Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પશ્ચિમ બંગાળ : સાંસ્કૃતિક ધરોહર

એક સમયે વિશ્વના બીજા ઘણા દેશો સાથે ફળદ્રુપતા, અને સમૃધ્ધિમાં તુલના થાય તેવા બંગાળના સમય જતાં બે ભાગલા પડી ગયા. પૂર્વનો ભાગ આજે બાંગ્લાદેશ તરીકે અને પશ્ચિમનો ભાગ બેશક તેના સ્થાનની જેમ જ પશ્ચિમ બંગાળ તરીકે ઓળખાય છે. બંગાળ હંમેશા ભારતમાં ચર્ચાસ્પદ રહ્યું છે એ પછી બોલિવૂડ હોય, રાજકારણ હોય કે સંસ્કૃતિ. બંગાળના પાયા ભારતમાં ખૂબ ઊંડાણ સુધી પ્રસર્યા છે. કળા અને સાહિત્યનાં ખુબ ઉત્કૃષ્ટ àª
04:55 AM May 24, 2022 IST | Vipul Pandya
એક સમયે વિશ્વના બીજા ઘણા દેશો સાથે ફળદ્રુપતા, અને સમૃધ્ધિમાં તુલના થાય તેવા બંગાળના સમય જતાં બે ભાગલા પડી ગયા. પૂર્વનો ભાગ આજે બાંગ્લાદેશ તરીકે અને પશ્ચિમનો ભાગ બેશક તેના સ્થાનની જેમ જ પશ્ચિમ બંગાળ તરીકે ઓળખાય છે. બંગાળ હંમેશા ભારતમાં ચર્ચાસ્પદ રહ્યું છે એ પછી બોલિવૂડ હોય, રાજકારણ હોય કે સંસ્કૃતિ. બંગાળના પાયા ભારતમાં ખૂબ ઊંડાણ સુધી પ્રસર્યા છે. કળા અને સાહિત્યનાં ખુબ ઉત્કૃષ્ટ અને પ્રચૂર માધ્યમ તરીકે બંગાળની સંસ્કૃતિની ધજા ખૂબ ઊંચી ફરકે છે
ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના સુરતમાં કોઠી સ્થાપીને થઈ  પરંતુ તેમનો રાજકીય હસ્તક્ષેપ તો પશ્ચિમ બંગાળથી જ શરૂ થયેલો. તમે પ્લાસીનાં યુદ્ધ અને બકસરનાં યુદ્ધ વિશે જાણો જ છો. 
અરવિંદ ઘોષ,રવીન્દ્રનાથ ટાગોર , સુભાષચંદ્ર બોઝ, રાજા રામમોહનરાય, આર.સી દત્ત, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, સ્વામી વિવેકાનંદ, હોય કે પછી આઝાદીનાં લડવૈયાઓ જ્યારે પણ ભારતીય સંસ્કૃતિની કે પછી ભારતીય કળા સાહિત્યની અને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામની વાત નીકળે ત્યારે તેમાં બંગાળનો હંમેશા સિંહફાળો જોવા મળે છે.
બંગાળ જે તે સમયમાં નિકાસનું મોટું કેન્દ્ર હતું જ્યાંથી કપાસ, ચોખા, અને ચા ની મોટા પાયે નિકાસ થતી.  જ્યારે ખેતીમાં  હરિત ક્રાંતિ આવી ત્યારે પંજાબ હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં ખેત ઉત્પાદન ખાસ્સું વધી ગયુ પરંતુ તેના પ્રમાણમાં બંગાળમાં ખેત ઉત્પાદન એટલુ વધ્યું નહીં. મોટાભાગના ખેડૂતો પાસે જમીન ઓછી હતી આથી આ સિમાંત ખેડૂતો આધુનિક ખેતી કરી શક્યા નહીં. 
