Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પ્રમુખસ્વામી મહારાજે એશિયા પેસિફિક દેશોમાં ભારતીય સંસ્કૃતિના પડઘમ ગુંજાવ્યા

અમદાવાદને આંગણે પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાય રહ્યો છે, તેને અંતર્ગત રોજ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતુ હોય છે. તેથી આજે પણ શતાબ્દી મહોત્સવમાં ‘એશિયા પેસિફિક દિન’ની ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે  પ્રમુખસ્વામી મહારાજે એશિયા પેસિફિક દેશોમાં ભારતીય સંસ્કૃતિના પડઘમ ગુંજાવ્યા છે, જ્યાં 18  જેટલાં BAPS મંદિરો દ્વારા આધ્યાત્મિક અને સાંà
પ્રમુખસ્વામી મહારાજે એશિયા પેસિફિક દેશોમાં ભારતીય સંસ્કૃતિના પડઘમ ગુંજાવ્યા
Advertisement
અમદાવાદને આંગણે પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાય રહ્યો છે, તેને અંતર્ગત રોજ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતુ હોય છે. તેથી આજે પણ શતાબ્દી મહોત્સવમાં ‘એશિયા પેસિફિક દિન’ની ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે  પ્રમુખસ્વામી મહારાજે એશિયા પેસિફિક દેશોમાં ભારતીય સંસ્કૃતિના પડઘમ ગુંજાવ્યા છે, જ્યાં 18  જેટલાં BAPS મંદિરો દ્વારા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉત્કર્ષ અને સામાજિક સેવાકાર્યોનું ઉમદા કાર્ય થઈ રહ્યું છે. જેમાં સિંગાપોર, થાઈલેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયાથી લઈને એશિયા પેસિફિકના અનેકવિધ દેશોમાં ભવ્યતાથી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત વ્યસનમુક્તિ, પર્યાવરણ જાગૃતિ, આરોગ્યજાગૃતિના કાર્યક્રમો યોજાયા છે.
BAPSના પૂજ્ય ગુણચિંતન સ્વામીએ સમજણનો આયામ વિષયક વક્તવ્યમાં જણાવ્યું
પ્રમુખસ્વામી મહારાજે આપેલી સમજણથી શાંતિનો રાજમાર્ગ ખુલ્લો થઈ જાય છે. મૃત્યુ સામે હોય છતાં પણ બળની વાત કરનારા હરિભક્તો પ્રમુખસ્વામી એ તૈયાર કર્યા છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું છે કે 'સમજણ આપત્કાળે કળાય છે' અને પ્રમુખસ્વામી મહારાજે તેવા હરિભક્તોનું નિર્માણ કર્યું છે.
BAPSના પૂજ્ય પ્રિયચિંતન સ્વામીએ સંસ્કારનો આયામ વિષયક વક્તવ્યમાં જણાવ્યું
પ્રમુખસ્વામી મહારાજે પ્રમાણિકતા, તપ, જ્ઞાન, નિયમધર્મ અને આજ્ઞાના સંસ્કારોનું સિંચન દેશ વિદેશના તમામ બાળકોમાં કર્યું છે. તમામ બાળ બાલિકાઓ અને સત્સંગીઓ નિયમ ધર્મમાં રહીને ગુરુહરિનો રાજીપો પ્રાપ્ત કરી રહ્યા છે.”
