ભાવનગરમાં નેટબોલની સ્પર્ધા સોમવારથી શરૂ થશે, આટલી ટીમો લેશે ભાગ
ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સ (National Games 2022) રમાઈ રહી છે. જેના ભાગરૂપે ભાવનગર ખાતે રમાનારી સ્પર્ધાઓમાં નેટબોલની સ્પર્ધા (Netball, Tournament) 26મી સપ્ટેમ્બર સોમવારથી શરૂ થશે. પુરુષોના વિભાગમાં 8 ટીમો અને મહિલા વિભાગમાં 8 ટીમો ભાગ લઈ રહી છે. પુરૂષ વિભાગમાં હરિયાણા, ગુજરાત, પંજાબ અને મધ્યપ્રદેશને પૂલ-Aમાં અને તેલંગાણા, દિલ્હી, કેરળ અને બિહારને પૂલ-Bમાં મૂકવામાં આવ્યા છે.મહિલા વિભાગમાં હરિયાણા, બિહાર, હિમાàª
05:19 PM Sep 25, 2022 IST
|
Vipul Pandya
ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સ (National Games 2022) રમાઈ રહી છે. જેના ભાગરૂપે ભાવનગર ખાતે રમાનારી સ્પર્ધાઓમાં નેટબોલની સ્પર્ધા (Netball, Tournament) 26મી સપ્ટેમ્બર સોમવારથી શરૂ થશે. પુરુષોના વિભાગમાં 8 ટીમો અને મહિલા વિભાગમાં 8 ટીમો ભાગ લઈ રહી છે. પુરૂષ વિભાગમાં હરિયાણા, ગુજરાત, પંજાબ અને મધ્યપ્રદેશને પૂલ-Aમાં અને તેલંગાણા, દિલ્હી, કેરળ અને બિહારને પૂલ-Bમાં મૂકવામાં આવ્યા છે.
મહિલા વિભાગમાં હરિયાણા, બિહાર, હિમાચલ પ્રદેશ અને તેલંગાણાને પૂલ-Aમાં જ્યારે દિલ્હી, કર્ણાટક, પંજાબ અને ગુજરાતને પૂલ-Bમાં મૂકવામાં આવ્યા છે. નેટબોલ સ્પર્ધાનો ઉદઘાટન સમારોહ 26મી સપ્ટેમ્બરના રોજ સવારે સાત વાગ્યે સ્પોટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ભાવનગરના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રાખવામાં આવ્યો છે ત્યારબાદ સવારે 8.00 કલાકે પુરૂષ વિભાગની પ્રથમ મેચમાં હરિયાણા અને ગુજરાત ટકરાશે.
મહિલા વિભાગની પ્રથમ મેચ હરિયાણા અને બિહાર વચ્ચે સવારે 11:00 વાગ્યે રમાશે. નેશનલ નેટબોલ ડેવલોપમેન્ટ કમિટી ના ચેરમેન હરીઓમ કૌશિક તથા ગિરીશ-નેટબોલ ટેકનિકલ કમિટી કનવીનર અને લલિત જીવાણી, નેશનલ ગેમ્સ કોમ્પિટીશન મેનેજર તથા અમિત અરોરા, કોમ્પીટિશન કો. ઓર્ડીનેટર અને નીલમ ફિઝિકલ એજ્યુકેશન ટીચરે 36મી નેશનલ ગેમ્સની માહિતી આપી હતી.
Next Article