Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Budget 2024: ભારતનું પહેલું બજેટ ક્યારે રજુ થયું હતું? જાણો આ ખાસ વાતો

Budget 2024: ત્યારે 2024ના બજેટને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. કેન્દ્રીય નાણા મંત્રી (Finance Minister) દર વર્ષે પેલી ફેબ્રુઆરીએ બજેટ પેશ કરતા હોય છે. દર વર્ષની જેમ આ વખતે પણ નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister) પેલી ફેબ્રુઆરીએ યુનિયન 2024-25નું બજેટ...
05:08 PM Jan 29, 2024 IST | VIMAL PRAJAPATI
Budget 2024

Budget 2024: ત્યારે 2024ના બજેટને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. કેન્દ્રીય નાણા મંત્રી (Finance Minister) દર વર્ષે પેલી ફેબ્રુઆરીએ બજેટ પેશ કરતા હોય છે. દર વર્ષની જેમ આ વખતે પણ નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister) પેલી ફેબ્રુઆરીએ યુનિયન 2024-25નું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. મળતી વિગતે સંસદના સંક્ષિપ્ત બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરીની વચ્ચે આયોજીત કરવામાં આવશે. ઉલ્લેખનયી છે કે, 17મી લોકસભાનું આ છેલ્લું બજેટ (Budget 2024) હશે.

બજેટના આ તથ્યોથી વાકેફ છીએ ખરા?

બજેટ તો દર વર્ષે રજુ કરવામાં આવતું હોય છે પરંતુ તેની સાથે સંકળાયેલી કેટલીક વાતો અને તથ્યોથી વાકેફ છીએ ખરા? બ્રિટિશ શાસન કાળથી ભારતમાં બેજટ રજૂ કરવાની પરંપરા શરૂ કરવામાં આવી હતી. તો ચાલો તેની સાથે સંકળાયેલી આ ખાસ વાતો વિશે જાણીએ...

  1. આરકે સન્મુખમ ચેટ્ટીએ સ્વતંત્રનું ભારતનું પ્રથમ કેન્દ્રીય બજેટ 26 નવેમ્બર 1947માં રજુ કર્યું હતું
  2. જો ભારતના પ્રથમ બજેટની વાત કરીએ તો 7 એપ્રિલ 1860ના રોજ રજુ કરવામાં આવ્યું હતું.
  3. ભારતનું પ્રથમ બજેટ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના જેમ્સ વિલ્સને બ્રિટિશ ક્રાઉન સમક્ષ રજૂ કર્યું હતું.
  4. મોરારજી દેસાઈ દ્વારા સ્વતંત્ર ભારતમાં સૌથી વધારે 10 વખત બજેટ પેશ કરેલ છે.
  5. રેલ બજેટને 2017માં કેન્દ્રીય બજેટમાં સામેલ કરવામાં આવ્યું હતું.
  6. ભારતના ત્રણ એવા પ્રધાનમંત્રી થયા જેમણે બજેટ રજું કરેલ છે. જેમાં ક્રમશઃ જવાહરલાલ નહેરુ, ઇન્ડિરા ગાંધી અને રાજીવ ગાંધી આવે છે.
  7. 2016 સુધી પહેલા કેન્દ્રીય બજેટ ફેબ્રુઆરીના છેલ્લા દિવસોમાં રજું કરવામાં આવતું હતું.
  8. પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીએ 2017માં તારીખ બદલીને 1લી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યું હતું.
  9. બજેટની આસપાસ ગુપ્તતા જાળવવા માટે ‘હલવા સમારોહ’ પછી લોક-ઈન કરવામાં આવે છે.
  10. ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે નાણા પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન 1991માં શબ્દોની સંખ્યાના સંદર્ભમાં સૌથી લાંબુ બજેટ ભાષણ આપ્યું હતું.
  11. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે 2.42 કલાક બોલીને સંસદમાં અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ ભાષણ 2020મા આપ્યું હતું.
  12. ભારતનું પ્રથમ પેપરલેસ બજેટ 1લી ફેબ્રુઆરી 2021માં રજૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: મંજૂરી વિનાના બાંધકામ ઉપર રામજી સાથે PM મોદી અને યોગીની સ્થાપના કરાઇ

Tags :
budget 2024budget datebudget2023latestnewsGujarati NewsInterim Budget 2024Interim budget 2024-25national news
Next Article