Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bhavnagar : તળાજાના જૂની કામરોલ ગામે કાર પાણીમાં ડૂબી જતાં ત્રણ વ્યક્તિઓના મોત

તળાજા તાલુકાના જૂની કામરોલ ગામે કાર પાણીમાં ડૂબી જતાં ત્રણ વ્યક્તિઓના મોત થયાની ઘટના સામે આવી છે. બનાવ અંગે સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામનો પરિવાર ધાર્મિક સ્થાને જૂની કામરોલ ગામ ખાતે ગયો હતો....
11:52 PM Jul 02, 2023 IST | Viral Joshi

તળાજા તાલુકાના જૂની કામરોલ ગામે કાર પાણીમાં ડૂબી જતાં ત્રણ વ્યક્તિઓના મોત થયાની ઘટના સામે આવી છે. બનાવ અંગે સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામનો પરિવાર ધાર્મિક સ્થાને જૂની કામરોલ ગામ ખાતે ગયો હતો.

એક બાળક સહિત ત્રણના મોત

ધાર્મિક સ્થાન નદીના સામા કાંઠે હોવાના કારણે કાર નદીના સામા કાંઠે કાઢવા પ્રયાસ કર્યો હતો ત્યારે પાણીના પ્રવાહમાં કાર તણાઈ હતી જેમાં કુલ પાંચ લોકો સવાર હતા કાર પાણીમાં તણાવતા આજુબાજુના વિસ્તારમાંથી સેવાભાવી લોકો દોડી આવ્યા હતા અને ડૂબી રહેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં એક બાળક સહિત ત્રણના મોત થયા હતા. એક બાળકને ભાવનગર રિફર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

મૃતકના નામ

દયાબેન ભદ્રેશભાઈ જીંજાળા (ઉ.વ. 35, રહે. પાવઠી)
મુક્તાબેન વેલાભાઈ જીંજાળા (ઉ.વ. 50)
અરમીબેન ભદ્રેશભાઈ જીંજાળા ( (ઉ.વ. 2)

ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં પણ છેલ્લા થોડા દિવસોથી મેઘરાજા મહેરબાન છે. એ સિવાય ઉપરવાસમાં પણ સારો એવો વરસાદ પડી રહ્યો છે ત્યારે ભાવનગરના જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છેે. આજે પાલિતાણા, તળાજા, શિહોર પંથકના ગામડાઓમાં પણ વરસાદ નોંધાયો છે ત્યારે બીજી તરફ આ અકસ્માતના સમાચાર સામે આવતા ભારે ચકચાર મચી છે.

અહેવાલ : કૃણાલ બારડ, ભાવનગર

આ પણ વાંચો : KUTCH : ભુજની ભાગોળે બે યુવાનોના ભેદી સંજોગોમાં મોતથી ચકચાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AccidentBhavnagarDeathheavy rainrivertalajaWeather
Next Article