સ્વામિનારાયણનગરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું બેગપાઇપર થીમ બેન્ડ
અમદાવાદ (Ahmedabad)માં સ્વામિનારાયણ નગર લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે અને લાખોની સંખ્યામાં ભાવિકો સ્વામિનારાયણ નગરની મુલાકાત લઇ રહ્યા છે. સ્વામિનારાયણ નગરમાં બેગપાઇપર થીમ બેન્ડ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સ્વામિનારાયણ નગરમાં બેન્ડ છેલ્લા કેટલાય દિવસોથી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ત્યારે બેન્ડ અલગ અલગ થીમ આધારિત પરફોર્મ કરે છે. આજે સ્વામિનારાયણ નગરમાં આઝાદીના
અમદાવાદ (Ahmedabad)માં સ્વામિનારાયણ નગર લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે અને લાખોની સંખ્યામાં ભાવિકો સ્વામિનારાયણ નગરની મુલાકાત લઇ રહ્યા છે. સ્વામિનારાયણ નગરમાં બેગપાઇપર થીમ બેન્ડ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
સ્વામિનારાયણ નગરમાં બેન્ડ છેલ્લા કેટલાય દિવસોથી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ત્યારે બેન્ડ અલગ અલગ થીમ આધારિત પરફોર્મ કરે છે. આજે સ્વામિનારાયણ નગરમાં આઝાદીના અમૃત મહોત્સવની થીમ બનાવવામાં આવી છે ત્યાં ખાસ પર્ફોર્મ કરવામાં આવ્યું હતું.બેન્ડ દ્વારા પરફોર્મ કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં લોકો બેન્ડને નિહાળવા ઊભા રહ્યા હતા.
બેગ પાઈપર થીમ પર બેન્ડ દ્વારા આજે પરફોર્મ કરવામાં આવ્યું હતું.બેન્ડ વગાડનારા તમામ લોકો ગોંડલ અને આસપાસના વિસ્તારના રહીશો છે.ગોંડલ અને આસપાસમાં રહેતા આ તમામ લોકો કોઈકને કોઈક વ્યવસાય સાથે જોડાયેલા છે અને આ તમામ લોકો છેલ્લા છ મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા છે.નગરમાં રોજ 4 કલાક જેટલા સમય સુધી આ લોકોના મનોરંજન માટે બેન્ડ ઉપલબ્ધ હોય છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement