સોનું 90,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે, જેથી રોકાણકારો અને સામાન્ય લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.
મળતી માહિતી અનુસાર ગાઝામાં ચાલી રહેલા ઇઝરાયેલના હુમલાને કારણે વિશ્વભરમાં તણાવની સ્થિતિ ફરીથી વધવા પામી છે. આવી પરિસ્થિતિમાં ઈન્વેસ્ટરો સોનાને સૌથી સુરક્ષિત ઈનવેસ્ટમેન્ટ માની રહ્યા છે, જેના કારણે તેની માંગમાં વધારો થયો છે અને ભાવ સાતમાં આસમાને પહોંચી ગયો છે.
આ પણ વાંચો -Share Market માં શાનદાર રિકવરી, સેન્સેક્સમાં 900 નિફ્ટીમાં 283 પોઈન્ટનો ઉછાળો
જાણો, તમારા શહેરનો આજનો સોનાનો ભાવ
દિલ્હી | 90,600 રુપિયા | 81,203 રુપિયા |
મુંબઈ | 90,450 રુપિયા | 81,203 રુપિયા |
ચેન્નાઈ | 90,450 રુપિયા | 81, 203 રુપિયા |
પુણે | 90,450 રુપિયા | 82,910 રુપિયા |
વારાસણી | 90,600 રુપિયા | 83,060 રુપિયા |
અમદાવાદ | 91,175 રુપિયા | 83,150 રુપિયા |
આ પણ વાંચો -Gaming Industry : ભારતમાં અબજો રૂપિયાનો ગેમિંગ ઉદ્યોગ થશે, જાણો કોને થશે ફાયદો
ચાંદીના ભાવમાં પણ વધારો
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીનો બેન્ચમાર્ક કોન્ટ્રાક્ટ આજે વધારા સાથે ખુલ્યો હતો. સોનાની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. આજે ચાંદીનો ભાવ 1,05,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.સોનાના ભાવમાં થઈ રહેલા સતત વધારો રોકાણકારો માટે એક સારો સંકેત હોઈ શકે છે, પરંતુ સામાન્ય લોકો માટે તે ચિંતાનો વિષય છે. એક્સપર્ટનું માનવું છે કે જો વૈશ્વિક પરિસ્થિતિમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તો સોનાનો ભાવ હજુ પણ વધી શકે છે.
આ પણ વાંચો-UPI : વેપારીઓની બલ્લે બલ્લે! હવે UPIથી પેમેન્ટ લેશો તો મળશે વધુ પૈસા
આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિતિ
આંતરરાષ્ટ્રીય બજારોમાં, હાજર સોનાનો ભાવ વધીને $3,039.22 પ્રતિ ઔંસ થયો. કોમોડિટી બજારના નિષ્ણાતો કહે છે કે જો વર્તમાન ભૂ-રાજકીય તણાવ અને ફુગાવો ચાલુ રહેશે તો 2025 ના અંત સુધીમાં સોનું પ્રતિ ઔંસ $4,000 સુધી પહોંચી શકે છે. જોકે, જો વૈશ્વિક અર્થતંત્રમાં સુધારો થાય તો સોનામાં રોકાણકારોનો સેન્ટિમેન્ટ પણ નબળો પડી શકે છે.