Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Adani Group : વર્ષ 2025ની શરૂઆતમાં કંપનીના શેરમાં ભારે ઘટાડો

ગૌતમ અદાણી શેરમાં ભારે ઘટાડો એનર્જીના શેરમાં સૌથી મોટો ઘટાડો રૂ.34 લાખ કરોડનું નુકસાન   Adani Group lost : ગૌતમ અદાણી માટે 2025નું વર્ષ એટલું ખાસ ન હોતું જેટલું 2024નું વર્ષ હતું.નાણાકીય વર્ષ 2025માં અત્યાર સુધીમાં ગૌતમ અદાણીના નેતૃત્વ...
adani group   વર્ષ 2025ની શરૂઆતમાં કંપનીના શેરમાં ભારે ઘટાડો
Advertisement
  • ગૌતમ અદાણી શેરમાં ભારે ઘટાડો
  • એનર્જીના શેરમાં સૌથી મોટો ઘટાડો
  • રૂ.34 લાખ કરોડનું નુકસાન

Advertisement

Adani Group lost : ગૌતમ અદાણી માટે 2025નું વર્ષ એટલું ખાસ ન હોતું જેટલું 2024નું વર્ષ હતું.નાણાકીય વર્ષ 2025માં અત્યાર સુધીમાં ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળના અદાણી ગ્રુપના શેરમાં ગયા વર્ષની સરખામણીમાં 21 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે કુલ બજાર મૂડીમાં રૂ.34 લાખ કરોડનું નુકસાન થયું છે. આ ઘટાડા પાછળ બજારના ઉતાર-ચઢાવ,નિયમનકારી તપાસ અને કેટલાક આરોપો હોવાનું માનવામાં આવે છે.

Advertisement

આ કંપની સૌથી વધુ ડૂબી

28 માર્ચ,2024 થી 21 માર્ચ,2024 ની વચ્ચે અદાણી ગ્રીન એનર્જીના શેરમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. તેનું માર્કેટ (Adani stocks)કેપ 2.90 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 1.46 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. એટલે કે, લગભગ અડધી માર્કેટ કેપ ગઈ છે. તે જ સમયે, અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં પણ 27 ટકાનો ઘટાડો થયો છે, જેના કારણે 94,096 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

Advertisement

આ પણ  વાંચો -Share Market ફરી એકવાર તેજી સાથે બંધ,સેન્સેક્સમાં 1,078 પોઈન્ટનો ઉછાળો

અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો થયો

અદાણી પોર્ટ્સ અને સેઝનું માર્કેટ કેપ પણ 11.40 ટકા ઘટીને રૂ. 33.029 કરોડ થયું. જ્યારે અદાણી ટોટલ ગેસ અને અદાણી એનર્જી સોલ્યુશન્સના શેરમાં પણ અનુક્રમે 31.84 ટકા અને 18.95 ટકાનો ઘટાડો જોવા મળ્યો. સિમેન્ટ કંપનીઓની વાત કરીએ તો, ACC અને અંબુજા સિમેન્ટ્સના શેરમાં પણ અનુક્રમે 23.10 ટકા અને 15.92 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે અદાણી ગ્રુપની મીડિયા કંપનીના શેરમાં 41.58 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે.

આ પણ  વાંચો -Stock Market : શેરબજારમાં તોફાની તેજી... Sensex 500 પોઈન્ટ ઉછળ્યો, આ 10 શેર રોકેટ બની ગયા

કયા કારણોસર અદાણી ગ્રુપના શેર ઘટ્યા?

નાણાકીય વર્ષ 2025માં અદાણી ગ્રુપના શેરમાં ઘટાડા પાછળ ઘણા કારણો છે. આમાં, ભારતીય શેરબજારે મેક્રોઇકોનોમિક દબાણ, શહેરી ખર્ચમાં ઘટાડો અને ટ્રમ્પના ટેરિફ જેવા વૈશ્વિક રાજકીય તણાવનો સામનો કરવો પડ્યો છે. આ ઉપરાંત, નવીનીકરણીય ઉર્જા અને ગેસ ક્ષેત્રની સમસ્યાઓએ પણ અદાણી જૂથને અસર કરી છે. જ્યારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ભારે વેચાણથી અદાણી ગ્રુપની 6 કંપનીઓને પણ અસર થઈ છે.

Tags :
Advertisement

Trending News

.

×