Pahalgam Terrorist Attack : ભાવનગરના પિતા-પુત્રનું આતંકી હુમલામાં મોત
- પહલગામ આતંકી હુમલા મુદ્દે સૌથી મોટા સમાચાર
- આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત
- ભાવનગરના પિતા-પુત્રનું આતંકી હુમલામાં મોત થયું
- યતેશ પરમાર, સુમિત પરમારનું પહલગામ હુમલામાં મોત
- સુરતના શૈલેષ કલઠિયાનું પણ આતંકી હુમલામાં મોત
- બે ગુજરાતી પર્યટક સહિત કુલ 17 લોકો સારવાર હેઠળ
Pahalgam Terrorist Attack : દુનિયાના તમામ ટેન્શન છોડી જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) ફરવા ગયેલા લોકોએ ગઇ કાલે આતંકીઓનું એક ખતરનાક રૂપ જોયું. જણાવી દઇએ કે, મંગળવારે બપોરે કાશ્મીરના પહેલગામ (Pahalgam) માં આતંકવાદી હુમલો (terrorist attack) થયો હતો. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત થયા છે. જેમા ભાવનગરના પિતા-પુત્રનો પણ સમાવેશ થાય છે.
ભાવનગરના પિતા-પુત્રનું મોત
2019 માં પુલવામા આતંકવાદી હુમલા પછી ખીણમાં આ સૌથી ઘાતક હુમલો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકોમાં 2 વિદેશીઓ પણ હતા. આ હુમલામાં 2 સ્થાનિક નાગરિકો પણ માર્યા ગયા હતા. ગુજરાતના 3 વ્યક્તિ પણ આ હુમલાનો ભોગ બન્યા છે. જણાવી દઇએ કે, ભાવનગરના યતેશ પરમાર, સુમિત પરમારનું પહલગામ હુમલામાં મોત થયું છે. મળતી માહિતી અનુસાર, આ બંને પિતા-પુત્ર છે. આ સિવાય સુરતના શૈલાષ કલઠિયાનું પણ આ આતંકી હુમલામાં મોત થયું છે. જ્યારે બે ગુજરાતી પર્યટક સહિત કુલ 17 લોકો સારવાર હેઠળ છે.
ભાવનગરના DIG એ શું કહ્યું?
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ભાવનગરના DIG ગૌતમ એમ. પરમારે પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા અંગે જણાવ્યું હતું કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ભાવનગરના વિનુભાઈ ડાભી પણ ઘાયલ થયા છે. તે હાલમાં અનંતનાગમાં છે. તેમની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. અમારી પાસે રહેલી માહિતી મુજબ, ભાવનગરના 20 લોકો ત્યાં ફરવા ગયા હતા. ઘટનાસ્થળે હાજર લોકોના નામ જાણ્યા પછી અમે કંઈક કહી શકીએ છીએ. અમે જમ્મુ અને કાશ્મીર પોલીસના સંપર્કમાં છીએ. અમને ટૂંક સમયમાં વધુ માહિતી મળશે.
આ પણ વાંચો : Pahalgam Terrorist Attack : હુમલા બાદ 'મિની સ્વિટ્ઝર્લેન્ડ' માં મદદની આશાએ લોકો! વધુ એક Video Viral