BAPSના પૂજ્ય આર્ષપુરુષ સ્વામીએ સુહૃદભાવનો આયામ વિષયક વક્તવ્યમાં જણાવ્યું,
ભગવાન સ્વામિનારાયણે કહ્યું હતું કે, 'જ્યાં સંપ અને સુહૃદયભાવ દયા અને મર્યાદા હોય ત્યાં પ્રભુ નિવાસ કરીને રહે છે. સમગ્ર ભક્ત સમુદાય એક પરિવારના ભાવ સાથે જીવી રહ્યા છે.”
BAPS ના પૂજ્ય પરમચિંતન સ્વામીએ જણાવ્યું
સત્સંગ વ્યક્તિને વિવેક આપે છે, જીવન પરિવર્તન તરફ આગળ લઈ જાય છે, સત્સંગ ભગવતશ્રદ્ધા દૃઢાવે છે, સત્સંગ વ્યક્તિના જીવનમાં આધ્યાત્મિક જ્ઞાન પ્રેરે છે અને અંતે મોક્ષ તરફ લઈ જાય છે. મહંતસ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથમાં કહ્યું છે કે 'સઘળું સુફળ સત્સંગ કરવાથી પ્રાપ્ત થાય છે , માટે મુમુક્ષુઓએ સદાય સત્સંગ કરવો.'  સત્સંગ કરવા માટે મંદિર ખૂબ જ જરૂરી છે અને પ્રમુખસ્વામી મહારાજે અનેક મંદિરોનું નિર્માણ દેશ વિદેશમાં કર્યું છે.
આદરણીય જૈન ધર્મગુરુ પૂજ્ય આચાર્ય ચંદ્રજિતસૂરીજી મહારાજે જણાવ્યું
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ સદીનું સર્વશ્રેષ્ઠ આયોજન છે. શરીરનું જીવન સૂર્યને આભારી છે પરંતુ આત્માનું જીવન સંસ્કાર, સહિષ્ણુતા, સંયમ, આત્મીયતાને આભારી છે. ભારતીય પરંપરામાં સંતો જ સૂર્ય સમાન છે. હિન્દુ ધર્માંચાર્યોમાં પ્રમુખસ્વામી મહારાજને 'સેઇન્ટ ઓફ સેંચ્યુરી (Saint of Century)' થી સન્માનવા જોઈએ તેવું હું દૃઢપણે માનું છું માટે આજે તેમને ભાવાંજલિ આપવા અમે સૌ પદયાત્રા કરીને આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવ્યા છીએ.' પ્રમુખસ્વામી મહારાજ માત્ર સંપ્રદાયના આચાર્ય નહોતા પરંતુ સમષ્ટિના ધર્માચાર્ય હતા. આ પ્રમુખસ્વામી મહારાજ નગરનાં દર્શન કરીને સમગ્ર ભારત વર્ષ સદાચારનું પાલન કરવાનું શરૂ કરશે તેવી મને આસ્થા છે.”
ભારતમાં કઝાકિસ્તાનના રાજદૂત માનનીય અર્દક કાકિમઝાનોવે શુભેચ્છા સંદેશનું પઠન કરતાં જણાવ્યું,
પ્રમુખસ્વામી મહારાજ નગર સમગ્ર વિશ્વમાં શાંતિ અને સંવાદિતાનો સંદેશ આપે છે. પ્રમુખસ્વામી મહારાજની કરુણા અને પ્રેમ સમગ્ર વિશ્વને સ્પર્શી ગયા  છે.”
ભારતમાં મંગોલિયાના રાજદૂત માનનીય શ્રી ગેનબોલ્ડ ડંબજાવે જણાવ્યું,
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માટે આપ સૌને હાર્દિક શુભકામનાઓ. મે ૨૦૧૯ માં દિલ્હી અક્ષરધામના દર્શન કર્યા હતા, અક્ષરધામ ખૂબ જ અદ્ભુત છે. મોંગોલિયા અને ભારત એ આધ્યાત્મિક પાડોશી છે.”


