Bhavnagar: 2.5 વર્ષ પહેલા 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારાઈ
- દુષ્કર્મના કેસમાં મહુવા કોર્ટે(Mahuva court) આપ્યો ઉદાહરણીય ચુકાદો
- આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની કેદ
- પીડીતાને 4 લાખ રુપિયા વળતર આપવાનો કર્યો હુકમ
Bhavnagar:આજથી 2.5 વર્ષ અગાઉ મહુવા તાલુકામાં 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના ઘટી હતી. આ કેસમાં મહુવા કોર્ટે(Mahuva court) આજે ચુકાદો આપ્યો છે. જેમાં આરોપી બુધાભાઈ ઉર્ફે હકાભાઇ ભીલને 20 વર્ષની કેદ(20 years imprisonment)ની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે પીડીતાને 4 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. મહુવા તાલુકાના સથરા ગામના આરોપી બુધાભાઈ ઉર્ફે હકાભાઇ ભીલને પોલીસે જેલમાં ધકેલી દીધો છે.
સમગ્ર ઘટનાક્રમ
Bhavnagarના મહુવા તાલુકામાં આજથી લગભગ 2.5 વર્ષ અગાઉ મહુવા પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો કેસ નોંધાયો હતો. જેમાં ભોગ બનનાર પીડીતાને વિવિધ સ્થળોએ લઈ જઈને આરોપીએ અનેકવાર દુષ્કર્મ આચર્યુ હતું. આરોપી મહુવા તાલુકાના સથરા ગામનો બુધાભાઈ ઉર્ફે હકાભાઈ ભીલ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીને પકડીને કોર્ટ સમક્ષ હાજર કર્યો હતો. આજે મહુવા કોર્ટમાં કેસ ચાલી જતા સુનાવણી યોજાઈ હતી. આ સુનાવણીમાં સરકારી વકીલે ધારદાર દલીલી કરી હતી. જેમાં સગીરાને અમદાવાદ જેવા સ્થળોએ લઈ જઈ વારંવાર આરોપીએ પોતાની હવસનો શિકાર બનાવી હતી તેવું જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ VS Hospital : AMC ની સ્પષ્ટતા, NHL મેડિકલ કોલેજનાં ડીન અને પ્રોફેસરની પ્રતિક્રિયા
મહુવા કોર્ટનો ઉદાહરણીય ચુકાદો
મહુવા તાલુકાની 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મના કેસમાં મહુવા કોર્ટે (Mahuva court) આજે ઉદાહરણીય ચુકાદો આપ્યો છે. જેમાં કોર્ટે મહુવા તાલુકાના સથરા ગામના બુધાભાઈ ઉર્ફે હકાભાઈ ભીલને પોતાના કાળા કરતૂત બદલ 20 વર્ષની કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત કોર્ટે પીડીતાને 4 લાખ રુપિયા વળતર પેટે ચૂકવવાનો આદેશ પણ કર્યો છે. મહુવા કોર્ટે દુષ્કર્મ કેસમાં આજે ઉદાહરણીય ચુકાદો આપતા પીડીતા અને તેના પરિવારજનોમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ છે. સમગ્ર પંથકમાં પણ કોર્ટે ઉદાહરણીય ચુકાદો આપ્યો છે તેવું ચર્ચાઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ Illegal Mining in Sabarmati : Gujarat First નાં અહેવાલનાં પડઘા પાટનગર સુધી પડ્યા, દોડતા થયાં અધિકારીઓ!