જે કંપની પર ગૌતમ અદાણીએ કરી નજર, તેને Aditya Birla એ કરી હસ્તક
- Star Cement માં હિસ્સો વેચવા માટે કંપનીનો સંપર્ક કર્યો
- ત્રણ વર્ષમાં Star Cement ના ટર્નઓવર પર નજર કરીએ
- Star Cement ના સ્ટોકમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો
Aditya Birla Group And Adani Group : ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં સિમેન્ટ કંપનીઓને હસ્તગત કરવાના અદાણી જૂથના પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે. જે કંપની પર Adani Groupની નજર હતી, તેને કંપનીમાં તેનો હિસ્સો Cement business માં Adani Group ની સૌથી મોટી હરીફ Aditya Birla Group ની Ultratech Cement ને વેચી દીધો છે. Ultratech Cement એ જાહેરાત કરી છે કે તે Star Cement માં 8.69 ટકા નોન-કંટ્રોલિંગ લઘુમતી હિસ્સો રૂ. 851 કરોડમાં ખરીદવા જઈ રહી છે.
Star Cement માં હિસ્સો વેચવા માટે કંપનીનો સંપર્ક કર્યો
Ultratech Cement એ સ્ટોક એક્સચેન્જો સાથેની તેની રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, Star Cement ના કેટલાક પ્રમોટર્સ અને પ્રમોટર ગ્રૂપ એન્ટિટીઓએ Star Cement માં હિસ્સો વેચવા માટે કંપનીનો સંપર્ક કર્યો છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની આજે એક બેઠક મળી હતી. જેમાં Star Cement ની દરખાસ્ત પર ચર્ચા કરવામાં આવી હતી અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સે બિન-માઇનોરિટી હિસ્સા તરીકે રૂ. 235 માં 3.70 કરોડ ઇક્વિટી શેર ખરીદવાની મંજૂરી આપી છે.
આ પણ વાંચો: વર્ષના અંત પહેલા અંબાણીએ અમેરિકન કંપનીને ખરીદી, જાણો કિંમત
BREAKING NEWS
ULTRATECH BUYS STAKE IN STAR CEMENT
BUYS SHARES FROM PROMOTERS VIA BLOCK DEALS TODAY pic.twitter.com/GYXo27Mygx
— Yatin Mota (@yatinmota) December 27, 2024
ત્રણ વર્ષમાં Star Cement ના ટર્નઓવર પર નજર કરીએ
ડિસ્ક્લોઝરમાં Ultratech Cement એ જણાવ્યું હતું કે Star Cement માં હિસ્સો ખરીદવાની પ્રક્રિયા એક મહિનામાં પૂરી કરવામાં આવશે. આ સોદા માટે રૂ. 851 કરોડ રોકડમાં ચૂકવવામાં આવશે. આપણે છેલ્લા ત્રણ વર્ષમાં Star Cement ના ટર્નઓવર પર નજર કરીએ તો, નાણાકીય વર્ષ 2021-22 માં ટર્નઓવર રૂ. 2221.81 કરોડ, નાણાકીય વર્ષ 2022-23 માં રૂ. 2704.84 કરોડ અને 2023-24 માં રૂ. 2910.66 કરોડ હતું. આ ડીલ બાદ Star Cement નો સ્ટોક 2.55 ટકાના વધારા સાથે રૂ. 235.60 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે Ultratech Cement નો શેર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.
Star Cement ના સ્ટોકમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો
આ મહિનાના પહેલા અઠવાડિયામાં એવા અહેવાલ આવ્યા હતા કે અદાણી જૂથ ઉત્તર-પૂર્વ રાજ્યમાં સિમેન્ટ કંપની હસ્તગત કરવાની તૈયારી કરી રહ્યું છે. અને ગ્રૂપની સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટને Star Cement સાથે હસ્તગત કરવા માટે પણ વાતચીત ચાલી રહી છે. આ સમાચારને કારણે Star Cement ના સ્ટોકમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: Abhishek Bachchan ને SBI દર મહિને આપે છે 19 લાખ રૂપિયા, જાણો કેમ?