NARENDRA MODI- સફળતાનો જશ લેવાનો હક તો માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીને
NARENDRA MODI : ચીફ મિનિસ્ટર તરીકે નરેન્દ્ર મોદી (NARENDRA MODI)એ ગુજરાતને જે સ્તરે મૂકવાનું કામ કર્યું એ દેશભરનાં રાજ્યો અને ત્યાંના ચીફ મિનિસ્ટર માટે બહુ મહત્ત્વનું હતું.
VGGS 2024 જશના હકદાર માત્ર ને માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ
માત્ર વાઇબ્રન્ટ જ નહીં, નરેન્દ્ર મોદી અનેક બાબતોમાં સીધો જશ લઈ શકે એમ છે અને એ જશના હકદાર માત્ર ને માત્ર તેઓ જ છે.
આ માટે તેમના કાર્યકાળ પર નજર કરવી પડે. ગુજરાતના ટૂરિઝમને વિકસાવવા માટે તેમણે જે રીતે કામ શરૂ કર્યું, તેમણે જે રીતે ગુજરાતનાં દરેક ફરવાલાયક સ્થળને ડેવલપ કરવાનું શરૂ કર્યું.
જે રીતે નવાં સ્થળ ડેવલપ કર્યાં એ વિશે અગાઉ ક્યારેય કોઈએ વિચાર્યું નહોતું. અમિતાભ બચ્ચનને લઈને તેમની આગેવાનીમાં શરૂ થયેલા ‘ખુશ્બૂ ગુજરાતી કી’ કૅમ્પેન પછી દેશનાં ઓછામાં ઓછાં પંદર રાજ્યો એવાં હતાં જેણે એ જ વિચારને આગળ કરીને ટૂરિઝમને પ્રમોટ કરવાનું શરૂ કર્યું.
ચીફ મિનિસ્ટર તરીકે નરેન્દ્ર મોદીએ ગુજરાતને જે સ્તરે મૂકવાનું કામ કર્યું એ દેશભરનાં રાજ્યો અને ત્યાંના ચીફ મિનિસ્ટરો માટે બહુ મહત્ત્વનું
વાઇબ્રન્ટ ગુજરાત (VGGS 2024)અને ટૂરિઝમ જ નહીં, એ સિવાયની પણ અનેક યોજનાઓ ગુજરાતમાં એવી આવી જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. ‘ખેલ મહાકુંભ’ થકી ગુજરાતમાં રહેલા સ્પોર્ટ્સમેન આગળ આવ્યા અને એ પણ એવી એવી રમતમાં જેનો વિચાર પણ ન થઈ શકે.
ગુજરાતને ઍથ્લીટ્સ પણ મળ્યા અને ગુજરાતને કુસ્તીબાજ પણ મળ્યા. ગુજરાતને હૉકી પ્લેયર પણ મળ્યા અને દેશ માટે જે ધર્મ કહેવાય એવા ક્રિકેટના ક્ષેત્રમાં પણ અઢળક ખેલાડી મળ્યા.
નરેન્દ્ર મોદી માટે ગુજરાત ધર્મ હતો, એવો જ ધર્મ જેવો ધર્મ અત્યારે તેમને માટે દેશ છે, પણ અત્યારે આપણે વાત કરીએ છીએ એ ગુજરાત અને તેમના કાર્યકાળની છે એટલે આપણે વાત અહીં પૂરતી સીમિત રાખીએ.
ગુજરાતના ધોરડોને યુનિસેફ દ્વારા કલ્ચરલ વિલેજ જાહેર કરવામાં આવે અને જે મીઠાના રણને જોવા માટે સ્થાનિક લોકો પણ જતા બંધ થઈ જાય એને, વૈશ્વિક ટૂરિસ્ટ સ્પૉટ બનાવી દેવામાં આવે એ જરા પણ નાનીસૂની વાત નથી. નાનીસૂની પણ નહીં અને આછીપાતળી પણ નહીં.
નર્મદાકિનારે ઊભા થયેલા સરદાર પટેલના સ્ટૅચ્યુને પણ તમે જુઓ અને સ્વચ્છતાના તેમણે હાથમાં લીધેલા મિશનને પણ જુઓ.
ગુજરાતમાં વૈશ્વિક બિઝનેસ ડેવલપ કરવા માટે તેમણે લીધેલાં પગલાંઓને પણ જુઓ અને તેમણે ઊભા કરેલા ગાંધીનગર પાસેના ગિફ્ટ સિટીને પણ જુઓ.
આ બધી વાત યાદ કરાવવા પાછળનું મુખ્ય કારણ એ છે કે તેઓ આવ્યા પછી સામાન્ય કહેવાય એવા એક રાજ્યમાં કયા સ્તરે અને કેવા સ્તરે બદલાવ આવ્યો છે. એક સમય હતો જ્યારે ગુજરાતનું અમદાવાદ કોમી રમખાણ માટે કુખ્યાત હતું. અમદાવાદ જનારાઓને સલાહ આપવામાં આવતી કે ધ્યાન રાખજે; પણ આજે, આજે એ કમ્યુનલ મતભેદ દૂર-દૂર સુધી જોવા-સાંભળવા નથી મળતા. આ ખાસિયત છે એક લીડરની,
આ ખાસિયત છે એક હિંમતવાન બાહોશ લીડરની અને એ પછી પણ કેટલીક પ્રજાતિના મૂખે સતત એવું રહ્યા કરે છે કે મોદીસાહેબે શું નવું કર્યું? ધૂળ ને ઢેફા.
ડોબા, જો તને દેખાતું ન હોય તો કોઈ સારા ઑફ્થૅલ્મોલૉજિસ્ટને જઈને મળી આવ, તને આંખના તબીબ પણ સારી રીતે સમજાવી દેશે કે પ્રચંડ વ્યક્તિત્વ ધરાવતા મોદીસાહેબે આ દેશ માટે, આ ગુજરાત અને ગુજરાતી માટે શું કર્યું છે? VGGS 2024 તો એકમાત્ર નમૂનો છે.
આ પણ વાંચો: VGGS 24 : “ગિફ્ટ સીટી-નવા ભારતની આકાંક્ષા” સેમિનાર