Go First Airlines Planes: દિલ્હી હાઈકોર્ટની તપાસમાં 54 વિમાનને અલવિદા કહેવું પડશે...!
Go First Airlines Planes: ગો ફર્સ્ટ એયરલાઈન (Go First Airlines) ની કફોડી હાલતમાં વધુ એક મુશ્કેલીનું આભ તૂટી પડ્યું છે. દિલ્હી હાઈકોર્ટે Go First Airlines ને લઈ મોટા આદેશ જાહેર કર્યો છે. દિલ્હી હાઈકોર્ટે એક સુનાવણી દરમિયાન Go First Airlines ને લઈ નાગરિક હવાઈ મહાનિર્દેશાલય (DGCA) ને 5 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
Go First Airlines ને વધુ એક ઝટકો
કોર્ટે DGCA ને 5 દિવસનું અલ્ટીમેટમ આપ્યું
વિવિધ કંપનીઓએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો
એક અહેવાલ અનુસાર, દિલ્હી હાઈકોર્ટે Go First Airlines ના કુલ 54 વિમાની હવાઈ યાત્રા કરવા પર રોક લગાવી છે. તો બીજી Go First Airlines ના 54 વિમાનની રોક પર DGCA ને હવાલો સોંપવામાં આવ્યો છે. આગામી 5 દિવસની અંદર આ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. તે ઉપરાંત દરેક એરપોર્ટ પર તેની ટિકિટ વહેંચણીમાં રોક લગાવી છે.
[Go First Insolvency]
Delhi High Court grants major relief to aircraft lessors who leased their planes to Go First airlines.
Court orders de-registration of all 54 planes which were subject matter of the case. Court also restrains Go Aor from flying these planes.… pic.twitter.com/S5n3mKtqTi
— Bar and Bench (@barandbench) April 26, 2024
આ પણ વાંચો: જો તમે આ બેંકનું Cradit Card વાપરતા હો તો ખાસ વાંચજો, RBI એ લગાવ્યો પ્રતિબંધ
કોર્ટે DGCA ને 5 દિવસનું અલ્ટીમેટમ આપ્યું
તો કોર્ટે રિઝોલ્યુશન પ્રોફેશનલ (RP) ની એક સપ્તાહ માટે નિર્ણયને મોફૂક રાખવાની અરજી પણ ફગાવી દીધી છે. કારણ કે... ત્યાર બાદ કંપની કોર્ટના આદેશ વિરુદ્ધ અપીલ કરી શકે. પરંતુ જો દિલ્હી હાઈકોર્ટના આદેશ મુજબ કાર્યવાહી કરવામાં આવશે, તો Go First Airlines એ કુલ 54 વિમાનોને અલવિદા કહેવું પડશે.
આ પણ વાંચો: PM Modi વિશે JP Morgan ચીફે કહી આ મોટી વાત, જાણો શું કહ્યું…
વિવિધ કંપનીઓએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો
તે ઉપરાંત દિલ્હી હાઈકોર્ટમાં Go First Airlines ને ભાડાપેટે ખરીદનાર કંપનીઓએ અરજી દાખલ કરી હતી. આ કંપનીમાં પેમબ્રોક એવિએશન, એસિપિટર ઇન્વેસ્ટમેન્ટ્સ એરક્રાફ્ટ 2, EOS એવિએશન અને SMBS એવિએશનો સમાવેશ કરવામાં આવે છે. કોર્ટે એ પણ આદેશ જાહેર કર્યો છે કે, DGCA દ્વારા એરક્રાફ્ટના નિયમો હેઠળ Go First Airlines ના વિમાની જાળવણી ખર્ચની પણ તપાસ કરવામાં આવે.
આ પણ વાંચો: Gujarat First ના Conclave માં વેપારીઓ સાથે વિશેષ ચર્ચા, Rajkot ના બિઝ્નેસમેનનો શું છે મિજાજ ?