Budget 2025: 36 દવા કરાઈ ડ્યુટી ફ્રી, ગંભીર રોગ માટે છે સંજીવની
- ગંભીર બીમારીના દર્દીઓને લઈને મહત્વની જાહેરાત
- 36 દવાઓ પરની કસ્ટમ ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ
- 'ડે કેર' કેન્સર સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી
UnionBudget2025:નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)આજે 2025નું બજેટ (UnionBudget2025)રજૂ કરી રહ્યા છે. બજેટ 2025માં ગંભીર બીમારીના દર્દીઓને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી. સરકારે કેન્સર સહિત ગંભીર રોગોમાં વપરાતી 36 દવાઓ પરની કસ્ટમ ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે. વધુમાં નાણામંત્રીએ કહ્યું કે સરકાર આગામી 3 વર્ષમાં તમામ જિલ્લા હોસ્પિટલોમાં 'ડે કેર' કેન્સર સેન્ટર સ્થાપવાની યોજના બનાવી રહી છે.
36 ગંભીર બિમારીમાં દવાઓ ફ્રી
બજેટમાં દર્દીઓને રાહત આપતા સમાચાર સામે આવ્યા. બજેટ 2025માં 36 ગંભીર બિમારીમાં દવાઓ ફ્રી આપવાની જાહેરાત કરાઈ. 36 ગંભીર બીમારીઓના દર્દીઓને જીવનરક્ષક દવાઓ અને તબીબી પુરવઠાને કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી. આ ઉપરાંત અન્ય 13 બીમારીઓમાં નવી દર્દી સહાય યોજના હેઠળ દવાઓને કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ અપાઈ. મોંઘી દવાઓના કારણે કેટલીક વખત ઓછી આવક ધરાવતા ગંભીર બીમારીના દર્દીઓ સારવારથી વંચિત રહેતા સમસ્યાનો સામનો કરવો પડતો હતો.આથી જ ગરીબ અને આર્થિક રીતે પછાત દર્દીઓને ગંભીર બીમારીમાં સારવાર મળી રહે માટે બજેટ 2025માં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો.
આ પણ વાંચો-Union Budget 2025: વરિષ્ઠ નાગરિકો માટે કરાઇ મહત્વપૂર્ણ જાહેરાત
દવાઓના ભાવ ઘટશે
બજેટ 2025માં કેન્સર જેવી ગંભીર બીમારીમાં દર્દીઓને દવા ફ્રી આપવાની જાહેરાત કરવા સાથે જ આ દવાઓના ભાવ હવે ઘટશે. આજના સમયમાં ગંભીર બીમારીમાં સારવાર મેળવવી વધુ જટિલ બની છે. કેટલાક સંજોગોમાં મોંઘી દવા અને લાંબો સમય ચાલતી સારવારને લઈને દર્દીઓ મુશ્કેલીનો સામનો કરતા હોય છે. આથી સરકાર દ્વારા ગંભીર બીમારીના દર્દીઓની આ સ્થિતિ ધ્યાનમાં રાખતા દવાઓને કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ અપાઈ. દવાઓમાં ભાવ ઘટાડવાનો અને દર્દીઓ માટે આવશ્યક સારવારની ઉપલબ્ધતા વધારવાનો ઉદેશ્યને લઈને બજેટમાં આ જાહેરાત કરવામાં આવી. આ જાહેરાત સાથે હેલ્થ સેક્ટરમાં મોટો બદલાવ આવશે.
આ પણ વાંચો-Employment/Youth Budget 2025 : જાણો બજેટમાં યુવાનો અને રોજગાર માટે શું જાહેરાત કરવામાં આવી?
દર્દીઓને રાહત
મહત્વનું છે કે ગંભીર બીમારીને લઈને એક યાદી પણ બનાવવામાં આવી છે. આ યાદીમાં સામેલ કરાયેલ બીમારીને ગંભીર બીમારી હેઠળ સમાવેશ કરાયો છે. મોટાભાગની વીમા કંપનીઓ ગંભીર બીમારી વીમા હેઠળ રોગોની પૂર્વનિર્ધારિત સૂચિ ધરાવે છે. કેન્સર, હાર્ટએટેક, બ્રેઈન સર્જરી, કોમા, ક્રોનિક લંગ ડિસિસ, મલ્ટીપલ ઓર્ગન ફેલ ડિસીસ, મેજર ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ જેવા રોગોને ગંભીર રોગોની સૂચીમાં સામેલ કરાયા છે. આ ગંભીર રોગોમાં દર્દીઓની સારવાર લાંબા સમય ચાલે છે અને જટિલ સારવારમાંથી પસાર થવું પડે છે. કેટલીક વખત મોંઘી દવાઓના કારણે દર્દીઓ મુશ્કેલીના સામનો કરતા હોય છે. આથી જ ગંભીર બીમારીના દર્દીઓને ધ્યાનમાં રાખી બજેટ 2025માં 36 ગંભીર બીમારીઓમાં દવા ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી.