ફરી જોવા મળ્યો Gautam Adani નો 'પાવર', મુકેશ અંબાણીને પાછળ મૂકી ભારતના સૌથી અમીર શખ્સ બન્યા
બ્લૂમબર્ગ બિલિયનેયર્સ ઇન્ડેક્સ (Bloomberg Billionaire's Index) એ ભારતના ધનવાનોની (India's Richest Man) એક લિસ્ટ તાજેતરમાં જાહેર કરી છે. આ લિસ્ટમાં ગૌતમ અદાણીના (Gautam Adani) ક્રમમાં સુધારો થયો છે. અદાણી ગ્રૂપ (Adani Group) ના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં વધારો થયો છે. આ વઘારા પછી તેઓ દુનિયાના ટોચના ધનવાનોની લિસ્ટમાં પણ 12મા ક્રમે પહોંચ્યા છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (Reliance Industries) ચેરમેન મુકેશ અંબાણીની (Mukesh Ambani) વાત કરીએ તો તેઓ આ લિસ્ટમાં 13મા સ્થાને પહોંચ્યા છે. આથી કહી શકાય છે કે નેટવર્થ મામલે ગૌતમ અદાણીએ મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા છે. છેલ્લા અમુક સમયથી મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની (Gautam Adani) નેટવર્થમાં વધારો જોવા મળ્યો છે. આ વધારા સાથે વિશ્વના ધનિકોની યાદીમાં બંનેના ક્રમમાં એક અંકનો સુધારો થયો છે.
સૌજન્ય - Google
એશિયા અને ભારતમાં અદાણી ટોચ પર
ડિસેમ્બરમાં જાહેર કરેલ એક રિપોર્ટ મુજબ, વિશ્વના અબજોપતિની લિસ્ટમાં ગૌતમ અદાણી 15મા ક્રમે હતા. જ્યારે મુકેશ અંબાણી 14મા સ્થાને હતા. જ્યારે હવે વર્તમાનમાં ગૌતમ અદાણી (Gautam Adani) વિશ્વના અબજોપતિઓની લિસ્ટમાં 12મા નંબરે પહોંચ્યા છે. જ્યારે એશિયા અને ભારતમાં તેઓ સૌથી અમીર વ્યક્તિઓમાં ટોચ પર છે. મીડિયા રિપોર્ટ અનુસાર, અગાઉની લિસ્ટથી અત્યાર સુધીમાં તેમની નેટવર્થમાં 7.67 બિલિયન ડોલર સુધીનો વધારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી, 2023માં હિંડનબર્ગ રિસર્ચ દ્વારા શેર્સમાં હેરીફેરી અને એકાઉન્ટિંગમાં અનિશ્ચિતતા સહિતના આરોપ લગાવ્યા બાદ ગૌતમ અદાણીની નેટવર્થમાં જોરદાર ગાબડું જોવા મળ્યું હતું. આ ઘટાડાના કારણે તેઓ દુનિયાના અમીરોની લિસ્ટમાં ટોપ-20માંથી પણ બહાર નીકળી ગયા હતા.
આ પણ વાંચો - Dawood Ibrahim : આજે ડૉન દાઉદના બાળપણનું ઘર થશે લિલામ, આટલા રૂપિયાથી શરૂ થશે બોલી