Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Adani Group ના સ્વિસ બેંક ખાતાઓ ફ્રીઝ! Hindenburg ના આક્ષેપો પર Adani એ કહ્યું- વાહિયાત...

ફરી Hindenburg નો Adani Group પર પ્રહાર આરોપો પર અદાણી ગ્રુપની સ્પષ્ટતા છ સ્વિસ બેંકોમાં $310 મિલિયન અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચે (Hindenburg Research) અદાણી ગ્રૂપ (Adani Group) અંગે ફરી એક નવો દાવો કર્યો છે. તેમનું કહેવું છે...
11:17 AM Sep 13, 2024 IST | Dhruv Parmar
  1. ફરી Hindenburg નો Adani Group પર પ્રહાર
  2. આરોપો પર અદાણી ગ્રુપની સ્પષ્ટતા
  3. છ સ્વિસ બેંકોમાં $310 મિલિયન

અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચે (Hindenburg Research) અદાણી ગ્રૂપ (Adani Group) અંગે ફરી એક નવો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે સ્વિસ બેંકો (Swiss Bank)માં અદાણી ગ્રૂપની અનેક કંપનીઓના ખાતાઓમાં જમા કરાયેલા લગભગ $310 મિલિયન સ્વિસ સત્તાવાળાઓએ ફ્રીઝ કરી દીધા છે. તેણે સ્વિસ ઇન્વેસ્ટિગેટિવ ન્યૂઝ સાઇટ ગોથમ સિટીને ટાંકીને આ માહિતી આપી છે. અહેવાલ મુજબ, અદાણી જૂથ સાથે કથિત રીતે જોડાયેલા કેટલાક ખાતાઓ પર મની લોન્ડરિંગની તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. જો કે, અદાણી ગ્રુપે હિંડનબર્ગના નવા આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે અને આ દાવાઓને ખોટા ગણાવ્યા છે.

હિન્ડેનબર્ગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું...

આ પોસ્ટમાં હિંડનબર્ગ રિસર્ચે કહ્યું કે અદાણી ગ્રુપ મની લોન્ડરિંગ કેસની તપાસ સ્વિટ્ઝર્લેન્ડમાં થઈ રહી છે. આ તપાસના ભાગરૂપે અદાણી ગ્રુપના 6 સ્વિસ બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે. આ ખાતામાં લગભગ 310 મિલિયન ડોલર હતા. હિન્ડેનબર્ગે તેમના અહેવાલમાં જણાવ્યું હતું કે સ્વિસ ક્રિમિનલ કોર્ટના નવા રેકોર્ડના આધારે, ફરિયાદીઓએ આરોપ મૂક્યો હતો કે વ્યક્તિએ તેની ઓળખ જાહેર કર્યા વિના BVI/મોરિશિયસ અને બર્મુડા ફંડમાં રોકાણ કર્યું હતું. આ વ્યક્તિ અદાણી ગ્રુપનો છે. સ્વિસ મીડિયા આઉટલેટે હાલમાં જ એક રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટ અનુસાર, હિંડનબર્ગના આરોપો પહેલા પણ જીનીવા પબ્લિક પ્રોસિક્યુટર ઓફિસ અદાણી ગ્રુપના ખોટા કામોની તપાસ કરી રહી હતી.

આ પણ વાંચો : Kejriwalને જેલમાંથી બહાર આવવાનો રસ્તો સાફ, આ શરતોએ મળ્યા જામીન...

અદાણી ગ્રુપે જવાબ આપ્યો...

હિંડનબર્ગ દ્વારા કરાયેલા આક્ષેપો બાદ અદાણી જૂથે મોડી રાત્રે મીડિયા નિવેદન બહાર પાડ્યું હતું. આ નિવેદનમાં કંપનીએ કહ્યું કે હિંડનબર્ગ તેમની સામે ખોટા આરોપો લગાવી રહ્યા છે. કંપનીએ કહ્યું કે આ આરોપ એટલા માટે લગાવવામાં આવી રહ્યો છે જેથી માર્કેટમાં કંપનીની કિંમત ઘટી જાય. અદાણી ગ્રૂપે મીડિયાને કહ્યું છે કે જો તમે સમાચાર પ્રકાશિત કરો છો તો તમારે અમારા નિવેદનો સામેલ કરવા પડશે. કંપનીએ સ્પષ્ટપણે કહ્યું છે કે તે સ્વિસ કોર્ટની કોઈપણ કાર્યવાહી સાથે સંબંધિત નથી. આ સિવાય કંપનીએ એ પણ સ્પષ્ટ કહ્યું કે તેમનું એકપણ સ્વિસ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું નથી. કંપનીએ તેનું અગાઉનું નિવેદન ચાલુ રાખ્યું અને કહ્યું કે કંપનીનું વિદેશી હોલ્ડિંગ માળખું સંપૂર્ણપણે પારદર્શક છે. કંપની કોઈપણ નિયમોનું ઉલ્લંઘન કરી રહી નથી. આ સિવાય કંપનીએ કહ્યું કે આ પ્રયાસ માત્ર કંપનીની માર્કેટ વેલ્યુ ઘટાડવા અને કંપનીને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : Delhi : નબી કરીમ વિસ્તારમાં ઈમારતનો એક ભાગ ધરાશાયી, બેને બચાવી લેવામાં આવ્યા

Tags :
Adanai DeniesAdani GroupBusinessHindenburgHindenburg Gautam Adani ControversySwiss Account Freeze
Next Article