Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Layoff: અમેરિકી કંપનીએ ભારતમાં શરૂ કરી છટણી, 180 કર્મચારીઓને બતાવ્યો બહારનો રસ્તો

અમેરિકાની કંપનીએ ભારતમાં શરૂ કરી છટણી 180 કર્મચારીઓને બતાવ્યો બહારનો રસ્તો ભારતમાં લગભગ 7,000 કર્મચારી પર લડકતી તલવાર Layoff : અમેરિકાની વિમાન નિર્માતા કંપની (American company)બોઈંગે વૈશ્વિક સ્તરે કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવાની યોજના બનાવી છે.આ અંતર્ગત કંપનીએ બેંગલુરુમાં તેના...
layoff  અમેરિકી કંપનીએ ભારતમાં શરૂ કરી છટણી  180 કર્મચારીઓને બતાવ્યો બહારનો રસ્તો
Advertisement
  • અમેરિકાની કંપનીએ ભારતમાં શરૂ કરી છટણી
  • 180 કર્મચારીઓને બતાવ્યો બહારનો રસ્તો
  • ભારતમાં લગભગ 7,000 કર્મચારી પર લડકતી તલવાર

Layoff : અમેરિકાની વિમાન નિર્માતા કંપની (American company)બોઈંગે વૈશ્વિક સ્તરે કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવાની યોજના બનાવી છે.આ અંતર્ગત કંપનીએ બેંગલુરુમાં તેના એન્જિનિયરિંગ ટેકનોલોજી સેન્ટરના 180 કર્મચારીઓની (180employees)છટણી કરી છે. મળતી માહિતી મુજબ વૈશ્વિક સ્તરે અનેક પડકારોનો સામનો કરી રહેલી બોઈંગના ભારતમાં લગભગ 7,000 કર્મચારીઓ છે. ભારત કંપની માટે એક મુખ્ય બજાર છે.

Advertisement

BIETC માં 180 કર્મચારીઓને છૂટા કર્યા

ગયા વર્ષે બોઈંગે વૈશ્વિક સ્તરે તેના લગભગ 10 ટકા કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી. આ બાબતથી વાકેફ એક સૂત્રએ જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે કર્મચારીઓમાં ઘટાડો કરવાના તેના અભિયાનના ભાગ રૂપે, બોઈંગે 2024ના ડિસેમ્બર ક્વાર્ટરમાં બેંગલુરુમાં તેના બોઈંગ ઈન્ડિયા એન્જિનિયરિંગ ટેકનોલોજી સેન્ટરમાં 180 કર્મચારીઓને છૂટા કર્યા છે. આ અંગે બોઈંગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. સૂત્રએ જણાવ્યું હતું કે કંપનીએ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે આ છટણી તેના ગ્રાહકો અને સરકાર સાથેના તેના કામકાજને અસર ન કરે. આને ધ્યાનમાં રાખીને કંપનીએ વ્યૂહાત્મક ફેરફારો કર્યા છે જેણે મર્યાદિત સંખ્યામાં હોદ્દાઓને અસર કરી છે. બેંગલુરુ અને ચેન્નાઈમાં બોઈંગ ઈન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટર્સ (BIETC) જટિલ અદ્યતન એવિઓનિક્સ કાર્ય કરે છે.

Advertisement

આ પણ  વાંચો -Upcomming IPO : પૈસા તૈયાર રાખજો! આવતા અઠવાડિયે આવી રહ્યા છે 4 નવા IPO

Advertisement

વ્યવસાય 150 દેશમાં ફેલાયેલો છે

બેંગલુરુ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી કેમ્પસ કંપનીના અમેરિકાની બહારના સૌથી મોટા રોકાણોમાંનો એક છે. કંપનીની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, ભારતમાં બોઈંગ 300થી વધુ સપ્લાયર્સ પાસેથી વાર્ષિક આશરે $1.25 બિલિયન મૂલ્યનો માલ ખરીદે છે. બોઈંગ વિશ્વની સૌથી મોટી એરોસ્પેસ અને સંરક્ષણ ટેકનોલોજી કંપનીઓમાંની એક છે. બોઈંગ અમેરિકાનો સૌથી મોટો નિકાસકાર છે, જેનો વ્યવસાય વિશ્વના 150 દેશોમાં ફેલાયેલો છે. આ કંપની માટે ભારત એક મોટું બજાર છે. 2021માં તેનું વેચાણ $62.3 બિલિયન હતું અને ફોર્ચ્યુન 500ની યાદીમાં તે 54માં ક્રમે હતું. તાજેતરના વર્ષોમાં 737 MAX અકસ્માતો (2018-2019) અને ઉત્પાદનમાં વિલંબ જેવી સમસ્યાઓએ તેના વ્યવસાય અને પ્રતિષ્ઠાને અસર કરી છે.

Tags :
Advertisement

.

×