Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બનાસકાંઠામાં ક્લેડી નદીના વહેણમાંથી જીવના જોખમે પસાર થતા ગ્રામજનો, કોઝ વેની માંગ મજબૂત બની

અહેવાલઃ રામલાલ મીણા, અમીરગઢ  છેલ્લા કેટલાય સમયથી રાજસ્થાનમાં પડી રહેલા ધોધમાર વરસાદના પગલે રાજસ્થાનના કેટલાક ચેકડેમો તેમજ ડેમો ઓવર ફ્લો થઈ ગયા છે. રાજસ્થાનના ઉપરવાસનું આ વરસાદી પાણી બનાસ નદી તેમજ કલેડી નદીમાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં અમીરગઢના ઇસવાણી...
બનાસકાંઠામાં ક્લેડી નદીના વહેણમાંથી જીવના જોખમે પસાર થતા ગ્રામજનો  કોઝ વેની માંગ મજબૂત બની

અહેવાલઃ રામલાલ મીણા, અમીરગઢ 

Advertisement

છેલ્લા કેટલાય સમયથી રાજસ્થાનમાં પડી રહેલા ધોધમાર વરસાદના પગલે રાજસ્થાનના કેટલાક ચેકડેમો તેમજ ડેમો ઓવર ફ્લો થઈ ગયા છે. રાજસ્થાનના ઉપરવાસનું આ વરસાદી પાણી બનાસ નદી તેમજ કલેડી નદીમાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં અમીરગઢના ઇસવાણી અને સોનવાડી રબારી ગોળીયા પરાના લોકો તાલુકા મથક અમીરગઢથી બે દિવસ અગાઉ સંપર્ક વિહોણા બની ગયા છે. ક્લેડી નદીમાં ઘોડાપુર આવતા તાલુકા મથક અમીરગઢ સાથે આ બંને ગામોનો સંપર્ક તૂટી જતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.

Advertisement

આશરે 600 થી 700 લોકોની વસ્તી ધરાવતા ઇસવાણી અને સોનવાડી ગોળીયા ગામ આઝાદી કાળથી જ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વર્ષોથી ગ્રામજનો ક્લેડી નદી પર કોઝ વે બાંધવાની માંગ કરી રહ્યા છે પણ હજુ સુધી કોઈ પરિણામ મળ્યું નથી. આ મામલે વર્ષોથી લેખિત તથા મૌખિક રજુઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી.આવી સ્થિતિમાં પશુપાલન થકી ગુજરાન ચલાવતા ઇસવાણી અને સોનવાડીના ગ્રામજનોની હાલત આ વર્ષે પણ કફોડી બની છે.

Advertisement

બે દિવસથી ક્લેડી નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોઈ બનાસ ડેરીનું દૂધનું ટેન્કર પણ ગામમાં આવી શકતું નથી જેથી દૂધનો બગાડ થતાં સ્થાનિક પશુ પાલકો નુકશાન વેઠી રહ્યા છે. વળી, શાળાએ જતા વિધાર્થીઓ પણ શાળાએ પહોચી શકતા ના હોઈ તેમના અભ્યાસ પર પ્રતિકૂળ અસર થઈ રહી છે. ચોમાસા દરમ્યાન નદીમાં પાણીના પ્રવાહના વહેણના લીધે 108 ની એમ્બ્યુલન્સ પણ ગામમાં પહોચી શકતી નથી જેથી આકસ્મિક બીમારીના કેસમાં પણ લોકોને છતી સગવડે મુશ્કેલી વેઠવી પડે છે.

કોઝ વે ના અભાવે ચોમાસાના ચાર મહિના સુધી ઇસવાણી અને સોનવાડી રબારી ગોળીયા ગામોનો તાલુકા મથક અમીરગઢ સાથેનો સંપર્ક તૂટી જાય છે. જયારે ક્લેડી નદીમાં પાણીનો પ્રવાહ ઘટે ત્યારે પણ વિધાર્થીઓ અને ગ્રામજનો જીવના જોખમે નદીમાંથી અવર જવર કરવા મજબૂર બને છે. આજે ક્લેડી નદીમાં પાણીનો પ્રવાહ ઓછો થતા ગ્રામજનો સહિત વાહન ચાલકો જીવના જોખમે નદીમાંથી પસાર થતા કેમેરામાં કેદ થયા હતા. ક્લેડી નદીમાં બનાવેલ આરસીસીની રપટ પણ રેતીથી ઢકાંઈ જાય છે જેથી રોજિંદી અવરજવરમાં સર્જાતી મુશ્કેલીના નિરાકરણ માટે હવે ક્લેડી નદી પર કોઝ વે બાંધવાની માંગણી જોર પકડી રહી છે.

ઉલ્લેખનીય છે કે અમીરગઢ તાલુકાના આ બંને અંતરિયાળ ગામોની વર્તમાન દુર્દશા તંત્રની બેદરકારીને છતી કરી જાય છે. હાલ જિલ્લા કલેકટરનો પ્રજાલક્ષી અભિગમ ખૂબ પ્રશંસા મેળવી રહ્યો છે ત્યારે અમીરગઢના ઇસવાણી અને સોનવાડી ગામોને દર વર્ષે પજવી રહેલી આ સમસ્યાના કાયમી ઉકેલ માટે પણ જિલ્લા કલેકટર કોઈ ઠોસ કાર્યવાહી કરાવે તે ઇચ્છનીય છે

Tags :
Advertisement

.