Bhavnagar : શહેરમાં આજથી ત્રણ દિવસ આ વિસ્તારોમાં વીજ અને પાણીકાપ જાહેર કરાયો
- અલગ અલગ વિસ્તારોમાં 9 એપ્રિલ સુધી વીજકાપ જાહેર
- આવતીકાલથી બે દિવસ પાણીકાપનો માર સહન કરવો પડશે
- તખતેશ્વર ફિલ્ટર હેઠળના વિસ્તારમાં પાણી અને વીજકાપ
ભાવનગરવાસીઓને પાણીકાપ અને વીજકાપનો બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે. જેમાં અલગ અલગ વિસ્તારોમાં 9 એપ્રિલ સુધી વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે. તેમાં આવતીકાલથી બે દિવસ પાણીકાપનો માર સહન કરવો પડશે. તખતેશ્વર ફિલ્ટર હેઠળના વિસ્તારમાં પાણી અને વીજકાપ જોવા મળશે. જેમાં 9 એપ્રિલે ડાયમંડ ESR હેઠળના વિસ્તારમાં પાણી પુરવઠો આપવામાં આવશે નહિ. મેન્ટેનન્સની કામગીરીને પગલે સવારે 6થી 12 સુધી વીજકાપ રહેશે.
અલગ અલગ વિસ્તારોમાં વીજકાપ જાહેર કરાયો
ભાવનગર શહેરમાં આજથી ત્રણ દિવસ વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં અલગ અલગ વિસ્તારોમાં વીજકાપ જાહેર કરાયો છે. આજે 7 એપ્રિલે બહુમાળી ભવન, જેલ ગ્રાઉન્ડ, બસ સ્ટેન્ડ, નિલમબાગ અને અનંતવાડી સહિતના સળંગ વિસ્તારમાં વીજકાપ રહેશે. તથા 8 એપ્રિલે તખતેશ્વર પંપિંગ, ન્યુ ફિલ્ટર, કાળુભા રોડ, સહિતના વિસ્તારમાં વીજકાપ સાથે 9 એપ્રિલે આનંદનગર જૂની એલઆઇજી, દિપક ચોક, મહિલા કોલેજ અને યસવંતરાય નાટ્યગૃહ સહિતના વિસ્તારોમાં વિજકાપ કરવામાં આવશે. આ દિવસો દરમ્યાન મેઇન્ટનન્સની કામગીરીને પગલે સવારે 6 થી 12 સુધી વીજ પુરવઠો આપવામાં આવશે નહિ.
વીજ પુરવઠો બંધ રહેતા લોકોને ભરઉનાળે કાળઝાળ ગરમીમાં શેકાવું પડશે
વીજ પુરવઠો બંધ રહેતા લોકોને ભરઉનાળે કાળઝાળ ગરમીમાં શેકાવું પડશે. ભાવનગર શહેરમાં ભરઉનાળે બે દિવસ પાણી કાપને લઈને ટળવળવું પડશે. તેમાં તારીખ 8 અને 9 એપ્રિલ દરમ્યાન શહેરના મુખ્ય વિસ્તારોમાં પાણી મળશે નહિ. ફિલ્ટર વિસ્તારમાં વીજકાપ હોવાના કારણે લોકોને પાણી વગર ટળવળવું પડશે. 8 એપ્રિલ તખતેશ્વર ફિલ્ટર હેઠળના વિસ્તારમાં પાણી પુરવઠો નહીં મળે તથા 9 એપ્રિલના ડાયમંડ ઇ.એસ.આર હેઠળના વિસ્તારમાં પાણી પુરવઠો નહીં મળે તેમજ મંગળવારે કણબીવાડ, નવાપરા, જેલ રોડ, વિદ્યાનગર, ઘોઘા સર્કલ અને આંબાવાડી સહિતના વિસ્તારમાં પાણીકાપ તથા બુધવારે આનંદનગર, સ્લમ બોર્ડ, તિલકનગર, માણેકવાડી, ડોન વિસ્તાર અને હરિયાળા પ્લોટ વિસ્તારમાં પાણીકાપ રહેશે.
આ પણ વાંચો: Rajkot : ગર્ભ પરીક્ષણનો ગોરખધંધો, 12 ધોરણ પાસ મહિલા કરતી હતી કામ