Budget 2024 પહેલા નાણા મંત્રાલયમાં યોજાઈ હલવા સેરેમની
Halwa Ceremony: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ(NirmalaSitharaman) 23 જુલાઈએ મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ (Budget 2024) રજૂ કરશે.જોકે,બજેટ રજૂ કરતા પહેલા મંગળવારે નાણા મંત્રાલયના નોર્થ બ્લોકમાં હલવા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાણાંમંત્રી કઢાઈમાંથી હલવો પીરસ્યો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
નાણામંત્રી દ્વારા હલવા સેરેમની યોજાઇ
બજેટ સંબંધિત તમામ કામ પૂર્ણ થયા બાદ નાણામંત્રી દ્વારા હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવે છે. આ હલવા સેરેમનીનો અર્થ છે કે બજેટને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. હવે તેનું પ્રિન્ટિંગ કામ શરૂ થઈ ગયું છે. આ સેરેમનીમાં બજેટ તૈયાર કરનાર મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવે છે. આ પછી આ હલવો નાણામંત્રી પોતે તમામ કર્મચારીઓ, પ્રિન્ટિંગ કામ સાથે જોડાયેલા કર્મચારીઓ અને નાણા અધિકારીઓને વહેંચે છે. તમને જણાવી દઈએ કે, બજેટ બનાવવા સાથે સંકળાયેલા કર્મચારીઓ અને અધિકારીઓ કોઈ બહારના વ્યક્તિને મળી પણ શકતા નથી. એટલું જ નહીં નાણા મંત્રાલયમાં કોઈ બહારની વ્યક્તિ પ્રવેશ અપાતો નથી.
Halwa ceremony marking lock-in of Budget documents held at North Block
Read @ANI Story | https://t.co/gBW8RgBh8b#HalwaCeremony #Budget2024 #NirmalaSitharaman #IndiaBudget pic.twitter.com/41zZHVlKN3
— ANI Digital (@ani_digital) July 16, 2024
કેમ હલવો બનાવવામાં છે?
બજેટની તૈયારીઓ પૂર્ણ થયા પછી અને નાણા પ્રધાનના બજેટ ભાષણ પહેલાં હલવો સમારોહ થાય છે. બજેટ બનાવવામાં જોડાયેલા લોકોની અનેક દિવસોની મહેનત ફળી છે ત્યારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતીય પરંપરામાં કોઈ પણ શુભ કાર્ય થાય ત્યારે મીઠાઈ ખાવાની અને ખવડાવવાની પરંપરા છે. બજેટ બનાવવા સાથે સંકળાયેલા અધિકારીઓને હલવો ખવડાવીને તેમના મોં મીઠા કરવામાં આવે છે. કોરોના મહામારીના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને વર્ષ 2022માં હલવા સમારોહની ઉજવણી કરવામાં આવી ન હતી. તે વર્ષે બજેટનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું ન હતું. તેના બદલે તેને ડિજીટલ રીતે રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે હલવા વિધિને બદલે મીઠાઈ વહેંચવામાં આવી હતી.
#WATCH | Delhi: The Halwa ceremony, marking the final stage of the Budget preparation process for Union Budget 2024, was held in North Block, today, in the presence of Union Finance & Corporate Affairs Minister Nirmala Sitharaman.
A customary Halwa ceremony is performed… pic.twitter.com/mVScsFHun9
— ANI (@ANI) July 16, 2024
કર્મચારીઓ 10 દિવસ સુધી
બજેટના દસ્તાવેજીકરણ પછી હલવો સમારોહ ઉજવવામાં આવે છે. આ સમારોહ બજેટ પ્રેસમાં ઉજવવામાં આવે છે. બજેટ પ્રેસ નોર્થ બ્લોકમાં ભોંયરામાં સ્થિત છે. હલવો એક મોટી તપેલીમાં બનાવવામાં આવે છે અને દરેક વ્યક્તિ હલવો ખાય છે. નાણામંત્રી અને નાણા મંત્રાલયના તમામ અધિકારીઓ આ સમારોહમાં ભાગ લે છે. હલવા સેરેમની બાદ બજેટની પ્રિન્ટીંગ શરૂ થાય છે. ખીર બની ગયા બાદ બજેટ છાપતા 100થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ ત્યાં જ રહે છે. આ લોકો નોર્થ બ્લોકના ભોંયરામાં 10 દિવસ સુધી રહે છે. નાણામંત્રીના બજેટ ભાષણ પછી જ આ લોકો બહાર આવે છે. આ એક નિયમ છે જેથી બજેટ સાથે જોડાયેલી કોઈપણ માહિતી લીક ન થાય.
આ પણ વાંચો - Budget 2024 : આવકવેરામાં થઇ શકે છે મોટા ફેરફાર! શું મધ્યમ વર્ગને મળશે રાહત?
આ પણ વાંચો - Share Market Update Today: રોકાણકારોની સંપત્તિમાં ઐતિહાસિક વધારો, 14 હજાર કરોડને પાર
આ પણ વાંચો - Zomato ના CEO ની નેટવર્થમાં અચાનક થયો અધધધ રૂપિયાનો વધારો