Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી, આવતીકાલે વડાપ્રધાનશ્રી કરશે ઉદ્ઘાટન

BAPSબોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અમદાવાદના આંગણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે. અમદાવાદના (Ahmedabad)એસપી રિંગરોડ પર ઓગણજ ખાતે 600 એકરમાં પ્રમુખ સ્વામી મહારાજ નગર બનાવવામાં આવ્યું છે. અહીં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી 2023 સુધી ભવ્ય રીતે શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. 14 ડિસેમ્બર(બુધવાર)એ સાંજે  વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના (Narendra Modi)હ
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી  આવતીકાલે વડાપ્રધાનશ્રી કરશે ઉદ્ઘાટન
BAPSબોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અમદાવાદના આંગણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે. અમદાવાદના (Ahmedabad)એસપી રિંગરોડ પર ઓગણજ ખાતે 600 એકરમાં પ્રમુખ સ્વામી મહારાજ નગર બનાવવામાં આવ્યું છે. અહીં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી 2023 સુધી ભવ્ય રીતે શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. 14 ડિસેમ્બર(બુધવાર)એ સાંજે  વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના (Narendra Modi)હસ્તે પ્રમુખસ્વામી મહારાજ નગરનું (Pramukh Swami Nagar)ઉદ્ઘાટન કરવામાં આવશે.  
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી કરશે ઉદ્ઘાટન
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી બુધવારે સાંજે 5 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. પીએમ મોદી 5.30 કલાકે સીધા એરપોર્ટથી ઓગણજ પહોંચશે. ઓગણજ ખાતે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી હાજરી આપશે. પીએમ મોદીના હસ્તે પ્રમુખ સ્વામી મહારાજ નગરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. પીએમ મોદીની સાથે મહંત સ્વામી સહિત સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સાધુ સંતો પણ હાજર રહેશે. 
પ્રમુખ સ્વામી નગરની શું છે વિશેષતા?
પ્રમુખ સ્વામી નગરની શું વિશેષતા છે તેની વાત કરીએ પ્રમુખ સ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. નગરની અંદર અક્ષરધામ મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. સાથે જ અહીં રાત્રિના સમયે ગ્લો ગાર્ડન પણ માણી શકાશે. 3,600 સ્વયં સેવકોએ ગ્લો ગાર્ડન તૈયાર કર્યું છે અને 8 હજાર 300 લાઈટ સ્કલપચર તૈયાર કર્યાં છે.
એક મહિનો અમદાવાદના આંગણે ભવ્ય કાર્યક્રમ
અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર 600 એકરમાં વિશાળ મહોત્સવ સ્થળ બનાવાયું છે. જેમાં પ્રમુખ સ્વામી મહારાજ નગર તૈયાર કરી અનેક સુવિધાઓ ઉભી કરાઈ છે. પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પ્રેરણાત્મક પ્રદર્શન, મનોરંજક અને જ્ઞાનવર્ધક બાળનગરી, નયનરમ્ય અને રંગબેરંગી જ્યોતિ ઉદ્યાન, અક્ષરધામની આબેહૂબ પ્રતિકૃતિ, લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિત અનેક આકર્ષણનો સમાવેશ કરાયો છે.
બાળનગરીમાં કેવો આકર્ષણો છે
બાળ નગરી પણ તૈયાર કરવામાં આવી છે. જેમા પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર પણ જોવા મળશે. બાળનગરીમાં 6થી 7 હજાર બાળકો એનું સંચાલન કરશે..

પ્રમુખ સ્વામી નગરના અન્ય આકર્ષણો
પ્રમુખ સ્વામી નગરમાં કુલ બે સભા ગૃહ છે. પ્રમુખ સ્વામી મહારાજ સભા ગૃહ અને નારાયણ સભાગૃહ જેમા વિચાર સમારોહ થશે.
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી 15 ડિસેમ્બરે નારાયણ સભા ગૃહનું ઉદ્ઘાટન કરશે
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ 15 ડિસેમ્બરે નારાયણ સભા ગૃહનું ઉદ્ઘાટન કરશે. સભા ગૃહમાં 21 પરિષદ,14 પ્રોફેશનલ અને 7 એકેડેમીક પરિષદો યોજાશે. મેડિકલ, જમવાની, અધ્યામિક્તાની, સ્પોર્ટ્સ સહિત તમામ સુવિધાઓ છે. જો કોઈ પાસે સમય ઓછો છે તો 20 મિનિટમાં સાર સમજવો હોય તો એક લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ છે. પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં આધૂનિક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.