ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઉનાળાનો પ્રારંભ થતાં જ સુરત પ્રાણી સંગ્રહાલયમાં અલાયદી વ્યવસ્થા કરાઇ

એક તરફ ઉનાળાનો પ્રારંભ બીજી બાજુ માવઠાની આગાહીબેવડી ઋતુનો અનુભવ સાથે જ પ્રાણીઓના સ્વાસ્થ્ય પણ અસર થવાની શક્યતાગરમીની શરૂઆત થતાં પ્રાણી સંગ્રહાલયમાં અલાયદી વ્યવસ્થા ઉભી કરાઈ એર કૂલર સહિત પાણીના ફુવારા અને પાણીના હોજ મુકાયાસુરત (Surat) શહેરમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એક બાજુ માવઠાની આગાહી અને બીજી બાજુ ઉનાળા ( summer) નો પ્રારંભ થયો છે.  અત્યારે બેવડી ઋતુનો અનુંભવ થતો હો
02:06 PM Mar 15, 2023 IST | Vipul Pandya
  • એક તરફ ઉનાળાનો પ્રારંભ બીજી બાજુ માવઠાની આગાહી
  • બેવડી ઋતુનો અનુભવ સાથે જ પ્રાણીઓના સ્વાસ્થ્ય પણ અસર થવાની શક્યતા
  • ગરમીની શરૂઆત થતાં પ્રાણી સંગ્રહાલયમાં અલાયદી વ્યવસ્થા ઉભી કરાઈ 
  • એર કૂલર સહિત પાણીના ફુવારા અને પાણીના હોજ મુકાયા
સુરત (Surat) શહેરમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એક બાજુ માવઠાની આગાહી અને બીજી બાજુ ઉનાળા ( summer) નો પ્રારંભ થયો છે.  અત્યારે બેવડી ઋતુનો અનુંભવ થતો હોવાથી સુરત પ્રાણી સંગ્રહાલયમાં અબોલ પશુ પક્ષીઓ પર પણ તેની અસર જોવા મળી રહી છે. પ્રાણીઓના ખોરાકમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. 

ઝૂમાં ખાસ વ્યવસ્થા કરાઇ
છેલ્લા કેટલાક દિવસથી ગરમીનું પ્રમાણ વધી જતાં રસ્તાઓ સુના પડી ગયા છે. તેવામાં ગરમીના પ્રકોપથી પ્રાણી પક્ષીઓની હાલત બગડી રહી છે. જેથી ખાસ પશુ, પક્ષીઓને ધ્યાને રાખીને સુરતના પ્રાણી સંગ્રહાલયમાં પશુ, પક્ષી અને પ્રાણીઓ માટે ફુવારા શરૂ કરાયા છે. એર કૂલર મૂકી પ્રાણીઓને ઠંડક આપવાનો પ્રયાસ કરાયો છે. 
સુરતના નેચર પાર્ક ખાતે કરાઇ ખાસ વ્યવસ્થા
સુરતનું એક નઝરાણું છે, સુરતના સરથાણા ખાતે આવેલું નેચર પાર્ક, જ્યાં સુરતી લાલાઓ પ્રાણીઓને જોવા જવાની મજા માણે છે. પ્રાણી સંગ્રહાલયનું લોકેશન નદી કિનારે છે જેથી પ્રાણીઓને ઉનાળામાં ગરમીની અસર ઓછી થાય છે તેમ છતાં પણ પ્રાણી પક્ષીઓને ખોરા ની સાથે સાથે ગરમીથી બચવા માટે ફુવારાની વ્યવસ્થા કરવામાં આવી છે, એટલુ જ નહી વાઘ, સિંહ જેવા પ્રાણીઓમાં આકરી ગરમીના કારણે તેમના સ્વભાવમાં ફેરફાર ના થાય તે માટે ખાસ મેડીસીન પણ આપવામાં આવે છે.
ઠંડા પ્રદેશના પ્રાણી, પક્ષીઓ માટે વ્યવસ્થા
સૌથી મહત્વની વાત તો એ છે કે કુલીંગ મળ્યા પછી પ્રાણીઓની એક્ટિવીટીમાં, તેમના ખોરાકમાં ફરક પડે છે અને રોગ પણ થવાની શક્યતા ઓછી રહે છે.  પ્રાણી સંગ્રહાલયમાં કેટલાક પ્રાણી પક્ષીઓ ઠંડા પ્રદેશના પણ હોય છે, તેમના માટે પણ અહીંના વાતાવરણ સાથે સંતુલિત કરી શકે તેવી કુલીંગ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી પ્રાણી પક્ષીઓ ગરમીના પ્રકોપ થી બચી રહે અને પ્રાણી સંગ્રાલયમાં આવતા પ્રાણી પ્રેમીઓ પ્રાણીઓને નિહાળી શકે. 
એર કુલર મૂકી ઠંડક આપવામાં આવી રહી છે
પ્રાણી સંગ્રહાલયના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ રાજેશ પટેલે જણાવ્યું હતું કે આ કાળઝાળ ગરમીને ધ્યાને રાખી પ્રાણીઓને ગરમીથી રાહત આપવા માટે હાલના તબક્કે ઠંડા પાણીના ફુવારા શરૂ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત માંસાહારી પ્રાણીઓના પાંજરામાં પાણીનો હોજ બનાવી તેમાં પાણી ભરી દેવામાં આવ્યું છે. અને પાણીથી નવડાવી ઠંડક આપી ગરમીથી રાહત આપવામાં આવી રહી છે. સાથે જ એર કુલર મૂકી ઠંડક આપવામાં આવી રહી છે તેમજ ગરમી વધતા આગામી દિવસોમાં પ્રાણીઓના પાંજરા નજીક બરફની લાદી મૂકવાનું આયોજન કરાયું છે.
હાલ 36 ડિગ્રીની આસપાસ ગરમીનો પારો છે તેથી પ્રાણીઓ સાથે પક્ષી ઓના પીંજરામાં પણ ફુવારા મુકી દેવાયા છે.એરકુલરનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં ગરમી વધે તો તેનાથી પ્રાણીઓને બચાવવા માટે આવા પ્રયોગ પણ કરવામાં આવી રહ્યા છે. પ્રાણીઓના ખોરાકમાં પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. 
આ પણ વાંચો---અમદાવાદમાં યોજાશે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AnimalGujaratFirstspecialarrangementsSummerSuratSuratZooZoo
Next Article