ભારતમાં ઇઝરાયેલના રાજદૂત શ્રી માનનીય નાઓર ગિલોને જણાવ્યું
પ્રમુખસ્વામી મહારાજે તેમના જીવન અને કાર્યો દ્વારા સમગ્ર વિશ્વના લોકોને પ્રભાવિત કર્યા છે. ૧૯૯૯માં પ્રમુખસ્વામી મહારાજે ઇઝરાયેલ દેશને પાવન કર્યો હતો અને જુદા જુદા ધર્મો પ્રત્યે આદર દર્શાવીને પ્રમુખસ્વામી મહારાજે હિન્દુ અને યહૂદી ધર્મ વચ્ચે સમન્વય અને સંવાદ સાધ્યો હતો. “
ભારતમાં ન્યુઝીલેન્ડના હાઈ કમિશનર માનનીય ડેવિડ પાઈને જણાવ્યું,
મને આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને ખૂબ જ ખુશી થઈ છે.1996માં પ્રમુખસ્વામી મહારાજે ન્યુઝીલેન્ડ દેશમાં અમારી પાર્લામેન્ટમાં પધારીને અમારો દેશ પાવન કર્યો હતો. આજે હિન્દુ ધર્મ બીજા મોટા ધર્મ તરીકે ન્યુઝીલેન્ડમાં પ્રસરી રહ્યો છે. આ સંસ્થાના ૮૦,૦૦૦ સ્વયંસેવકોનું સમર્પણ અને સેવા ખૂબ જ અદ્ભુત છે.
ઓસ્ટ્રેલિયા સરકારના MP માનનીય જેસન વુડે જણાવ્યું,
મારું સૌભાગ્ય છે કે મને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા મળ્યો અને ઓસ્ટ્રેલિયાથી ભારત આવવાનું સફળ થયું. મહંતસ્વામી મહારાજનો અથાગ પુરુષાર્થ અને તેમની નેતાગીરી ખરેખર અદ્ભુત છે અને આજે આ સંસ્થા વિશ્વનાં ખૂણે ખૂણે પહોંચી રહી છે અને સમાજ સેવાનાં ઉત્તમ કાર્યો કરી રહી છે તેમજ હિન્દુ સંસ્કૃતિ અને સંસ્કારોનો પ્રચાર અને પ્રસાર કરી રહી છે. પ્રમુખસ્વામી મહારાજ હંમેશા ' બીજાના ભલામાં આપણું ભલું ' તે જીવન ભાવના સાથે જીવ્યા છે. કોરોના સમયે ઓસ્ટ્રેલિયા દેશમાં બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાએ ભારતીય વિદ્યાર્થીઓ તેમજ દેશના નાગરિકો માટે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી હતી તે માટે હું આપનો આભારી છું.”
ભારત સરકારના કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી રાજકુમાર રંજન સિંહે જણાવ્યું
મને અફસોસ છે કે હું આ નગરમાં પહેલા ના આવી શક્યો, આ પ્રમુખસ્વામી મહારાજ નગર ખૂબ જ અદ્ભુત છે. પ્રમુખસ્વામી મહારાજે દર્શાવેલા આદર્શો અને મૂલ્યો દુનિયાના કોઈ પણ દેશ અને ધર્મને લાગુ પડે તેવા છે અને તેમણે યુએન પરિષદમાં આપેલો સર્વધર્મ સંવાદિતાનો સંદેશ ખૂબ જ અદ્ભુત હતો. બીએપીએસ ચેરિટી દ્વારા સમાજ કલ્યાણના અનેકવિધ કાર્યો સમાજના ઉત્થાન માટે કરવામાં આવે છે. આ સંસ્થા 'વસુધૈવ કુટુમ્બકમ ' ની ભાવના સાથે  સમાજ સેવાનું કાર્ય કરી રહી છે. મારા મતે અબુધાબી અને બાહરીનમાં બનનાર હિન્દુ સ્વામિનારાયણ મંદિર એ ખૂબ જ મોટો ચમત્કાર છે.
ભારતમાં કોરિયાના રાજદૂત માનનીય ચાંગ જે-બોકે જણાવ્યું
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માટે આપ સૌને હાર્દિક શુભકામનાઓ. પ્રમુખસ્વામી મહારાજ ખૂબ જ દિવ્ય આધ્યાત્મિક ગુરુ હતા જેમણે પોતાના જીવન અને કાર્યો દ્વારા અનેક લોકોના જીવન પરિવર્તન કર્યા છે.
ભારતમાં નેપાળના રાજદૂત માનનીય ડૉ. શંકર પ્રસાદ શર્માએ જણાવ્યું
પ્રમુખસ્વામી મહારાજ ખૂબ જ કુશળ નેતા હતા, જેમણે નિઃસ્વાર્થ ભાવે સમાજ સેવા કરવા માટે સ્વયંસેવકોની સેનાનું નિર્માણ કર્યું. 2015માં પ્રમુખસ્વામી મહારાજે નેપાળ દેશમાં અદ્ભુત રાહત કાર્ય કર્યું હતું તેમજ કોરોના સમયે પણ BAPS દ્વારા ઓક્સીજનની મદદ પણ કરી હતી. ભગવાન સ્વામિનારાયણે મુક્તિનાથને પાવન કરીને નેપાળ અને ભારત વચ્ચે દિવ્ય આધ્યાત્મિક સંબંધનું નિર્માણ કર્યું હતું.”
વિક્ટોરિયા રાજ્ય સરકાર(પૂર્વ), ઓસ્ટ્રેલિયાના માનનીય ક્રેગ ઓંડાર્ચીએ જણાવ્યું
