Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gold Price: સોનાની કિંમતમાં વધારો થવાના 5 મહત્વના અને તાર્કિક કારણો

સોનાનો ભાવ વધે કે ઘટે તેની નોંધ વૈશ્વિક સ્તરે લેવાઈ રહી છે. આ વર્ષે સોનાની કિંમત લગભગ 25 ટકા જેટલી વધી ગઈ છે. Gold Price ના વધારા માટે અમે આપને જણાવીશું 5 મહત્વના અને તાર્કિક કારણો. વાંચો વિગતવાર.
gold price  સોનાની કિંમતમાં વધારો થવાના 5 મહત્વના અને તાર્કિક કારણો
Advertisement
  • વૈશ્વિક તણાવગ્રસ્ત અને અર્થ વ્યવસ્થા ડગમગે ત્યારે સોનાની કિંમત વધે
  • ફુગાવો વધે અને મધ્યસ્થ બેંકો સોનાની ખરીદીમાં વધારો કરે ત્યારે
  • ડોલરની નરમાઈ પણ સોનાની કિંમતના વધારાનું મુખ્ય કારણ છે

Gold Price: આ વર્ષે સોનાની કિંમત લગભગ 25 ટકા અને છેલ્લા 5 વર્ષમાં 110 ટકા વધારો થયો છે. દિલ્હી બુલિયન બજારમાં સોનાનો ભાવ 98,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નવી ટોચે પહોંચ્યો છે. તેવી જ રીતે, MCX પર તેની કિંમત ₹ 95,239 પર પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સોનાનો ભાવ પ્રતિ ઔંસ $3350 થી ઉપર પહોંચી ગયો છે. જો કે સોનાની કિંમત વધે તેની પાછળ કેટલાક મહત્વના અને તાર્કિક કારણો છે. જેમાંથી સૌથી અગત્યના 5 કારણો આ મુજબ છે.

કારણઃ1: વૈશ્વિક તણાવગ્રસ્ત પરિસ્થિતિ

દુનિયાના ઈતિહાસમાં જ્યારે પણ કોઈ ઈમરજન્સી સીચ્યુએશન કે તણાવગ્રસ્ત પરિસ્થિતિ પેદા થાય ત્યારે Gold Price વધ્યા છે. અત્યારે રશિયા-યુક્રેન સિવાય મધ્ય-પૂર્વ વિશ્વમાં પણ તણાવ સર્જાયેલો છે. જ્યારે ઈમરજન્સી સીચ્યુએશનમાં લોકો સોનામાં ઈન્વેસ્ટમેન્ટ સેફ ગણતા હોય છે. તેથી સોનાની ખરીદી વધે છે અને તેની કિંમત વધે છે.

Advertisement

કારણઃ2: અર્થવ્યવસ્થા ડગમગી જાય ત્યારે

દુનિયામાં રહેલ મહાસત્તાઓની અર્થવ્યવસ્થા જ્યારે પણ ડગુમગુ થાય ત્યારે સોનાના ભાવમાં વધારો જોવા મળે છે. દેશ હોય કે જનતા મંદીથી બચવા માટે સોનાનો સહારો લે છે. અર્થવ્યવસ્થા કથળે ત્યારે મંદીના એંધાણ વર્તાય છે. આવા સમયે રોકાણકારો, મહાસત્તાઓ અને નાગરિકો પોતાની બચતને સોનામાં ઈન્વેસ્ટ કરે છે. તેથી જ્યારે પણ અમેરિકા, ચીન, જર્મની અને જાપાન જેવી મહાસત્તાઓની અર્થવ્યવસ્થા ડગમગે ત્યારે Gold Price વધી જાય છે.

Advertisement

કારણઃ3: ફુગાવો વધે ત્યારે

અત્યારે સમગ્ર વિશ્વમાં ટ્રમ્પનો ટેરિફ ટેરર પ્રવર્તમાન છે. આ ટેરિફ ટેરરને લીધે વિશ્વભરમાં ફુગાવો વધી રહ્યો છે. હવે અર્થશાસ્ત્રીઓના મતે સોનુ એ ફુગાવા સામે રક્ષણ આપતો શ્રેષ્ઠ વિકલ્પ છે. તેથી જ અર્થશાસ્ત્રીઓ, મની મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂશન્સ કે અગ્રણી ઈકોનોમિસ્ટ ફુગાવો વધે ત્યારે સોનુ ખરીદી લેવાની સલાહ આપે છે. આ સલાહને પરિણામે સોનાની ખરીદીમાં ઉછાળો જોવા મળે છે અને સોનાની કિંમત વધે છે.

આ પણ વાંચોઃ GST Registration: હવે માત્ર 7 દિવસમાં મળશે GST Number, નાણા મંત્રાલયે બહાર પાડી નવી Guidelines

કારણઃ4: મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની ખરીદી

સમગ્ર વિશ્વભરની મધ્યસ્થ બેંકો જ્યારે સોનાની ખરીદીમાં વધારો કરે ત્યારે સોનાની કિંમતોમાં વધારો જોવા મળે છે. આ મધ્યસ્થ બેંકો યુએસ ડોલર્સની નિર્ભરતા ઘટાડવા સોનાની ખરીદી કરે છે. મધ્યસ્થ બેંકો જ્યારે સોનાની ખરીદી વધુ કરે ત્યારે Gold Price માં ઉછાળો આવે છે. અત્યારે ચીન, તુર્કી, પોલેન્ડ અને ભારત જેવા દેશોની મધ્યસ્થ બેંકો મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરી રહી છે.

કારણઃ5: ડોલરમાં નરમાઈ જોવા મળે ત્યારે

એક સામાન્ય તર્ક અનુસાર જ્યારે જ્યારે ડોલરમાં નરમાઈ જોવા મળે છે ત્યારે ત્યારે Gold Price વધી જાય છે. અત્યારે ડોલર માત્ર અમેરિકા જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને અસરકર્તા છે. ડોલરમાં નરમાઈ જોવા મળે ત્યારે વિદેશીઓ માટે સોનુ ખરીદવું સરળ થઈ જાય છે. તેથી છેલ્લા 100 વર્ષમાં જ્યારે જ્યારે ડોલરમાં નરમાઈ જોવા મળે ત્યારે સોનાની કિંમતમાં વધારો જોવા મળે છે.

આ પણ વાંચોઃ  Gold ની જેમ આ વસ્તુના વધશે ભાવ,વેદાંતના અનિલ અગ્રવાલે આપ્યા સંકેત

Tags :
Advertisement

Related News

featured-img
બિઝનેસ

Iran-Israel War : અદાણીની સંપત્તિમાં છેલ્લા 24 કલાકમાં જ 10 હજાર કરોડથી વધુ રુપિયાનો થયો ઘટાડો

featured-img
બિઝનેસ

Share Market : અઠવાડિયાના છેલ્લા દિવસે શેરબજારમાં ધમાલ,રોકાણકારો બન્યા માલામાલ

featured-img
બિઝનેસ

Stock Market Opening : આજે શેરમાર્કેટ ગ્રીનઝોનમાં ખુલ્યુ, સેન્સેક્સમાં જોવા મળ્યો 200 પોઈન્ટનો વધારો

featured-img
બિઝનેસ

Israel Iran War: ઇરાન અને ઇઝરાયલના યુધ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો!

featured-img
બિઝનેસ

Israel-Iran Conflict: ભારતમાં પણ તણાવ વધ્યો, લગભગ 4771 કરોડ રૂપિયા દાવ પર

featured-img
Top News

Share Market :સતત ત્રીજા દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ,આ બે શેરમાં તેજી

×

Live Tv

Trending News

.

×