Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જુઓ છે ને એક અલગ જ અંદાજ, કન્યાને લેવા વરરાજા JCB માં થયા સવાર

હાલમાં રાજ્યમાં લગ્ન પ્રસંગની સિઝન ચાલી રહી છે. લોકો આવા ખાસ પ્રસંગોમાં અવનવા કપડા અને એક અલગ અંદાજમાં દેખાવવું પસંદ કરતા હોય છે. કઇંક અલગ કરવાની ઇચ્છા ઘણી વખત ચર્ચાનો વિષય પણ બની જાય છે. આવું જ કઇંક તાજેતરમાં ભાવનગર જિલ્લામાં બન્યું છે જેની ચર્ચાઓ ખૂબ થઇ રહી છે. લગ્ન એ ભાવ-પ્રેમ અને આનંદ તો ઠીક, પણ દેખાડો અને બધાંથી અલગ પડવાની મહેચ્છાઓની પણ આ સાથે મોસમ ખીલી છે. આજે લોકો લગ્ન પ્રસંગà«
જુઓ છે ને એક અલગ જ અંદાજ  કન્યાને લેવા વરરાજા jcb માં થયા સવાર
હાલમાં રાજ્યમાં લગ્ન પ્રસંગની સિઝન ચાલી રહી છે. લોકો આવા ખાસ પ્રસંગોમાં અવનવા કપડા અને એક અલગ અંદાજમાં દેખાવવું પસંદ કરતા હોય છે. કઇંક અલગ કરવાની ઇચ્છા ઘણી વખત ચર્ચાનો વિષય પણ બની જાય છે. આવું જ કઇંક તાજેતરમાં ભાવનગર જિલ્લામાં બન્યું છે જેની ચર્ચાઓ ખૂબ થઇ રહી છે. 
લગ્ન એ ભાવ-પ્રેમ અને આનંદ તો ઠીક, પણ દેખાડો અને બધાંથી અલગ પડવાની મહેચ્છાઓની પણ આ સાથે મોસમ ખીલી છે. આજે લોકો લગ્ન પ્રસંગોમાં ખૂબ પૈસા ખર્ચ કરતા હોય છે. તમે ઘણીવાર જોયું જ હશે કે ઘણા લોકો એક અલગ જ છાપ ઉભી કરવા માટે લગ્ન પ્રસંગોમાં હેલિકોપ્ટર, મોંઘીડાટ કાર, તેમજ હાથી અથવા ઘોડા પર સવાર થઇ જાન લઇને જતા હોય છે. પરંતુ અમે તમને અહીં જે લગ્નની જાન વિશે જણાવવા જઇ રહ્યા છીએ તે આ બધાથી હટકે જ કર્યું છે. જીહા, ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાંતણીયા ગામ ખાતે દાઉદભાઈ અલીભાઈ ઓઢેજાના દીકરા વરરાજા નજીરભાઈ ઓઠેજા લગ્નની જાન JCBમાં લઇને ગયા હતા. JCBમાં વાગતે ગાજતે ધામધૂમથી પોતાના સાસરિયા સુધી તેઓ પહોંચ્યા હતા. આ નજારો જોઇ ગ્રામજનોમાં તેમજ લગ્નમાં પધારેલા મહેમાનોમાં પણ કુતૂહુલનો માહોલ સર્જાયો હતો.
ઉલ્લેખનીય છે કે, ભાવનગરની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ઘણી વખત આ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આવી જ એક ઘટના પાકિસ્તાનમાં પણ જોવા મળી હતી. ગત વર્ષે પાકિસ્તાનમાં એક યુગલે લગ્ન કરીને ઘરે જવા માટે લક્ઝરી વાહનો છોડીને JCB મશીનનો સહારો લીધો હતો, જેના પછી તે ખૂબ ચર્ચામાં આવ્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.