Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

JIO બાદ હવે Airtel યુઝર્સને લાગ્યો મોટો ઝટકો, તમામ રિચાર્જ પ્લાન કર્યા મોંઘા

Jio બાદ હવે Airtel યુઝર્સને મોટો ઝટકો લાગ્યો છે. રિલાયન્સ જિયો (Reliance Jio) એ ટેરિફ વધાર્યા બાદ હવે ભારતી એરટેલે (Bharti Airtel) પણ 3 જુલાઈથી મોબાઈલ ટેરિફ (Mobile Tariff) માં વધારો કરવાનો નિર્ણય લીધો છે. તેનો તફાવત સીધો ગ્રાહકોના ખિસ્સા...
jio બાદ હવે airtel યુઝર્સને લાગ્યો મોટો ઝટકો  તમામ રિચાર્જ પ્લાન કર્યા મોંઘા

Jio બાદ હવે Airtel યુઝર્સને મોટો ઝટકો લાગ્યો છે. રિલાયન્સ જિયો (Reliance Jio) એ ટેરિફ વધાર્યા બાદ હવે ભારતી એરટેલે (Bharti Airtel) પણ 3 જુલાઈથી મોબાઈલ ટેરિફ (Mobile Tariff) માં વધારો કરવાનો નિર્ણય લીધો છે. તેનો તફાવત સીધો ગ્રાહકોના ખિસ્સા પર પડશે. હવે એરટેલ યુઝર્સે વધુ કિંમત ચૂકવીને ટોપ-અપ પ્લાન (Top-up Plans) ખરીદવા પડશે. આ વધારો પ્રીપેડ અને પોસ્ટપેડ ટેરિફ (Prepaid and Postpaid Tariffs) માં કરવામાં આવ્યો છે.

Advertisement

Airtel યુઝર્સને લાગશે ઝટકો

એક દિવસ પહેલા 27 જૂનના રોજ, રિલાયન્સ જિયોએ પણ પોતાના દરોમાં 13% - 25% વધારો કરવાની જાહેરાત કરી હતી. Jio એ છેલ્લા અઢી વર્ષમાં પહેલીવાર રેટ વધાર્યા છે. અમર્યાદિત વૉઇસ કૉલ પ્લાન માટે, ભારતી એરટેલે હવે તેના રૂ. 179 પ્લાનની કિંમત વધારીને રૂ. 199 કરી છે. ₹455નો પ્લાન હવે ₹599નો છે અને ₹1799નો પ્લાન હવે ₹1999નો છે. ખુદ ભારતીય એરટેલે આ જાણકારી આપી છે. કંપનીએ કહ્યું કે, “અમે માનીએ છીએ કે ARPUનું આ સ્તર નેટવર્ક ટેક્નોલોજી અને સ્પેક્ટ્રમમાં જરૂરી નોંધપાત્ર રોકાણને સક્ષમ કરશે અને મૂડી પર સાધારણ વળતર આપશે. એરટેલ 3 જુલાઈ, 2024થી તેના મોબાઈલ ટેરિફમાં પણ સુધારો કરશે, જે નીચે વિગતવાર છે.

  • JIO બાદ એરટેલનો પણ યુઝર્સને ઝટકો
  • એરટેલના તમામ રિચાર્જ પ્લાન મોઘા થયાં
  • નવા ટેરિફ પ્લાન 3 જુલાઈથી અમલી થશે
  • JIOના રિચાર્જ પ્લાન પણ 15થી 25 ટકા મોંઘા
  • 17 પ્રીપેડ, 2 પોસ્ટપેડ પ્લાન મોંઘા થયા

Advertisement

5G પ્લાન સાથે ફ્રી ડેટા આપવાને કારણે ARPU પર અસર

માર્ચના અંતમાં એરટેલના 72 મિલિયન 5G ગ્રાહકો હતા. એરટેલે કહ્યું છે કે તે દર મહિને 5G ગ્રાહકોની સંખ્યામાં 20-25 લાખનો વધારો નોંધાવી રહ્યું છે, એરટેલે કહ્યું કે 5G પ્લાન સાથે ફ્રી ડેટા આપવાને કારણે ARPU પર અસર થઈ રહી છે. અમર્યાદિત વૉઇસ કૉલ પ્લાન માટે, ભારતી એરટેલે રૂ. 179નો પ્લાન વધારીને રૂ. 199 કર્યો છે. 455 રૂપિયાનો પ્લાન હવે 599 રૂપિયા અને 1799 રૂપિયાનો પ્લાન 1999 રૂપિયાનો થઈ ગયો છે. ભારતીય એરટેલે આ જાણકારી આપી છે. ભારતી એરટેલે તેની રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું છે કે એરટેલ 3 જુલાઈ, 2024થી મોબાઈલ ટેરિફ પણ વધારશે. ભારતી એરટેલે મોબાઈલ માટે પ્રતિ યુઝર આવક વધારીને 300 રૂપિયા પ્રતિ માસ કરવા કહ્યું છે જેથી કંપનીના નાણાકીય મોડલને મજબૂત બનાવી શકાય. ભારતી એરટેલે જણાવ્યું હતું કે, અમે એ સુનિશ્ચિત કર્યું છે કે બજેટ પરના કોઈપણ બોજને દૂર કરવા માટે એન્ટ્રી લેવલની યોજનાઓ પર ખૂબ જ સાધારણ ભાવ વધારો (દિવસ દીઠ 70p કરતા ઓછો) થાય.

Advertisement

કંપનીએ નિવેદનમાં શું કહ્યું?

કંપનીએ તેના નિવેદનમાં કહ્યું છે કે નવી કિંમતો ભારતી હેક્સાકોમ લિમિટેડ સર્કલ સહિત તમામ સર્કલ પર લાગુ થશે. ગ્રાહકના બજેટને ધ્યાનમાં રાખીને, અમે એન્ટ્રી લેવલ રિચાર્જ પ્લાનમાં દરરોજ 70pનો વધારો કર્યો છે, જેથી ગ્રાહકોને તણાવ ન આવે. એરટેલના તમામ પ્લાન માટે નવા ટેરિફ કંપનીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. યુઝર્સ ત્યાં જઈને પોતાનો મનપસંદ પ્લાન પસંદ કરી શકે છે અને રિચાર્જ કરાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, એરટેલ 38 કરોડથી વધુ ગ્રાહકો સાથે દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની છે. ANIએ તેની X (ફર્સ્ટ ટ્વિટર) પોસ્ટમાં આ જાણકારી આપી છે. એવું લાગે છે કે કંપની તેના ગ્રાહકો પાસેથી સ્પેક્ટ્રમ ખરીદવામાં પડેલો વધારાનો બોજ વસૂલ કરી રહી છે.

આ પણ વાંચો - Alert : ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોવ તો…..

આ પણ વાંચો - Anant Ambani-Radhika Merchant નું કાર્ડ જોઇને તમે પણ ચોંકી જશો, ચાંદીનું મંદિર અને સોનાની મૂર્તિઓ…

Tags :
Advertisement

.