Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dividend : SBI એ સરકારને આપ્યું આટલા કરોડનું ડિવિડન્ડ

Dividend : દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ ગત નાણાકીય વર્ષ માટે કેન્દ્ર સરકારના ખજાનામાં રેકોર્ડ ડિવિડેન્ટ (Dividend)જમા કરાવ્યું છે. SBIનું આ ડિવિડેન્ટની ચૂકવણી લગભગ 7 હજાર કરોડ રૂપિયાની છે.જેનો ચેક શુક્રવારે નાણામંત્રી નિર્મલા સીતારમણને સોંપવામાં આવ્યો. નાણામંત્રી નિર્મલા સીતારમણના...
dividend   sbi એ સરકારને આપ્યું આટલા કરોડનું ડિવિડન્ડ

Dividend : દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ ગત નાણાકીય વર્ષ માટે કેન્દ્ર સરકારના ખજાનામાં રેકોર્ડ ડિવિડેન્ટ (Dividend)જમા કરાવ્યું છે. SBIનું આ ડિવિડેન્ટની ચૂકવણી લગભગ 7 હજાર કરોડ રૂપિયાની છે.જેનો ચેક શુક્રવારે નાણામંત્રી નિર્મલા સીતારમણને સોંપવામાં આવ્યો. નાણામંત્રી નિર્મલા સીતારમણના કાર્યાલય દ્વારા સોશિયલ મીડિયા X પર તેની જાણકારી આપવામાં આવી છે. અપડેટ મુજબ, SBIના ચેરમેન દિનેશ કુમાર ખારાએ નાણાકીય બાબતોના સચિવ વિવેક જોશીની ઉપસ્થિતિમાં નાણામંત્રી નિર્મલા સીતારમણને નાણાકીય વર્ષ 2023-24 માટે 6959.29 કરોડ રૂપિયાના ડિવિડેન્ટનો ચેક સોંપ્યો.

Advertisement

SBI એ  સરકારને કેટલું  આપ્યું ડિવિડન્ડ

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં નાણાકીય વર્ષ 2023-24 માટે ડિવિડન્ડની જાહેરાત કરી હતી. SBIએ ગયા નાણાકીય વર્ષ માટે દરેક શેર પર રૂ. 13.70નું ડિવિડન્ડ આપવાની માહિતી આપી હતી. આ અગાઉના વર્ષના ડિવિડન્ડ કરતાં વધુ છે. બરાબર એક વર્ષ પહેલાં એટલે કે નાણાકીય વર્ષ 2022-23માં SBIએ તેના શેરધારકોને પ્રતિ શેર રૂ. 11.30ના દરે ડિવિડન્ડ ચૂકવ્યું હતું.

Advertisement

SBIએ એક વર્ષ પહેલા 21.24 ટકા વધુ ડિવિડન્ડ ચૂકવ્યું

SBI દ્વારા આ વખતે ચૂકવવામાં આવેલ ડિવિડન્ડ અત્યાર સુધીના કોઈપણ એક નાણાકીય વર્ષમાં કરવામાં આવેલ સૌથી મોટી ચુકવણી છે. અગાઉ, SBI દ્વારા ડિવિડન્ડના સ્વરૂપમાં સરકારી તિજોરીમાં સૌથી વધુ યોગદાનનો રેકોર્ડ ગયા વર્ષે બનાવવામાં આવ્યો હતો, જ્યારે SBIએ નાણાકીય વર્ષ 2022-23 માટે સરકારને રૂ. 5,740 કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું હતું. હવે આ વખતે SBIએ એક વર્ષ પહેલા કરતાં 21.24 ટકા વધુ ડિવિડન્ડ ચૂકવ્યું છે.

SBIનો ચોખ્ખો નફો 21 ટકા વધ્યો

SBIએ ગયા નાણાકીય વર્ષમાં સારી નાણાકીય કામગીરી બાદ ડિવિડન્ડ ચૂકવ્યું છે. ગયા નાણાકીય વર્ષ દરમિયાન, દેશની સૌથી મોટી સરકારી બેંકે એકીકૃત ધોરણે રૂ. 67,085 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. અગાઉ, નાણાકીય વર્ષ 2022-23માં SBIનો ચોખ્ખો નફો 55,648 કરોડ રૂપિયા હતો. એટલે કે, ગયા નાણાકીય વર્ષમાં, SBIનો ચોખ્ખો નફો અગાઉના વર્ષની સરખામણીમાં લગભગ 21 ટકા વધ્યો હતો.

Advertisement

આ પણ  વાંચો  - Inflation in India : એક જ વર્ષમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં થયો 65 ટકાનો વધારો

આ પણ  વાંચો  - Switzerland: સૌથી ધનિક હિન્દુજા પરિવારના 4 સભ્યોને સજા

આ પણ  વાંચો  - Share Market Update Today: ગ્લોબલ માર્કેટમાં ઘટાડો નોંધાતા, સ્થાનિક શેરબજારમાં 1 લાખ કરોડ ધોવાયા

Tags :
Advertisement

.