Bhavnagar : એકલા રહેતા યુવકની ઘરમાંથી મળી શંકાસ્પદ હાલતમાં લાશ
- પાલિતાણામાં શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી (Bhavnagar)
- છેલ્લા ઘણા સમયથી ભગીરથ સિંહ ગોહિલ પોતાના ઘરે એકલા રહેતા હતા
- 15 દિવસ પૂર્વે જે મિલકતની બન્ને ભાઈ વચ્ચે થઈ હતી વહેચણી
- હત્યા કે પછી કુદરતી મૃત્યુ થયું પોલીસે તપાસ હાથ ધરી
Bhavnagar : પાલિતાણામાં એકલા રહેતા યુવકની ઘરમાં શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મૃતક યુવક છેલ્લા ઘણા સમયથી એકલો રહેતો હતો. 15 દિવસ પહેલા જ મૃતક યુવક અને તેનાં ભાઇ વચ્ચે મિલકતની વહેંચણી થઈ હતી. જો કે, મિલકત વહેચણીનાં અમુક દિવસ પછી જ યુવકનું મોત થતાં અનેક સવાલ ઊભા થયા છે. યુવકની હત્યા થઈ કે પછી કુદરતી મોત નીપજ્યું છે તે સહિતની તપાસ પોલીસે હાથ ધરી છે.
આ પણ વાંચો - Anand : બહારનું ખાતા પહેલા સાવધાન! ત્રણ હોટેલ-રેસ્ટોરન્ટ સીલ કરાયાં
ઘરમાં યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી
પોલીસ (Palitana Town Police) તપાસ અનુસાર, ભાવનગર જિલ્લાનાં (Bhavnagar) પાલિતાણામાં આવેલ સર્વોદય સોસાયટીનાં નાકે 30 વર્ષીય ભગીરથસિંહ ગોહિલ તેમનાં મકાનમાં છેલ્લા ઘણા સમયથી એકલા રહેતા હતા. જો કે, ભગીરથસિંહનો તેમના જ ઘરમાં શંકાસ્પદ હાલત મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, 15 દિવસ પહેલા જ ભગીરથસિંહ ગોહિલ અને તેમનાં ભાઈ વચ્ચે મિલકતનાં ભાગ પડ્યા હતા.
આ પણ વાંચો - Ahmedabad : માણસા નગરપાલિકાનાં ચૂંટણી પરિણામને હાઇકોર્ટમાં પડકાર
15 દિવસ પૂર્વે જે મિલકતની બન્ને ભાઈ વચ્ચે થઈ હતી વહેચણી
જો કે, મિલકત વહેચણીનાં માત્ર 15 દિવસ પછી જ ભગીરથસિંહ ગોહિલનું શંકાસ્પદ રીતે મોત નીપજતાં અનેક સવાલ ઊભા થયા છે. પાલિતાણા ટાઉન પોલીસ તેમ જ LCB, SOG ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. ભગીરથસિંહ ગોહિલની હત્યા થઈ છે કે પછી કુદરતી રીતે મોત નીપજ્યું છે તે સહિતની તપાસ પોલીસે હાથ ધરી છે.
આ પણ વાંચો - Ahmedabad : વસ્ત્રાલ કેસમાં વધુ 2 ઝડપાયા, 6 દિવસના રિમાન્ડ મંજૂર, અન્ય 13 આરોપી જેલ હવાલે