Bhavnagar : સો. મીડિયા પર રોલો પાડવા યુવકોએ કાર સાથે કર્યા જોખમી સ્ટંટ! Video વાઇરલ
- રાજ્યમાં અસામાજિક તત્વોનો વધતો જતો આતંક! (Bhavnagar)
- ભાવનગરનાં મહુવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો
- ગાડી પર બેસી જોખમી સ્ટંટ કરતાં અને રીલ બનાવતા યુવક
- હાથમાં તીક્ષ્ણ હથિયાર, પુષ્પા ફિલ્મની એક્ટિંગ કરતા દેખાયા
રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે. ત્યારે, વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં યુવકો થાર કાર પર બેસીને હાથમાં છરી અને બંદુક જેવા હથિયાર સાથે જોખમી સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો ભાવનગરનાં (Bhavnagar) મહુવાનો હોવાનું હાલ જાણવા મળ્યું છે. વીડિયોમાં યુવકો જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ નજરે પડી રહ્યા છે. જો કે, હવે આ વાઇરલ વીડિયો સામે આવ્યા બાદ પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેનાં પણ સૌની નજર છે. ગુજરાત ફર્સ્ટના (Gujarat First News) વીડિયોની પુષ્ટિ કરતું નથી.
View this post on Instagram
આ પણ વાંચો - Gandhinagar : ગુજરાત વાહન વ્યવહાર વિભાગ "E-Detection” પ્રોજેકટનું અમલીકરણ કરશે
ગાડી પર બેસી જોખમી સ્ટંટ કરતાં અને રીલ બનાવતા યુવક
યુવકો દ્વારા વાહન સાથે સ્ટંટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જે ભાવનગરનાં (Bhavnagar) મહુવાનો હોવાનું સામે આવ્યું છે. આ વાઇરલ વીડિયોમાં કેટલાક યુવકો થાર કાર પર બેસીને જોખમી સ્ટંટ કરતા અને રીલ બનાવતા નજરે પડે છે. એક યુવક હાથમાં છરી લઈ પુષ્પા ફિલ્મની (Pushpa) એક્ટિંગ કરતો દેખાય છે. યુવકો દ્વારા સોશિયલ મીડિયા પર રોલો મારવા રીલ બનાવી વાઇરલ કરવામાં આવી છે.
આ પણ વાંચો - Kutch : ભચાઉ તાલુકામાં કેનાલમાં નહાવા પડેલા 5 માસૂમ ડૂબ્યા, 3 બાળકોનાં મૃતદેહ મળ્યા
યુવકોનાં હાથમાં છરી સહિતનાં તીક્ષ્ણ હથિયાર જોવા મળ્યા!
સોશિયલ મીડિયા પર વાઇરલ આ રીલ વીડિયોમાં યુવકોનાં હાથમાં છરી સહિતનાં તીક્ષ્ણ હથિયાર જોવા મળે છે. જ્યારે એક વ્યક્તિ જાણે ડોન હોય તેમ સિક્કા પાડી રહી છે અને બીજા બાઉન્સરની જેમ ઊભા છે. આ વાઇરલ વીડિયો સામે આવતા હવે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેનાં પણ સૌની નજર છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) આ વાઇરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો - RTE હેઠળ બાળકનાં શાળા પ્રવેશ માટે પરિવારની આવક મર્યાદામાં કરાયો વધારો! વાંચો વિગત