આર્થિક દ્રષ્ટિએ હમણાં પશ્ચિમ બંગાળ પાછું પડે છે ત્યારે વામપંથી ઓના ગઢ સમાન પશ્ચિમ બંગાળ જો કે  કળા અને સાહિત્યમાં કાંઈ ગાંજ્યા જાય તેવું નથી. ભારતને સૌથી વધુ નોબલ વિજેતાઓ પશ્ચિમ બંગાળે આપ્યા છે. પશ્ચિમ બંગાળમાં ક્રિકેટના રસિયાઓ તો છે જ અને તેઓ સૌરવ ગાંગુલીના ચાહકો છે પરંતુ સાથે સાથે તેઓ લોન ટેનીસ અને તેના ખેલાડી લિએન્ડર પેસ ના પણ ફેન છે.ખૂબ જ પ્રસિદ્ધ ફૂટબોલ પ્લેયર મોહન બગાન પશ્ચિમ બંગાળથી જ છે. મારા જે મિત્રોનું પોસ્ટિંગ પશ્ચિમ બંગાળમાં છે તેઓ બંગાળની સંસ્કૃતિના વખાણ કરતા થાકતા નથી. એ પછી કલકત્તાની લાઈબ્રેરી હોય કે પછી ત્યાંની ખાણી પીણી. તમે જાણતા જ હશો તેમ  ત્યાં માછલી ખૂબ ખવાય છે અને માછલીઓનાં ઉત્પાદનમાં પણ તેઓ ભારતમાં બીજા ક્રમે છે. ચોખાનું પણ ખાસ્સું ઉત્પાદન થાય છે. પશ્ચિમ બંગાળ ખૂબ જ સ્ટ્રેટેજિક જગ્યાએ આવેલું છે. ઉત્તર પૂર્વના રાજયો એક બાજુ અને બીજુ બાજુ વિશાળ જનસંખ્યા ધરાવતા ઉત્તર પ્રદેશ અને બિહાર વચ્ચે પોતાની સંસ્કૃતિને સમેટીને બેઠું છે. પશ્ચિમ બંગાળ તો આખા એક દેશ જેવું લાગે નોસ્ટેલજીક પણ લાગે અને આધુનિક પણ લાગે,સુખી પણ લાગે અને દુઃખી પણ લાગે. રાજકારણના કેન્દ્ર સમાન અને સાહિત્ય અને કળાનાં કેન્દ્ર સમાન આખું આ રાજ્ય સવિશેષ છે. પુરુલિયા શસ્ત્ર કાંડ વિશે પણ આપણે જાણવું રહ્યું તેના પર એક મૂવી પણ બન્યું છે જગ્ગા જાસુસ. ભારતની રાજધાની સૌપ્રથમ તો કોલકાતા જ હતી તે પછી અંગ્રેજોએ દિલ્હી ખસેડી.
પશ્ચિમ બંગાળ એટલે પ્રસિદ્ધ સંતોની ભૂમિ, ચૈતન્ય મહાપ્રભુ સ્વામી વિવેકાનંદ, અને રામકૃષ્ણ પરમહંસની ભૂમિ.પશ્ચિમ બંગાળનો ડેલ્ટા ગંગા હુગલી બ્રહ્મપુત્રા નદીથી બને છે તે પણ અનન્ય છે અને હાવડા બ્રિજને તો વળી કોણ ભૂલી શકે ? બંગાળનાં નાટકો અને ફિલ્મોએ આઝાદીની ચળવળમાં મોટો ફાળો આપેલો છે. પશ્ચિમ બંગાળની મૂળ ભાષા આમ તો બંગાળી છે પરંતુ ઓફિશ્યલ ભાષામાં અંગ્રેજીનો પણ ઉપયોગ થાય છે. ઉત્તર બંગાળમાં નેપાળી પણ બોલાય છે, તેઓ હિન્દી પણ સમજે છે. દક્ષિણ ભારતની જેમ તેઓને હિન્દી ભાષા પરત્વે સુગ નથી. 
અવનવી હેર સ્ટાઈલ, ઘાંટી લિપસ્ટિક, ઢગલાબંધ સિંદુર, લાલ ચાંદલો અને સફેદ સાડી પહેરેલી બંગાળી સ્ત્રીનું અનુપમ સૌંદર્ય સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે અને આ સૌંદર્યને ઘણા બધા આયામો વડે ફિલ્મ અને મોડલિંગ ક્ષેત્રે સફળતાપૂર્વક રજૂ કરવામાં આવ્યુ છે. ભારતીય મૂવીઝમાં પંજાબી અને બંગાળી કલચર વર્ષોથી અકબંધ છે. ટપ્પા એક સાંસ્કૃતિક ગીત છે કે બંગાળમાં એક સમયે ખૂબ જ પ્રસિદ્ધ હતું. રવિન્દ્ર સંગીત તો બંગાળની ધરોહર છે.
કલકત્તાને તમે ભારતનું સાંસ્કૃતિક કેપિટલ કહી શકો. ભારતમાં સૌપ્રથમ મેટ્રો રેલ પણ કલકત્તામાં થયેલી અને અને ટ્રામ પણ કલકત્તામાં જ જોવા મળે છે. બંગાળી મીઠાઈને તો કેમ ભૂલી શકાય ? મોટાભાગની મીઠાઈઓનાં મૂળ તો લગભગ બંગાળમાંથી જ નીકળે છે.
જેટલું લખાય તેટલુ ઓછું છે. પશ્ચિમ બંગાળ પોતે જ નવી દુનિયા છે. આમ તો જૂની દુનિયા કહી શકાય !!
(લેખક ગુજરાત સચિવાલયમાં ક્લાઈમેટ ચેન્જ વિભાગમાં સેક્શન ઓફિસર છે.)
kunalgadhavi08@gmail.com
Tags :
BagdograCulturalGujaratFirstHeritagehowrahbridgeKolkataWestBengal
Next Article