Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar માં 6 લોકોનો જીવ લેનાર ડમ્પર ચાલકની ધરપકડ, બિન કાયદેસર ખનન કરતો હતો

Bhavnagar News : ભાવનગરમાં ગઇકાલે તળાજા ત્રાપજ નજીક APPLE TRAVELS નામની એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. રસ્તા વચ્ચે ઉભેલા ડમ્પરમાં આ ટ્રાવેલ્સ ઘુસી ગઇ હતી.
bhavnagar માં 6 લોકોનો જીવ લેનાર ડમ્પર ચાલકની ધરપકડ  બિન કાયદેસર ખનન કરતો હતો
Advertisement
  • ભાવનગરમાં નિર્દોષોનો જીવ લેનાર ડમ્પર ચાલકની ધરપકડ
  • ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર બની હતી ગોઝારી દુર્ઘટના
  • એક નાનકડી ભુલના કારણે 6 નિર્દોષ લોકોએ ગુમાવવો પડ્યો જીવ

Bhavnagar News : ભાવનગરમાં ગઇકાલે તળાજા ત્રાપજ નજીક APPLE TRAVELS નામની એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. રસ્તા વચ્ચે ઉભેલા ડમ્પરમાં આ ટ્રાવેલ્સ ઘુસી ગઇ હતી. આહિર સમુહ લગ્નમાંથી પરત ફરી રહેલી આ લક્ઝરી બસને જમણી બાજુ રોંગ સાઇડમાં ઉભેલું ડમ્પર દેખાયું નહોતું અને તેના કારણે આ સમગ્ર દુર્ઘટના બની હતી.

આ પણ વાંચો : વિધર્મી શખ્સોએ ભુવા બનીને તરૂણીને તેના માતા-પિતાની સામે જ રૂમમાં લઇ જઇ દુષ્કર્મ આચરતા

Advertisement

ભાવનગર સોમનાથ કોસ્ટલ હાઇવે પર બની દુર્ઘટના

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર ત્રાપજ નજીક બનેલા આ ગોઝારા અકસ્માતમાં નિર્દોષ 6 લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. જો કે આ સમગ્ર ઘટનામાં લક્ઝરી ચાલકનું મોત નિપજ્યું હતું. જોકે જમણી બાજુ રોંગમાં ડમ્પર ઉભુ રાખનાર ડમ્પરના ચાલકને શોધી રહી હતી. હવે પોલીસને ડમ્પરના ડ્રાઇવરને શોધવામાં સફળતા મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નેશનલ હાઇવે પર બેદરકારી દાખવીને માટી ભરેલુ ડમ્પર ખોટી રીતે ઉભુ રાખ્યું હતું. જે બસના ડ્રાઇવરને ન દેખાતા પાછળથી ધડાકાભેર બસ ઘુસી ગઇ હતી.

Advertisement

આ પણ વાંચો : એશિયાની સૌથી મોટી હોસ્પિટલ Ahmedabad Civil માં ભુવાઓ કરે છે સારવાર, વીડિયો જોઇને ચોંકી ન જતા

ડમ્પર ચાલક બિનકાયદેસર ખનન કરતો હતો

આ ઘટનામાં પહેલાથી જ પોલીસ દ્વારા ડમ્પરના ડ્રાઇવર વિરદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી. આ બનાવમાં રાજેન્દ્ર ચુડાસમાની અલંગ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જો કે સમગ્ર મામલે ચોંકાવનારી બાબત એક અન્ય એવી પણ સામે આવી છે કે, ડમ્પર ચાલક બિનકાયદેસર રીતે માટીનું ખનન કરતો હતો. બિનકાયદેસર માટી ભરીને ઘોઘાના લાખણકા ગામથી છાપરી નામના ગામે જઇ રહ્યો હતો.

આ પણ વાંચો : Gujarat ને કલંકીત કરતી નિર્ભયા કરતા ભયાનક ઘટના, 11 વર્ષની બાળાના ગુપ્તાંગમાં સળીયો નાખીને...

Tags :
Advertisement

.

×