US કોર્ટમાંથી ADANI અંગે સૌથી મોટી અપડેટ, આ મામલે થશે એકસાથે સુનાવણી, શેર કકડભુસ
- અદાણી પર ચાલી રહેલા ત્રણેય કેસની એકસાથે સુનાવણી
- કોર્ટે કહ્યું કેસમાં તમામ પક્ષો એક સમાન તો સુનાવણી સાથે કરીશું
- અદાણી પહેલાથી જ લાગેલા આક્ષેપોનું ખંડન કરી ચુક્યું છે
નવી દિલ્હી : ન્યૂયોર્કની એક કોર્ટે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્ય લોકો વિરુદ્ધ 265 મિલિયન અમેરિકી ડોલરની લાંચના આરોપમાં ચાલી રહેલા ત્રણ કેસને એક સાથે સુનાવણ કરવા માટેનો આદેશ આપ્યો છે.
ન્યૂયોર્કની એક કોર્ટે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્ય લોકોની વિરુદ્ધ 265 મિલિયન અમેરિકી ડોલરની લાંચ આપવાના આરોપ ચાલી રહેલા ત્રણ કેસને એક સાથે કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ચુકાદો આપ્યો કે આ મામલે સુનાવણી એક સંયુક્ત કેસમાં એક સાથે કરવામાં આવશે. આ નિર્ણય ત્યારે આવ્યો જ્યારે કોર્ટમાં સામે આવ્યું કે, એક જેવા આરોપો લેવડ દેવડ અંગેના છે.
ત્રણેય કેસમાં વાદી-પ્રતિવાદી સરખા હોવાથી નિર્ણય
ત્રણ મામલાઓને જોતા તેમાં અમેરિકા વિરુદ્ધ અદાણી અને અન્ય પ્રતિભુતિ અને વિનિમય પંચ,SEC વિરુદ્ધ કૈબનેસ અને SEC વિરુદ્ધ અદાણી ત્રણ કેસ નોંધાયેલા છે. કોર્ટે કહ્યું કે, આ ચુકાદો ન્યાયિક દક્ષતા વધારવા અને પરસ્પર વિરોધી અનુસુચિઓથી બચવા માટે લેવાયો છે. તમામ કેસને જિલ્લા જજ નિકોલસ જી ગરૌફિસને સોંપવામાં આવ્યા છે. જે અદાણી વિરુદ્ધના ગુનાહિત કેસનેસાંભળી રહ્યા છે. કોર્ટના કર્મચારીઓઆ મામલે ફરીથી ફાળવવા માટેના નિર્દેશ અપાયા છે.
આ પણવાંચો : Surat : 15 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા નરાધમને કોર્ટે ફટકારી આકરી સજા
શેર પર શું થઇ અસર
અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં સામાન્ય ઘટાડા સાથે 2590 રૂપિયા પર હતો. અદાણી ગ્રીન એનર્જી 0.53ની તેજી સાથે 1053 રૂપિયા પર હતો. અદાણી પાવર 1 ટકા ઉછલીને 525 રૂપિયા પર હતો. અદાણી એનર્જી સોલ્યુશનના શેર 2.27 ટકા ચડ્યો હતો. અદાણી પોર્ટ 0.73 ટકા પડ્યો. અદાણી વિલ્મરમાં 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો. જ્યારે અદાણી ટોટલ ગેસના શેર પણ 1 ટકા જેટલા ચડ્યા હતા.
અદાણી પર લાંચ આપવાનો આક્ષેપ
શું છે સમગ્ર મામલોઅદાણી અને અન્ય પર રાજ્ય પાવર ડિસ્ટ્રીબ્યૂશન કંપની સાથે સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ પ્રાપ્ત કરવા માટે 265 મિલિયન અમેરિકી ડોલરની લાંચ આપવાનો આરોપ છે. આ અગાઉ અમેરિકી વકીલોએ આરોપ લગાવ્યો કે તથ્ય અમેરિકી બેંકો અને રોકાણકારોથી છુપાવાયા હતા. જેના કારણે અદાણી સમુહે સોલાર એનર્જી પ્રોજેક્ટ માટે નાણા એકત્રિત કરવામાં આવ્યા હતા.
આ પણવાંચો : Bhojpuri Cinema નો 'ચહેરો' છે આ અભિનેત્રી! દમદાર એક્ટિંગ,ફિટનેસ માટે છે જાણીતી
અદાણી સમુહ પહેલા જ આક્ષેપો નકારી ચુક્યું છે
અદાણી સમુહે આરોપોને નિરાધાર ગણાવતા તેનું ખંડન કર્યું છે અને કહ્યું કે, અમે કાયદાનું પાલન કરનારુ સંગઠન છીએ. અમે કાયદાની સંપુર્ણ મર્યાદા જાળવીએ છીએ અને તેથી જ અમને કાયદા પર વિશ્વાસ છે. કંપનીના પ્રવક્તાએ કહ્યું કે, અમારા પર થયેલા દાવા માત્ર આરોપો છે, દોષિત સાબિત ન થઇએ ત્યાં સુધી અમે નિર્દોષ જ છીએ. અમને કાયદા પર સંપુર્ણ વિશ્વાસ છે.
આ પણવાંચો : RSS નો દાવો, ગાંધી અને આંબેડકરએ પણ શાખામાં હાજરી આપી હતી...