બીજાના ભલામાં આપણું ભલું ' એ સૂત્ર દ્વારા પ્રમુખસ્વામી મહારાજે બીજા માટે જીવવાની ઉત્તમ શીખ અને પ્રેરણા આપી છે. બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થા મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી ઓસ્ટ્રેલિયામાં અનેકવિધ સામાજિક કાર્યો કરી રહી છે તે માટે હું આપનો આભારી છું. મારા હૃદયમાં બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થા માટે ખૂબ જ પ્રેમ અને આદરભાવ રહેલો છે. મહંતસ્વામી મહારાજે મારી ઓફિસમાં આવીને મને આશીર્વાદ આપ્યા હતા અને તે આશીર્વાદ દ્વારા હું આજે સારામાં સારી સમાજસેવા કરી શકું છું. 'મહંત સ્વામી મહારાજ! તમે મારી ઓફિસમાં આવ્યા અને આશીર્વાદ આપ્યા એ ક્ષણ ક્યારેય નહિ ભૂલી શકું અને કૃપા કરીને પાછા મેલબોર્ન આવશો, અમારા દેશને તમારી જરૂર છે.”
ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર માન. બેરી ઓ'ફેરેલ AOએ જણાવ્યું
મારા માટે સૌભાગ્યની વાત છે કે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું. હું પ્રમુખસ્વામી મહારાજનો આભારી છું કારણકે આ સંસ્થા સાચા અર્થમાં અમારા દેશમાં સમાજ સેવાનું કાર્ય કરી રહી છે.
ભારતમાં શ્રીલંકાના હાઈ કમિશનર માનનીય શ્રી અસોકા મિલિન્દા મોરાગોડાએ જણાવ્યું,
પ્રમુખસ્વામી મહારાજ ખૂબ જ દિવ્ય આધ્યાત્મિક નેતા હતા જેમણે ' બીજાના ભલામાં આપણું ભલું"  તે સૂત્ર આપ્યું હતું અને તે જીવનભાવના સાથે જીવ્યા હતા. સુનામી સમયે આ સ્વામિનારાયણ સંસ્થાએ ખૂબ જ અદ્ભુત રાહત કાર્ય કર્યું હતું.
જેકે યોગ (જગદગુરુ કૃપાલુજી યોગ)ના સ્થાપક શ્રી સ્વામી મુકુંદાનંદે જણાવ્યું
પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિઓને જોઈને મને ભગવાન સ્વામિનારાયણના દર્શન થઈ રહ્યા છે. મે પ્રમુખસ્વામી મહારાજના પણ દર્શન નથી કર્યા પરંતુ અહી હાજર સ્વયંસેવકો અને સંતો ભક્તો તેમજ આ પ્રમુખસ્વામી મહારાજ નગરના કણ કણમાં મને પ્રમુખસ્વામી મહારાજના દર્શન થઈ રહ્યા છે.”
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું
પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે પ્રેમ, વિશ્વાસ અને શ્રદ્ધાથી સત્સંગ વધે છે. એકતા અને સંપથી કાર્ય સિદ્ધ થાય છે. સૌ સુખી થાય એ પ્રાર્થના!અનેક અગ્રણીઓએ પણ આજની સભામાં પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આદરણીય જૈન ધર્મગુરુ પરમ પૂજ્ય વિજય અભયસૂરીશ્વરજી મહારાજે ભગવાન સ્વામિનારાયણ લિખિત શિક્ષાપત્રી ગ્રંથના મહિમાનું ગાન કર્યું હતું અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સંસ્કૃતિ માટેના કરેલાં યુગકાર્યને બિરદાવ્યું હતું. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

Related News

featured-img
video

gandhinagar : ઠાકોર સમાજ દ્વારા સ્નેહ મિલન સંમેલનનું આયોજન, વિવિધ કલાકારો અને સમર્થકો રહ્યા હાજર

featured-img
video

Valsad : કાયદાનો ભંગ! સિવિલ કેમ્પસમાં તબીબોનો ડીજે પર ડાન્સ

featured-img
video

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી C. R. Patil નો આજે જન્મદિવસ

featured-img
video

Pakistan : લશ્કરના મોસ્ટ વોન્ટેડ આતંકી Abu Katal ની હત્યા

featured-img
video

Gujarat Education: વાલીઓ માટે રાહતના સમાચાર, પ્રવેશ માટે આવક મર્યાદા 6 લાખ

featured-img
video

વિધાનસભામાં કલાકારોને આમંત્રણ મુદ્દે Vikram Thakor ની Gujarat First સાથે ખાસ વાતચીત

Trending News

.

×